Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયાર
૩૧૭
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રસ બાદર પર્યાપ્ત ઇત્યાદિ, ઉચ્ચ ગોત્રના ઉદયે આ ક્ષત્રિયનો પુત્ર છે એ શેઠનો છોકરો છે એ પ્રકારે પ્રશંસાગર્ભ વ્યપદેશ, અને નીચ ગોત્રના ઉદયે આ વેશ્યાપુત્ર છે, આ ચાંડાલ છે ઇત્યાદિરૂપે નિંદાગર્ભ વ્યપદેશ, અને અંતરાયના ઉદયે અદાતા, અલાભિ, અભોગિ, ઈત્યાદિ અનેકરૂપે આત્માનો વ્યપદેશ થાય છે. એટલે કે જેવા જેવા પ્રકારના કર્મનો ઉદય હોય તેને અનુસરી આત્માનો વ્યપદેશ થાય છે. હવે પારિણામિક ભાવના સંબંધમાં વિશેષ પ્રતિપાદન કરવા માટે કહે છે
नाणंतरायदंसणवेयणियाणं तु भंगया दोन्नि । साइसपज्जवसाणोवि होइ सेसाण परिणामो ॥२७॥ ज्ञानान्तरायदर्शनवेदनीयानां तु भङ्गको द्वौ ।
सादिसपर्यवसानोऽपि भवति शेषाणां पारिणामिकः ॥२७॥ અર્થ—જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણી અને વેદનીય કર્મમાં બે ભાંગા હોય છે, અને શેષ કર્મમાં સાદિ સપર્યવસાન ભંગ પણ હોય છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય અને વેદનીય કર્મમાં પ્રવાહની અપેક્ષાએ સામાન્યરૂપે પારિણામિક ભાવનો વિચાર કરતાં બે ભાંગા ઘટે છે. તે આ પ્રમાણે— અનાદિ અનંત, અને અનાદિસાંત, તેમાં ભવ્ય આશ્રયી અનાદિ સાંત, તે આ પ્રમાણે–જીવ અને કર્મનો પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી સંબંધ છે માટે આદિનો અભાવ હોવાથી અનાદિ, અને મુક્તિગમન સમયે કર્મના સંબંધનો નાશ થતો હોવાથી સાંત, આ રીતે ભવ્યને અનાદિ સાંત ભાંગો ઘટે છે. અભવ્ય આશ્રયી અનાદિ અનંત. તેમાં અનાદિ સંબંધ ભવ્ય આશ્રયી જેમ વિચાર કર્યો છે તેમ અહીં પણ સમજી લેવું. અને કોઈ કાળે કર્મના સંબંધનો નાશ થવાનો નહિ હોવાથી અનંત એ પ્રમાણે અભવ્ય આશ્રયી અનાદિ અનંત ભાંગો ઘટે છે. ઉપરોક્ત ચાર કર્મમાં સાદિ સાંત ભંગ ઘટતો નથી, કારણ કે એ ચાર કર્મમાંહેના કોઈ પણ કર્મની કે તેની ઉત્તર પ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરી સત્તા થતી નથી.
શેષ મોહનીય, આયુ, નામ અને ગોત્રનો પરિણામ સાદિ સાંત પણ હોય છે. “અપિ” શબ્દથી અનાદિ અનંત અને અનાદિ સાંત એ બે ભંગ પણ ઘટે છે. ગાથાના પૂર્વાર્ધમાં ગ્રહણ કરેલ ‘તુ' શબ્દ ભિન્ન ક્રમવાળો હોવાથી ઉત્તરાર્ધમાં “સેસાણ' એ પદની પછી તેની યોજના કરવી. તે “તુ' શબ્દ વિશેષ અર્થનો સૂચક હોવાથી આ પ્રમાણે વિશેષ અર્થ જણાવે છે– મોહનીય, આયુ નામ અને ગોત્રકર્મની કેટલીક ઉત્તર પ્રવૃતિઓ આશ્રયીને જ સાદિસાંતરૂપ ત્રીજો ભંગ ઘટે છે. અને કેટલીક ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી તો પૂર્વોક્ત અનાદિ અનંત અને અનાદિસાંત એ બે ભંગ જ ઘટે છે. તેમાં પ્રકૃતિઓની સત્તા જ ન હોય અને સત્તામાં પ્રાપ્ત થાય, અગર જે પ્રકૃતિઓ સત્તાનો નાશ થયા પછી ફરી તેઓની સત્તા થાય તેમાં જ સાદિ સાંતરૂપ ત્રીજો ભંગ ઘટે છે. તે સિવાયની અન્ય પ્રકૃતિઓમાં અનાદિઅનંત અને અનાદિસાંત એ બે ભંગ ઘટે છે, અને તે બે ભંગ પૂર્વે અભવ્ય અને ભવ્ય આશ્રયી કહ્યા તે પ્રમાણે સમજવા.