________________
૩૪૮
હોય તે નિરન્તરા કહેવાય છે.
ટીકાનુ—જે કર્મપ્રકૃતિઓનો જઘન્ય સમયમાત્ર બંધ થતો હોય અને ઉત્કૃષ્ટ સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત બંધ થતો હોય, તેથી વધારે કાળ ન થતો હોય તે સાન્તરા પ્રકૃતિઓ છે. કેમ કે અંતર્મુહૂર્તમાં પણ બંધ આશ્રયી વ્યવધાન પડે છે. અંતર્મુહૂર્વકાળ પણ નિરંતર થતો નથી તેથી તે સાન્તરા કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે—અસાતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અતિ, શોક, નરકદ્વિક, આહારકદ્ધિક, પહેલા વિના પાંચ સંસ્થાન, પહેલા વિના પાંચ સંઘયણ, આદિની ચાર એકેન્દ્રિયાદિ જાતિ, આતપ, ઉદ્યોત; અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, યશઃકીર્ત્તિ, અને સ્થાવરદશક, આ સઘળી પ્રકૃતિઓ જઘન્યથી એક સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યંત બંધાય છે. ત્યારપછી પોતાના સામાન્ય બંધ હેતુનો સદ્ભાવ છતાં પણ તથાસ્વભાવે તે પ્રકૃતિઓના બંધ યોગ્ય અધ્યવસાયોનું પરાવર્તન થતું હોવાથી અવશ્ય બંધાતી નથી પરંતુ તેની પ્રતિપક્ષ પ્રકૃતિઓ બંધાય છે માટે સાન્તરા કહેવાય છે,
પંચસંગ્રહ-૧
જે પ્રકૃતિઓનો જઘન્યથી સમયમાત્ર બંધ થતો હોય અને ઉત્કૃષ્ટથી સમયથી આરંભી નિરન્તર અંતર્મુહૂર્તની ઉપર અસંખ્ય કાળ પર્યંત બંધ થતો હોય તે સાન્તરનિરન્તરા કહેવાય છે. કારણ કે અંતર્મુહૂર્તમાં બંધ આશ્રયી અંતર પડે છે અને અસંખ્ય કાળ પર્યંત નિરન્તર પણ બંધાય છે. તે પૂર્વે કહેલી સમચતુરગ્રાદિ સત્તાવીસ પ્રકૃતિઓ છે. તે પ્રકૃતિઓ જઘન્ય સમયમાત્ર બંધાય છે માટે સાંતરા છે અને ઉત્કૃષ્ટથી અનુત્તરાદિ દેવો અસંખ્યકાળ પર્યંત પણ નિરંતર બાંધે છે, માટે અંતર્મુહૂર્તમાં બંધનું અંતર નહિ હોવાથી નિરન્તરા કહેવાય છે.
તથા જે પ્રકૃતિઓનો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યંત બંધ થતો હોય અંતર્મુહૂર્તમાં બંધનું અંતર ન જ પડતું હોય તે નિરન્તરા કહેવાય છે અને તે પહેલાં કહેલી ધ્રુવબંધિ આદિ બાવન પ્રકૃતિઓ છે. એ પ્રકૃતિઓ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત્તપર્યંત નિરન્તર બંધાય છે.
તાત્પર્ય એ કે જે પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યંત નિરન્તર બંધાતી હોય તેટલા કાળમાં અંતર ન જ પડતું હોય તે નિરન્તરા, અંતર્મુહૂર્ત કાળમાં પણ અંતર પડતું હોય તે સાન્તરા અને જે પ્રકૃતિઓનું અંતર્મુહૂર્ત કાળમાં બંધ આશ્રયી અંતર પડતું પણ હોય અને અંતર્મુહૂર્ત પર્યંત અને તેથી વધારે અસંખ્યકાળ પણ નિરંતર બંધાતી હોય તે સાન્તર નિરંતરા કહેવાય છે. ૬૦
આ પ્રમાણે નિરન્તરાદિ પ્રકૃતિઓ કહી. હવે ઉદયબંધોત્કૃષ્ટાદિ પ્રકૃતિઓને કહેવા ઇચ્છતાં પહેલાં તેનું સ્વરૂપ કહે છે.
उद व अणुदए वा बंधाओ अन्नसंकमाओ वा । ठितिसंतं जाण भवे उक्कोसं ता तयक्खाओ ॥ ६१ ॥
उदये वा अनुदये वा बन्धादन्यसंक्रमाद्वा ।
स्थितिसत्कर्म यासां भवेदुत्कृष्टं तास्तदारव्याः ॥६९॥
અર્થ—બંધ વડે અથવા અન્યના સંક્રમ વડે ઉદય હોય અથવા ન હોય છતાં જે કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે પ્રકૃતિઓ તે સંજ્ઞાવાળી સમજવી.