Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
૩૪૩
ઉદય સાથે જ થતો હોય તેઓ સમકવ્યવચ્છિદ્યમાનબંધોદયા, પહેલા બન્ધ અને પછી ઉદય એમ ક્રમપૂર્વક જેઓનો બંધ ઉદય વિચ્છિન્ન થતો હોય તે ક્રમવ્યવદ્યિમાનબંધોદયા અને પહેલા ઉદય અને પછી બંધ એ પ્રમાણે ઉત્ક્રમથી જેઓનો બંધ ઉદય જતો હોય તે ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદયા કહેવાય. આ ત્રણે પ્રકારની પ્રકૃતિઓને ગાથામાં મૂકેલ ઉભ, બંધ અને ઉદય એ શબ્દ વડે ક્રમપૂર્વક ગ્રહણ કરેલ છે.
આ રીતે પણ પ્રકૃતિઓ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—સાંતરબંધિ, ઉભયબંધિ અને નિરન્તરબંધિ. એ ત્રણેનું સ્વરૂપ આચાર્ય મહારાજ આગળ કહેશે.
તથા પ્રકૃતિઓ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—ઉદયસંક્રમોત્કૃષ્ટ, અનુદયસંક્રમોત્કૃષ્ટ, ઉદય બંધોત્કૃષ્ટ અને અનુદય બંધોત્કૃષ્ટ.
તથા પ્રકૃતિઓ બે પ્રકારે છે. તે આ પ્રમાણે—ઉદયવતી અને અનુદયવતી. ઉપરોક્ત ચાર તથા બે ભેદ એ દરેકનું સ્વરૂપ સ્વયમેવ આચાર્ય મહારાજ આગળ કહેશે.
આ સઘળી પ્રકૃતિઓ અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, ચાર અને બે ભેદે છે તેઓને તે પ્રકારે કહી ગયા છે. ૧-૨
હવે આ સઘળા ભેદવાળી પ્રકૃતિઓને અનુક્રમે કહેવી જોઈએ. તેમાં પહેલા સ્વાનુદયબંધિ આદિ ત્રણ ભેદને કહેવા ઇચ્છતાં આ ગાથા કહે છે—
देवनिरयाउवेउव्विछक्क आहारजुयलतित्थाणं ।
बंधो अणुदयकाले धुवोदयाणं तु उदयम्मि ॥ ५५ ॥
देवनरकायुर्वैक्रियषट्काहारयुगलतीर्थानाम् ।
बन्धोऽनुदयकाले ध्रुवोदयानां तूदये ॥५५॥
અર્થ—દેવાયુ, નરકાયુ, વૈક્રિયષક, આહારકદ્ધિક અને તીર્થંકર નામકર્મ એટલી પ્રકૃતિઓ પોતાનો ઉદય ન હોય તે કાળે બંધાય છે અને ધ્રુવોદયી પ્રકૃતિઓનો પોતાનો ઉદય છતાં બંધ થાય છે.
ટીકાનુ—દેવાયુ, નરકાયુ, દેવગતિ દેવાનુપૂર્વી, નરકગતિ નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર વૈક્રિય અંગોપાંગ એ છ પ્રકૃતિરૂપ વૈક્રિયષક, આહારક શરીર આહારક અંગોપાંગરૂપ આહારકકિ અને તીર્થંકરનામકર્મ એ અગિયાર પ્રકૃતિઓનો બંધ પોતાનો ઉદય ન હોય તે કાળે જ થાય છે તે આ પ્રમાણે—
દેવત્રિકનો ઉદય દેવગતિમાં, નરકત્રિકનો ઉદય નરકગતિમાં, અને વૈક્રિયદ્વિકનો ઉદય તે બંને ગતિમાં હોય છે. દેવો અને નારકીઓ ભવ સ્વભાવે જ એ આઠ પ્રકૃતિઓ બાંધતા નથી.
૧. વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ પોતાનો ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ જે કહ્યું તે ભવપ્રત્યયિક વિવક્ષા કરીને કહ્યું હોય એમ લાગે છે. કારણ કે વૈક્રિય શરીરિ મનુષ્ય તિર્યંચ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા વૈક્રિયદ્ધિક બાંધે છે.