________________
૩૩૮
પંચસંગ્રહ-૧ હેતુને આશ્રયી તો એમ જ છે. વિશેષ હેતુને આશ્રયી એમ નથી.
ટીકાનુ–કઈ એવી પ્રકૃતિઓ છે કે જે પ્રકૃતિઓ જીવ અને કાળરૂપ હેતુને આશ્રયી ઉદયમાં આવતી નથી ? અર્થાત્ સઘળી પ્રકૃતિઓ જીવ અને કાળરૂપ હેતુને આશ્રયી ઉદયમાં આવે છે. કારણ કે જીવ અને કાળ વિના ઉદયનો જ અસંભવ છે. માટે સંઘળી પ્રવૃતિઓ જીવવિપાકી છે, એવો પ્રશ્નકારનો આશય છે.
અહીં આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે સામાન્ય હેતુને આશ્રયી તો તે જેમ કહ્યું તેમજ છે. એટલે જીવ અને કાળને આશ્રયી સઘળી પ્રકૃતિઓનો ઉદય થતો હોવાથી સઘળી પ્રવૃતિઓ જીવવિપાકી છે. પરંતુ અસાધારણ-વિશેષ હેતુને આશ્રયી એમ નથી. કારણ કે જીવ અથવા કાળ સઘળી પ્રકૃતિઓના ઉદય પ્રત્યે સાધારણ હેતુ છે. તેની અપેક્ષાએ જો વિચાર કરીએ તો સઘળી પ્રકૃતિઓ જીવવિપાકી જ છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ કેટલીક પ્રવૃતિઓના ઉદય પ્રત્યે ક્ષેત્રાદિ પણ અસાધારણ કારણ છે માટે તેની અપેક્ષાએ ક્ષેત્રવિપાકી આદિ વ્યવહાર થાય છે. તેથી અહીં કંઈ દોષ નથી. ૪૯ હવે રસઆશ્રયી અન્ય પ્રશ્ન કરે છે –
केवलदुगस्स सुहुमो हासाइसु कह न कुणइ अपुल्यो । सुभगाईणं मिच्छो किलिट्ठओ एगठाणिरसं ॥५०॥ केवलद्विकस्य सूक्ष्मः हास्यादिषु कथं न करोत्यपूर्वः ।
सुभगादीनां मिथ्यादृष्टिः क्लिष्ट एकस्थानिकरसम् ॥५०॥ ,. અર્થ–સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે વર્તમાન આત્મા કેવળદ્ધિકનો એકઠાણિયો રસ કેમ ન બાંધે ? હાસ્યાદિકનો અપૂર્વકરણવાળો કેમ ન બાંધે ? અને ક્લિષ્ટ પરિણામિ મિથ્યાષ્ટિ સુભગાદિનો કેમ ન બાંધે ?
ટીકાનુ–જેમ શ્રેણિ પર આરૂઢ થયેલો આત્મા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી અતિ વિશુદ્ધ પરિણામના યોગે મતિજ્ઞાનાવરણીયાદિ અશુભ પ્રકૃતિઓનો એકઠાણિયો રસ બાંધે છે, તેમ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલો આત્મા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના છેલ્લા કે ઉપાજ્યાદિ સમયોમાં વર્તતા અતિવિશુદ્ધ પરિણામને યોગે કેવળજ્ઞાનાવરણીય અને કેવળ દર્શનાવરણીયનો એક ઠાણિયો રસ કેમ ન બાંધે ? કેવળદ્વિક એ અશુભ પ્રકૃતિ છે. તેના બાંધનારાઓમાં ક્ષપકશ્રેણિ પર ચડેલ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકવાળા આત્માઓ અતિવિશુદ્ધ પરિણામવાળા છે. માટે મતિજ્ઞાનાવરણીયાદિ પ્રવૃતિઓની જેમ કેવળદ્વિકના પણ એક સ્થાનક રસબંધનો સંભવ છે. તો પછી કેમ ન કહ્યો ? શા માટે તેનો ઓછામાં ઓછો પણ બેઠાણિયો રસ બંધાય છે એમ કહ્યું? એમ પ્રશ્નકારનો આશય છે.
હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ પાપ પ્રકૃતિ હોવાથી તેનો અતિવિશુદ્ધિના પ્રકર્ષને પ્રાપ્ત થયેલો અપૂર્વકરણ ગુણસ્થાનકવાળો આત્મા એક સ્થાનક રસ કેમ ન બાંધે? કારણ કે તેના બંધમાં તે જ અતિવિશુદ્ધ અધ્યવસાયવાળો છે.