Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
૩૪૫
गयचरिमलोभधुवबंधि मोहहासरड्मणुयपुव्वीणं । सुहुमतिगआयवाणं सपुरिसवेयाण बंधुदया ॥५६॥ वोच्छिज्जंति समं चिय कमसो सेसाण उनमेणं तु । अट्ठण्हमजससुरतिगवेउव्वाहारजुयलाणं ॥५७॥ गतचरमलोभध्रुवबन्धिमोहहास्यरतिमनुजानुपूर्वीणाम् । सूक्ष्मत्रिकातपानां सपुरुषवेदानां बन्धोदयौ ॥५६॥ व्यवच्छिद्येते सममेव क्रमशः शेषाणामुत्क्रमेण तु ।
अष्टानामयशःसुरत्रिकवैक्रियाहारयुगलानाम् ॥७॥ અર્થ–સંજ્વલન લોભ વિના મોહનીયકર્મની યુવબંધિની પ્રકૃતિઓ, હાસ્ય, રતિ, મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, આતપ અને પુરુષવેદ એટલી પ્રકૃતિઓનો બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. શેષ પ્રકૃતિઓનો ક્રમપૂર્વક વિચ્છેદ થાય છે અને અયશકીર્તિ, સુરત્રિક, વૈક્રિયદ્રિક અને આહારદ્રિક, એ પ્રકૃતિઓનો ઉત્ક્રમે બંધ ઉદયનો વિચ્છેદ થાય છે. પ૬-૫૭.
ટીકાનુ–સંજવલન લોભ સિવાયની મોહનીયકર્મની ધ્રુવબંધિની પંદર કષાય, મિથ્યાત્વ ભય અને જુગુપ્સા એ અઢાર કર્મ પ્રકૃતિઓ, હાસ્ય, રતિ, મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણરૂપ સૂક્ષ્મત્રિક, આતપનામ અને પુરુષવેદ એ સઘળી મળી છવ્વીસ પ્રકૃતિનો બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. એટલે કે એ પ્રકૃતિઓનો જે ગુણસ્થાને બંધ વિચ્છેદ થાય છે તે જ ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ પણ થાય છે. તે આ પ્રમાણે–
સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ મોહનીયનો મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે, અનંતાનુબંધિનો સાસ્વાદને, મનુજાનુપૂર્વી અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો દેશવિરતિ ગુણઠાણે, હાસ્ય, રતિ ભય અને જુગુપ્સાનો અપૂર્વકરણે, સંજ્વલન ક્રોધ, માન, માયા અને પુરુષવેદનો અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે સાથે જ બંધ અને ઉદયનો વિચ્છેદ થાય છે તેથી તે સમ્યક વ્યવચ્છિદ્યમાન બંધોદયા કહેવાય છે.
તથા આ છવ્વીસ અને હવે પછી અયશકીર્તિ આદિ જે આઠ કહેશે તે સિવાય શેષ ક્યાસી પ્રકૃતિઓનો બંધ અને ઉદય ક્રમપૂર્વક એટલે કે પહેલા બંધનો, ત્યારપછી ઉદયનો વિચ્છેદ થાય છે. તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણીય પંચક, અંતરાય પંચક અને દર્શનાવરણ ચતુષ્ક એ ચૌદ પ્રકૃતિઓનો સૂક્ષ્મ સંપરાયના ચરમ સમયે બંધ વિચ્છેદ અને ક્ષીણ કષાયના ચરમ સમયે ઉદય વિચ્છેદ થાય છે. નિદ્રા અને પ્રચલાનો અપૂર્વકરણના પહેલા ભાગે બંધ વિચ્છેદ અને ક્ષીણ કષાયના દ્વિચરમ સમયે ઉદય વિચ્છેદ, અસાતા વેદનીયનો પ્રમત્તે અને સાતા વેદનીયનો સયોગીના ચરમ સમયે અથવા અયોગી કેવલીના ચરમસમયે બંધ વિચ્છેદ અને તે બંનેનો સયોગી કેવળીના ચરમ સમયે ઉદય વિચ્છેદ, છેલ્લા સંસ્થાનનો મિથ્યાદષ્ટિ ગુણઠાણે, વચલા ચાર સંસ્થાન, અપ્રશસ્ત વિહાયોગતિ
પંચ૦૧-૪૪