________________
૩૬૦
પંચસંગ્રહ-૧
પિંડ એટલે કે એકથી વધારે પેટાભેદોનો સમુદાય તે પિંડપ્રકૃતિઓ ચૌદ છે, જેના અવાન્તરભેદો ન હોય પણ વ્યક્તિગત પોતે એક જ પ્રકૃતિ હોય તે પ્રત્યેક પ્રકૃતિ.
તે પ્રત્યેક પ્રકૃતિઓના અપ્રતિપક્ષી અને સપ્રતિપક્ષી એમ બે પ્રકાર છે.
અગુરુલઘુ આદિ પ્રકૃતિઓને વિરુદ્ધ પ્રકૃતિઓ ન હોવાથી તે અપ્રતિપક્ષી પ્રકૃતિઓ છે. અને ત્રસાદિ પ્રકૃતિઓને સ્થાવરાદિ વિરોધી પ્રકૃતિઓ હોવાથી તે સપ્રતિપક્ષી પ્રકૃતિઓ કહેવાય છે.
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાયોગતિ એ ચૌદ પિંડપ્રકૃતિઓ છે.
અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ અને તીર્થંકરનામકર્મ એ આઠ અપ્રતિપક્ષી અને ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, સૌભાગ્ય, આઠેય અને યશઃકીર્ત્તિ આ ત્રસાદિ દસ તથા સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ દુઃસ્વર, દૌર્ભાગ્ય, અનાદેય અને અયશઃકીર્તિ એ સ્થાવરાદિ દસ એ વીસ સપ્રતિપક્ષી એમ કુલ અઠ્યાવીસ પ્રત્યેક પ્રકૃતિઓ તથા પ્રથમ જણાવેલ ચૌદપિંડ પ્રકૃતિઓ એમ મૂળ ગાથામાં જણાવેલ નામકર્મની કુલ ૪૨ પ્રકૃતિઓ છે.
આ સંખ્યા માત્ર કહેવા પૂરતી જ ઉપયોગી છે એમ નથી, પરંતુ બંધાદિકમાં પ્રાપ્ત થતાં દલિકોના આ ૪૨ રીતે મુખ્યપણે ભેદ પડે છે. પછી શરીર, વર્ણ વગેરે કેટલી પ્રકૃતિમાં પેટા ભેદ પડે છે, વળી શતકચૂર્ણિ આદિ ગ્રંથોમાં આ બેતાળીસને ય પિંડપ્રકૃતિ કહી છે.
જે કર્મના ઉદયથી જીવ નરશ્ર્વ, તિર્યક્ત્વ, મનુષ્યત્વ અને દેવત્વ પર્યાયને પ્રાપ્ત કરે તે અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામકર્મ છે.
જે કર્મના ઉદયથી અનેક ભેદ-પ્રભેદવાળા એકેન્દ્રિયાદિ જીવોને એકેન્દ્રિયત્વાદિ રૂપ જે સમાન–એકસરખો પરિણામ થાય કે જેને લઈ અનેક પ્રકારના એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયાદિ રૂપે વ્યવહાર થાય તે જાતિનામકર્મ.
જે કર્મના ઉદયથી અનેક ભેદ-પ્રભેદવાળા એકેન્દ્રિયજીવોમાં એવો સમાન પરિણામ થાય કે જેને લઈને તે સઘળાનો આ એકેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે એકેન્દ્રિય જાતિનામકર્મ.
જે કર્મના ઉદયથી અનેક ભેદવાળા બેઇન્દ્રિય આદિ જીવોમાં એવો કોઈ સમાન બાહ્ય આકાર થાય કે જેને લઈને તે સઘળાનો આ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે અનુક્રમે બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય જાતિનામકર્મ કહેવાય છે.
અહીં તાત્પર્ય એ છે કે બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ આદિ દ્રવ્યેન્દ્રિયો ઇન્દ્રિયપર્યાપ્તિ, અંગોપાંગનામકર્મ તથા નિર્માણનામકર્મથી પ્રાપ્ત થાય છે અને લબ્ધિ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિયો મતિજ્ઞાનાવરણીય અને ચક્ષુ-અચક્ષુર્દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. પરંતુ અનેક