Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૪
પંચસંગ્રહ-૧ આ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિઓના કુલ પેટા ભેદો પાંસઠ થાય છે.
જે કર્મના ઉદયથી જીવનું શરીર ભારે, હલકું કે ભારે-હલકું ન થાય પરંતુ ભારે પણ નહિ અને હલકું પણ નહિ એવું અગુરુલઘુ પરિણામયુક્ત થાય છે તે અગુરુલઘુ નામકર્મ.
જે કર્મના ઉદયથી જીવ પોતાના જ શરીરમાં થયેલી રસોલી, ચોરદંતક, પ્રતિજિવા આદિ અવયવો વડે દુઃખી થાય અથવા હાથે જ કરેલા બંધનાદિથી કે પર્વત પરથી પડવા આદિથી હણાય તે ઉપઘાત નામકર્મ.
જે કર્મના ઉદયથી જીવ પોતાના દર્શન કે વાણી આદિ દ્વારા બળવાન એવા બીજાઓને ક્ષોભ પમાડે અર્થાત્ તેઓની પ્રતિભાને હણી નાખે તે પરાઘાત નામકર્મ.
જે કર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ લબ્ધિથી યુક્ત થાય તે શ્વાસોચ્છવાસ નામકર્મ.
જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર ઉષ્ણ ન હોવા છતાં બીજાઓને તાપયુક્ત લાગે તે આતપ નામકર્મ છે. તેનો ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલ બાદર પૃથ્વીકાય જીવોને જ હોય છે, પરંતુ અગ્નિકાય જીવોને નહિ. અગ્નિના જીવોને તો ઉત્કટ રક્તવર્ણ નામકર્મ અને ઉષ્ણસ્પર્શનામકર્મનો ઉદય હોય છે.
જે કર્મના ઉદયથી જીવનું શરીર શીત પ્રકાશ રૂપ ઉદ્યોતયુક્ત થાય તે ઉદ્યોત નામકર્મ તેનો ઉદય સૂર્ય સિવાયના જ્યોતિષ વિમાનોમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીવોને, મુનિના ઉત્તરવૈક્રિયમાં તથા આહારક શરીરમાં, દેવોના ઉત્તરવૈક્રિયમાં, આગિયા જીવો તથા ચન્દ્રકાંત રત્નો અને ઔષધિઓ વગેરેને હોય છે.
- જે કર્મના ઉદયથી અંગો, ઉપાંગો અને અંગોપાંગો જીવોને પોતપોતાની જાતિને અનુસાર નિયત સ્થાને ગોઠવાય તે નિર્માણનામકર્મ.
જે કર્મના ઉદયથી ત્રણે જગતને પૂજ્ય થાય અર્થાત્ અષ્ટપ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયો આદિથી યુક્ત થઈ કૃતાર્થ હોવા છતાં તીર્થની સ્થાપના કરે તે તીર્થંકરનામ કર્મ.
જે કર્મના ઉદયથી જીવ ઇચ્છાનુસાર ગતિ કરી શકે તે ત્રસનામકર્મ.
જેના ઉદયથી એક જીવનું એક કે છેવટે અસંખ્ય જીવોનાં અસંખ્ય શરીરો ભેગાં થાય ત્યારે દષ્ટિગોચર થઈ શકે એવા સ્થૂલ પરિણામવાળા જીવ થાય તે બાદરનામકર્મ.
જેના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરીને જ મરે તે પર્યાપ્તનામકર્મ. જેના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર મળે તે પ્રત્યેકનામકર્મ.
પ્રશ્ન-કોઠ-પીંપળો-પીલુ આદિ વૃક્ષોનાં મૂળ, સ્કંધ, છાલ, મોટી ડાળીઓ વગેરે દરેક અવયવો અસંખ્ય જીવવાળા કહ્યા છે અને શાસ્ત્રમાં તેને પ્રત્યેક શરીરવાળા કહ્યા છે અને તે કોઠ આદિ વ્યવહારથી દેવદત્તની જેમ અખંડ એક શરીર લાગે છે તો એક શરીરમાં અસંખ્ય જીવો હોવા છતાં તે પ્રત્યેક કેમ કહેવાય ?
ઉત્તર–ઉપરોક્ત મૂળાદિ દરેક અવયવોમાં અસંખ્યજીવો કહ્યા છે પરંતુ તે દરેકનું શરીર