________________
उ४६
પંચસંગ્રહ-૧ અને દુઃસ્વરનો સાસ્વાદને, ઔદારિકદ્ધિક અને પ્રથમ સંઘયણનો અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે, અસ્થિર અને અશુભનો પ્રમત્ત સંયતે, તૈજસ, કાર્મણ, સમચતુરગ્ન સંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, શુભવિહાયોગતિ, અગુરુલઘુ ચતુષ્ક, પ્રત્યેક, સ્થિર, શુભ સુસ્વર અને નિર્માણનો અપૂર્વકરણના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ થાય છે. અને છેલ્લા સંસ્થાનથી આરંભી નિર્માણ સુધીની અઠ્યાવીસે પ્રકૃતિઓનો સયોગી કેવળીના ચરમ સમયે ઉદય વિચ્છેદ થાય છે. તથા મનુષ્યત્રિકનો અવિરતિ ગુણઠાણે પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, તીર્થંકર એટલી પ્રકૃતિઓનો અપૂર્વકરણના છઠ્ઠા ભાગે અને યશ-કીર્તિ તથા ઉચ્ચ ગોત્રનો સૂક્ષ્મ સંપરામના ચરમસમયે બંધવિચ્છેદ થાય છે અને આ બારે પ્રકૃતિઓનો અયોગી કેવળીના ચરમ સમયે ઉદયવિચ્છેદ થાય છે, તથા સ્થાવરનામ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ નામનો, તથા નરકત્રિકનો અને છેલ્લા સંઘયણનો, તથા નપુંસકવેદનો મિથ્યાદષ્ટિ ગુણઠાણે બંધવિચ્છેદ થાય છે. અને ઉદયવિચ્છેદ અનુક્રમે સાસ્વાદને, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે, અપ્રમત્ત સંયત અને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે થાય છે. તથા સ્ત્રીવેદનો બંધવિચ્છેદ સાસ્વાદને અને ઉદયવિચ્છેદ નવમે ગુણઠાણે થાય છે. તથા તિર્યંચાનુપૂર્વી દુર્ભગ, અને અનાદેયનો તથા તિર્યંચગતિ, તિર્યંચાયુ, ઉદ્યોત અને નીચ ગોત્રનો તથા ત્યાનધિત્રિકનો તથા ચોથા પાંચમા સંઘયણનો તથા બીજા ત્રીજા સંઘયણનો ઉપરોક્ત સઘળી પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સાસ્વાદન ગુણઠાણે થાય છે અને ઉદયવિચ્છેદ અનુક્રમે અવિરતિ ગુણઠાણે દેશવિરતિ ગુણઠાણે, પ્રમત્તે, અપ્રમત્તે અને ઉપશાંતમોહ ગુણઠાણે થાય છે. તથા અરતિશોકનો બંધવિચ્છેદ, પ્રમત્ત સંયત અને ઉદયવિચ્છેદ અપૂર્વકરણે થાય છે. સંજવલન લોભનો બંધવિચ્છેદ નવમાં ગુણસ્થાનકના ચરમસમયે અને ઉદયવિચ્છેદ સૂક્ષ્મસંપરામના ચરમસમયે થાય છે. તે હેતુથી આ ક્યાસી પ્રકૃતિઓ ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદયા કહેવાય છે.
તથા અયશકીર્તિ, સુરત્રિક, વૈક્રિયદ્રિક, અને આહારકદ્ધિક, એ આઠ પ્રકૃતિઓનો પહેલા ઉદય અને પછી બંધવિચ્છેદ થતો હોવાથી ઉત્ક્રમ વ્યવચ્છિદ્યમાન બંધોદયા કહેવાય છે. તે આ પ્રમાણે–
અયશકીર્તિનો પ્રમત્તે, દેવાયુષનો અપ્રમત્તે, દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકનો અપૂર્વકરણે બંધવિચ્છેદ થાય છે અને એ છયે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ ચોથે ગુણઠાણે થાય છે. તથા આહારકદ્ધિકનો અપૂર્વકરણે બંધવિચ્છેદ અને અપ્રમત્ત સંયતે ઉદયવિચ્છેદ થાય છે, માટે તે આઠે ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદયા કહેવાય છે. પ૬-૫૭
હવે સતરાદિ પ્રવૃતિઓ કહે છે–
૧. અહીં મનુષ્યત્રિકમાં મનુષ્યાનુપૂર્વી લીધી છે અને તેનો ઉદયવિચ્છેદ અયોગીના ચરમ સમયે થાય છે એમ કહ્યું છે, એ વિચારણીય છે. કારણ કે કોઈપણ આનુપૂર્વીનો ઉદય પહેલા, બીજા અને ચોથા એ ત્રણ ગુણસ્થાનકે જ હોય છે. અન્યત્ર હોતો નથી. કદાચ પ્રદેશોદયની અપેક્ષાએ કહેવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કારણ કે પ્રદેશોદયે તો સંઘયણ, સંસ્થાન નામકર્માદિ તોંતેર પ્રકૃતિઓ પણ હોય છે. એટલે બંધ અને ઉદયમાં ચોથે જ જતી હોવાથી સમ્યકુવ્યવચ્છિદ્યમાન બંધોદયમાં ગ્રહણ કરવી જોઈએ એમ લાગે છે. પછી જ્ઞાની મહારાજ જાણે.