________________
૩૩૦
પંચસંગ્રહ-૧
આ પ્રમાણે ઉદયહેતુઓ કહ્યા. હવે ઉદય આશ્રયી ધ્રુવવપણાનો વિચાર કરતાં
કહે છે—
अव्वोच्छिन्नो उदओ जाणं पगईण ता धुवोदइया । वोच्छिन्नो वि हु संभवइ जाण अधुवोदया ताओ ॥३७॥
अव्यवच्छिन्न उदयो यासां प्रकृतीनां ता ध्रुवोदयाः । व्यवच्छिन्नोऽपि हु सम्भवति यासामधुवोदयास्ताः ॥३७॥
અર્થ—જે પ્રકૃતિઓનો ઉદય અવ્યવચ્છિન્ન હોય તે ધ્રુવોદયી કહેવાય છે. અને વિચ્છિન્ન થવા છતાં પણ જે પ્રકૃતિઓના ઉદયનો સંભવ છે તે અવોદયી છે.
ટીકાનુ—જે કર્મપ્રકૃતિઓનો પોતાના ઉદયવિચ્છેદ કાળ પર્યંત નિરંતર ઉદય હોય તે મતિજ્ઞાનાવરણીયાદિ સત્તાવીસ પ્રકૃતિઓ ધ્રુવોદયિ છે. અને ઉદયવિચ્છેદ કાળ સુધીમાં ઉદયનો નાશ થવા છતા પણ ફરી તથાપ્રકારની દ્રવ્યાદિ સામગ્રીરૂપ હેતુને પ્રાપ્ત કરી જે પ્રકૃતિઓનો ઉદય થાય તે સાતાવેદનીયાદિ પંચાણુ પ્રકૃતિઓ અવોદયી કહેવાય છે. ૩૭ હવે સર્વઘાતિ, દેશઘાતિ, શુભ અને અશુભનું લક્ષણ કહે છે— असुभसुभत्तणघाइत्तणाई रसभेयओ मुणिज्जाहि । सविसयघायभेएण वावि घाइत्तणं नेयं ॥ ३८ ॥
अशुभशुभत्वघातित्वानि रसभेदतो मन्वीथाः ।
स्वविषयघातनभेदेन वापि घातित्वं ज्ञेयम् ॥३८॥
અર્થ—અશુભપણું, શુભપણું, અને ઘાતિપણું, રસના ભેદે તું જાણ, અથવા પોતાના વિષયને ઘાત કરવાના ભેદે ઘાતિપણું જાણવું.
ટીકાનુ—કર્મપ્રકૃતિઓમાં અશુભપણું, શુભપણું, તથા સર્વ અને દેશના ભેદે ઘાતિપણું રસના ભેદે છે, એમ તું સમજ. એટલે કે સર્વઘાતિપણું, દેશઘાતિપણું, અને શુભાશુભપણું એ અધ્યવસાયને અનુસરી કર્મપ્રકૃતિઓમાં પહેલા રસને આશ્રયી છે એમ તું સમજ. તે આ પ્રકારે— જે કર્મપ્રકૃતિઓ વિપાકમાં અત્યંત કટુક રસવાળી હોય તે અશુભ કહેવાય. અને જે પ્રકૃતિઓ જીવને પ્રમોદ-આનંદ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પ્રકૃતિઓ શુભ કહેવાય, તથા જે કર્મપ્રકૃતિઓ સર્વઘાતિ રસસ્પÁક યુક્ત હોય તે સર્વઘાતિ કહેવાય, અને જે કર્મપ્રકૃતિઓ દેશઘાતિ રસસ્પર્ધકયુક્ત હોય તે દેશઘાતિ કહેવાય.
હવે પ્રકારાંતરે સર્વઘાતિપણું અને દેશઘાતિપણું બતાવે છે—જે કર્મ આત્માના જે ગુણને દબાવે તે તેનો વિષય કહેવાય. જે કર્મપ્રકૃતિઓ જ્ઞાનાદિરૂપ પોતાના વિષયને સર્વથા પ્રકારે ઘાત કરે તે સર્વઘાતિ. અને જે પ્રકૃતિઓ પોતાના વિષયના એક દેશને ઘાત કરે તે દેશાતિ કહેવાય છે, આ સંબંધમાં પહેલાં વિચાર કરી ગયા છે, માટે અહીં ફરી વિચાર કરતા નથી. ૩૮
પૂર્વની ગાથામાં રસના ભેદે સર્વ દેશઘાતિ પ્રકૃતિઓ કહી. આ ગાથામાં સર્વાતિ અને