Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયાર
૩૪૭
धुवबंधिणी तित्थगरनाम आउयचउक्क बावन्ना । एया निरंतराओ सगवीसुभ संतरा सेसा ॥५८॥ ध्रुवबन्धिन्यः तीर्थंकरनाम आयुश्चतुष्कं द्वापञ्चाशत् ।
एता निरन्तराः सप्तविंशतिस्भयाः सान्तराः शेषाः ॥८॥ અર્થ ધ્રુવબંધિની પ્રકૃતિઓ, તીર્થંકરનામ, આયુચતુષ્ક એ બાવન પ્રકૃતિઓ નિરંતરા છે, હવે કહેવાશે તે સત્તાવીસ ઉભયા અને શેષ પ્રકૃતિઓ સાન્તરા છે.
ટીકાનુ–જ્ઞાનાવરણ પંચક, અંતરાય પંચક, દર્શનાવરણ નવક, સોળ કષાય, 'મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અગુરુલઘુ, નિર્માણ, તૈજસ કાર્પણ, ઉપઘાત અને વર્ણચતુષ્ક એ સુડતાળીસ ધ્રુવબંધિની પ્રકૃતિઓ તથા તીર્થકર નામ અને આયુ ચતુષ્ક એ બાવન પ્રકૃતિઓ
નિરંતરા છે.
નિરંતરાનું સ્વરૂપ સાઠમી ગાથામાં કહેશે. તથા હવે પછીની ગાથામાં કહેવાશે તે સત્તાવીસ પ્રકૃતિઓ સાંતરનિરંતરા છે અને શેષ એકતાળીસ પ્રકૃતિઓ સાન્તરા છે. ૫૮ હવે સાંતરનિરંતરા સત્તાવીસ પ્રકૃતિઓનાં નામ કહે છે–
चउरंसउसभपरघाउसासपुंसगलसायसुभखगई । वेउव्विउरलसुरनरतिरिगोयदुसुसरतसतिचऊ ॥५९॥ चतुरस्त्रर्षभपराघातोच्छ्वासपुंसकलसातशुभखगतयः ।
वैक्रियौदारिकसुरनरतिर्यग्गोत्रद्विकसुस्वरत्रसत्रिकचतुः ॥५९॥ અર્થ તથા ટીકાનુ–સમચતુરગ્ન સંસ્થાન, વજર્ષભનારાચસંઘયણ, પરાઘાત, ઉચ્છવાસ, પુરુષવેદ, પંચેન્દ્રિય જાતિ, સાતાવેદનીય, શુભવિહાયોગતિ, વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્ધિક, સુરદ્ધિક, ' મનુષ્યદ્ધિક, તિર્યંચદ્ધિક, ગોત્રદ્ધિક-ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર, સુસ્વરત્રિક-સુસ્વર, સુભગ અને
આદેય, ત્રણચતુષ્ક-ત્રસ બાદર પર્યાપ્ત અને પ્રત્યેક; એ સત્તાવીસ પ્રકૃતિઓ ઉભયાસાંતર નિરંતરા છે. ૫૯ હવે સાંતર નિરંતરાદિનો અર્થ કહે છે
समयाओ अंतमुहु उक्कोसा जाण संतरा ताओ । बंधेहियंमि उभया निरंतरा तम्मि उ जहन्ने ॥६०॥ समयादन्तर्मुहूर्तमुत्कृष्टो यासां सान्तरास्ताः ।
बन्धेऽधिके उभयाः निरन्तरास्तस्मिंस्तु जघन्यः ॥६०॥ અર્થ—જે કર્મપ્રકૃતિઓનો સમયથી આરંભી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત બંધ થતો હોય તે સાંતરા કહેવાય છે તથા જે પ્રકૃતિઓનો સમયથી આરંભી અંતર્મુહૂર્ત અને તેથી પણ અધિક બંધ થતો હોય તે સાંતરનિરંતરા કહેવાય છે અને જે પ્રકૃતિઓનો જઘન્ય પણ અંતર્મુહૂર્ત બંધ થતો