Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪૪
પંચસંગ્રહ-૧
તીર્થકર નામકર્મનો ઉદય કેવળજ્ઞાન થાય ત્યારે હોય છે. તે વખતે કર્મપ્રકૃતિનો બંધ થતો નથી. કારણ કે અપૂર્વકરણ ગુણઠાણે જ તેનો બંધવિચ્છેદ થાય છે.
આહારક શરીર કરવામાં પ્રવૃત્ત થયેલો આત્મા લબ્ધિ ફોરવવાના કાર્યમાં વ્યગ્ર થયેલો હોવાથી પ્રમત્ત હોય છે તેથી અને ત્યારપછીના કાળમાં તથા પ્રકારની વિશુદ્ધિનો અભાવ હોવાથી મંદસંયમસ્થાનમાં વર્તે છે માટે આહારક શરીરી આહારકદ્ધિકનો બંધ કરતો નથી. માટે એ સઘળી પ્રવૃતિઓ સ્વાનુદયબંધિ કહેવાય છે.
તથા ધ્રુવોદયી-જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પંચક, મિથ્યાત્વમોહનીય નિર્માણ, તૈજસ, કામણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને વર્ણચતુષ્ક, એ સત્તાવીસ પ્રકૃતિઓનો ઉદય છતાં જ બંધ થાય છે. કારણ કે એ સઘળી પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી તેઓનો સર્વદા ઉદય છે.
શેષ નિદ્રાપંચક, જાતિપંચક, સંસ્થાનષક, સંઘયણષક, સોળ કષાય, નવ નોકષાય, પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, ઉદ્ઘાસ, સાતા અસાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યત્રિક, તિર્યચત્રિક, ઔદારિકઢિક, શુભ અશુભ વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ સુસ્વર, સુભગ આદેય, યશકીર્તિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અને અપયશકીર્તિ એ વ્યાંશી પ્રકૃતિઓ સ્વોદયાનુબંધિ છે. કારણ કે એ સઘળી પ્રવૃતિઓ મનુષ્ય તિર્યંચોને ઉદય હોય કે ન હોય ત્યારે બંધાય છે. માટે સ્વોદયાનુબંધિ કહેવાય છે. ૫૫
હવે જે પ્રકૃતિઓનો સાથે જ બંધ અને ઉદયનો વિચ્છેદ થાય છે, તે પ્રકૃતિઓ કહે છે –
૧. આહારક શરીર અને આહારક અંગોપાંગ પણ પોતાનો ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ ઉપર કહ્યું છે. પરંતુ સપ્તતિકા ભાષ્યમાં એકત્રીસના બંધે બે ઉદયસ્થાનક લીધાં છે. તે આ પ્રમાણે-૨૯-૩૦. તેમાં ૨૯નો ઉદય પ્રમત્તપણામાં આહારક અથવા વૈક્રિય શરીર કરીને અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત કરનાર ઉદ્યોતના ઉદય વિનાના સંયતને કહ્યો છે, અને ત્રીસનો ઉદય ઉદ્યોતના વેદક વૈક્રિય અથવા આહારક શરીરીને અથવા સ્વભાવસ્થ સંતને કહ્યો છે. અહીં એક્ઝીસનો બંધ આહારકદ્ધિક સહિત છે અને તેના બંધક સામાન્ય રાત ૨૯ અને ૩૦ એ બંને ઉદયવાળા આહારક અને વૈક્રિય શરીરી લીધા છે. આહારક શરીરી માટે કંઈ જુદું કહ્યું નથી. આહારક શરીરીને આહારકનો ઉદય હોય જ એટલે અહીં આહારક શરીરીને પણ આહારદ્ધિકનો બંધ લીધો છે. જુઓ સપ્તતિકાભાષ્ય પાનું ૮૭ ગાથા ૧૨૫. તથા પા. ૧૦૯ ગા. ૧૬૪માં અપ્રમત્ત સંયતને ૨૮-૨૯-૩૦-૩૧ એ ચાર બંધસ્થાનક કહ્યા છે અને ૨૯-૩૦ બે ઉદયસ્થાનક કહ્યા છે. તેમાં પહેલું ઉદયસ્થાન વૈક્રિય અને આહારક સંયતને કહ્યું છે. બીજું વૈક્રિય આહારક સંયતને અથવા સ્વભાવસ્થ સંયતને કહ્યું છે. તેમાં અપ્રમત્ત સંયતને ૨૯-૩૦ એ બંને ઉદયસ્થાનકમાં ૨૮ના બંધે ૮૮નું સત્તાસ્થાન, ૨૯ના બંધે ૮૯નું. ૩૦ના બંધે ૯૨નું અને ૩૧ના બંધે ત્રાણુંનું સત્તાસ્થાન કહ્યું છે. અહીં આહારકશરીરી એકત્રીસ ન બાંધે એમ કહ્યું નથી. અહીં અલ્પ હોવાને લીધે વિવક્ષા ન કરી હોય તો સંભવે છે. તત્ત્વ જ્ઞાની મહારાજ જાણે.
૨. અહીં મનુષ્ય તિર્યંચોને ઉદય હોય કે ન હોય ત્યારે બંધાય છે એમ કહેવાનું કારણ ઉક્ત પ્રકતિઓમાંથી લગભગ સઘળી પ્રકૃતિઓ તેઓ બાંધે છે તે છે. દેવ નારકીઓ પણ ઉક્ત પ્રકૃતિઓમાંથી તેને જેનો ઉદય સંભવી શકે છે. તેનો ઉદય હોય કે ન હોય છતાં ઉક્ત પ્રવૃતિઓમાંથી સ્વયોગ્ય પ્રવૃતિઓ બાંધે છે.