Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૪
પંચસંગ્રહ-૧
છે ત્યારે સ્વજાતીય અન્ય પ્રકૃતિના ઉદયને નિવારીને જ થાય છે, તે સિવાય થતો નથી માટે તે એકવીસે પ્રકૃતિઓ ઉદય આશ્રયી પરાવર્તમાન છે. તથા સ્થિર, શુભ, અસ્થિર અને અશુભ એ ચારે પ્રકૃતિઓ એક સાથે જ ઉદયમાં આવે છે, ઉદયમાં વિરોધી નથી પરંતુ સ્થિર અને શુભ અસ્થિર અને અશુભના બંધને રોકીને, અસ્થિર અને અશુભ, સ્થિર અને શુભના બંધ રોકીને બંધાય છે. માટે તે ચારે પ્રકૃતિઓ બંધ આશ્રયી પરાવર્તમાન છે. અને શેષ ગતિ આદિ પ્રવૃતિઓ બંધ અને ઉદય એ બંનેમાં પરસ્પર વિરોધી હોવાથી સ્વજાતીય પ્રકૃતિના બંધ અને ઉદય એ બંનેને રોકીને બંધ અને ઉદયને પ્રાપ્ત થાય છે માટે બંધ ઉદય બંનેમાં પરાવર્તમાન છે.
હવે વિપાકને આશ્રયી પ્રકૃતિઓ ચાર પ્રકારે છે એમ જે કહ્યું, તેનું વ્યાખ્યાન કરતાં કહે છે –
दुविहा विवागओ पुण हेउविवागाओ रसविवागाओ एक्केक्कावि य चव्हा जओ च सद्दो विगप्पेणं ॥४४॥ द्विविधा विपाकतः पुनः हेतुविपाकाः रसविपाकाः ।
एकैकाऽपि च चतुर्द्धा यतश्च शब्दो विकल्पेन ॥४४॥ અર્થ_વિપાકને આશ્રયી પ્રકૃતિઓ બે પ્રકારે છે : ૧. હેતુવિપાકા, ૨. રવિપાકા અને એક એક ચાર પ્રકારે છે. જો કે વિપાકને આશ્રયી પ્રકૃતિઓ બે પ્રકારે છે એમ દ્વાર ગાથામાં કહ્યું નથી તો પછી અહીં ક્યાંથી કહ્યું? તેના ઉત્તરમાં કહે છે કે દ્વારગાથામાં અંતે ગ્રહણ કરેલ “ચ” શબ્દ વિકલ્પ અર્થવાળો હોવાથી કહ્યું છે.
ટીકાનુ–વિપાકને આશ્રયી પ્રકૃતિઓ બે પ્રકારે છે : ૧. હેતુવિપાકા, અને ૨. રવિપાકા. તેમાં પુદ્ગલાદિ રૂપ હેતુને આશ્રયી જે પ્રકૃતિઓનો વિપાક-ફળાનુભવ થતો હોય તે પ્રકૃતિઓ હેતુવિપાકા કહેવાય તથા રસને આશ્રયીને એટલે રસની મુખ્યતાએ નિર્દિશ્યમાન વિપાક જે પ્રકૃતિઓનો હોય તે પ્રકૃતિઓ રસવિપાકા કહેવાય છે.
વળી તે એક એક ચાર પ્રકારે છે. તેમાં પુગલ, ક્ષેત્ર, ભવ અને જીવરૂપ હેતુના ભેદ ચાર પ્રકારે હેતુવિપાકા છે. તે આ પ્રમાણે–પુગલવિપાકા, ક્ષેત્રવિપાકા, ભવવિપાકા અને જીવવિપાકા. તે ચારેનું સ્વરૂપ તથા પ્રકૃતિઓ પહેલાં કહી ગયા છે.
તથા ચાર, ત્રણ, બે અને એકસ્થાનક રસના ભેદે ચાર પ્રકારે રવિપાકા પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે ચારસ્થાનક રસવાળી, ત્રણસ્થાનક રસવાળી, બેસ્થાનક રસવાળી, અને એકસ્થાનક રસવાળી. એકસ્થાનકાદિ રસના ભેદનું સ્વરૂપ તથા કઈ પ્રકૃતિઓનો કેટલો કેટલો રસ બંધાય છે તે પહેલાં કહેવાઈ ગયું છે.
અહીં શંકા કરે છે કે વિપાકને આશ્રયી પ્રકૃતિઓ બે પ્રકારે છે એ હકીકત દ્વારગાથામાં તો કહી નથી તો પછી અહીં કેમ તેનું વર્ણન કરો છો ? તેના ઉત્તરમાં કહે છે કે–ઉપરોક્ત શંકા અયોગ્ય છે, કારણ કે નથી કહી એ જ અસિદ્ધ છે. એ જ અસિદ્ધપણું બતાવે છે તારગાથા ચૌદમીમાં પ્રકૃતિ શબ્દ પછી જે “ચ” શબ્દ કહ્યો છે તે વિકલ્પ અર્થવાળો છે. તેથી તેનો અર્થ