Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
હવે કઈ પ્રકૃતિઓ આશ્રયી સાદિસાંત ભંગ ઘટે છે તે કહે છે—ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયની સત્તાનો સંભવ છે. એ રીતે પંચેન્દ્રિયપણું જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વૈક્રિયષટ્કની, સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે તીર્થંકર નામકર્મની, અને સંયમ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આહારકગ્નિકની સત્તાનો સંભવ છે, માટે તે પ્રકૃતિઓમાં સાદિસાંત એ ભંગ ઘટે છે. તથા અનંતાનુબંધિ, મનુષ્યદ્વિક, ઉચ્ચ ગોત્ર આદિ ઉદ્ગલનયોગ્ય પ્રકૃતિઓની ઉદ્ગલના થયા પછી ફરી પણ બંધનો સંભવ હોવાથી તે પ્રકૃતિઓ સત્તામાં આવે છે, માટે તેમાં સાદિસાંત ભંગ ઘટે છે. આયુ કર્મની પ્રકૃતિઓમાં તે તે પ્રકૃતિઓ અનુક્રમે સત્તામાં પ્રાપ્ત થતી હોવાથી સાદિસાંત ભંગ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે ઉપર કહી તેટલી પ્રકૃતિઓમાં જ સાદિસાંત ભંગ ઘટે છે.
૩૧૮
અપ્રત્યાખ્યાન ક્રોધાદિ, ઔદારિકશરીરાદિ, અને નીચ ગોત્ર રૂપ પ્રકૃતિઓ કે જેની સત્તાનો નાશ થયા પછી ફરી સત્તામાં આવતી નથી તે પ્રકૃતિઓ આશ્રયી ભવ્યોને અનાદિસાંત . અને અભવ્યને અનાદિઅનંત એ બે જ ભંગ ઘટે છે. ઉત્તર પ્રકૃતિઓ આશ્રયી તો આ પ્રમાણે સમજવું. અને જ્યારે મૂળ કર્મ આશ્રયી દરેકનો વિચાર કરીએ ત્યારે તો અનાદિ અનંત અને અનાદિસાંત એ બે જ ભંગ જ ઘટે છે, કારણ કે મૂળકર્મની સત્તાનો નાશ થયા પછી ફરી તેઓ
સત્તામાં આવતા જ નથી. ૨૭
પ્રશ્ન—કર્મોનો ક્ષયોપશમ તેઓનો ઉદય હોય ત્યારે થાય છે ? કે ઉદય ન હોય ત્યારે ?
ઉદય હોય ત્યારે છે એમ કહેતા હો તો એ યુક્ત નથી, કેમ કે વિરોધ આવે છે. તે આ પ્રમાણે— ક્ષાયોપશમિકભાવ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશનો ક્ષય થવાથી અને ઉદય અપ્રાપ્ત અંશનો વિપાકોદયના રોકાવારૂપ ઉપશમ થવાથી ઉત્પન્ન થાય છે, અન્યથા થતો નથી. જો ઉદય હોય તો ક્ષયોપશમ કેમ હોઈ શકે ? અને જો ક્ષયોપશમ હોય તો ઉદય કેમ હોઈ શકે ? હવે અનુદય એટલે કર્મનો ઉદય ન હોય ત્યારે ક્ષયોપશમ થાય છે, એમ કહેતા હો તો તે પણ અયુક્ત છે. કારણ કે ઉદયનો અભાવ હોવાથી જ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થવા રૂપ ઇષ્ટ ફળ સિદ્ધ થાય છે. કેમ કે ઉદયપ્રાપ્ત કર્મો જ આત્માના ગુણોને દબાવે છે, પણ જેનો ઉદય નથી એ કંઈ ગુણના રોધક થતા નથી. તો પછી ક્ષયોપશમ થવાથી વિશેષ શું ? મતિજ્ઞાનાવરણીયાદિ કર્મનો ઉદય નહિ હોવાથી જ મતિજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થશે તો પછી ક્ષાયોપશમિક ભાવની કલ્પના શા માટે કરવી ? ક્ષાયોપશમિક ભાવની કલ્પના નકામી છે.
ઉત્તર—ઉદય હોય ત્યારે ક્ષાયોપશમિક ભાવ થાય છે, તેમાં કંઈ જ વિરોધ નથી. જે માટે કહ્યું છે—‘ઉદય છતાં અનેક ભેદે ક્ષયોપશમ થાય છે. તેમાં કંઈ વિરોધ નથી. જો ઉદય છતાં ક્ષાયોપશમિક ભાવ પ્રવર્તે તો ત્રણ કર્મમાં જ પ્રવર્તે છે, અને મોહનીયકર્મમાં પ્રદેશોદય છતાં જ ક્ષાયોપશમિકભાવ પ્રવર્તે છે.’ અહીં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી તેઓ ધ્રુવોદયી છે. તેથી તેઓનો ઉદય છતાં જ ક્ષયોપશમ ઘટે છે, પરંતુ અનુદયે નહિ. કારણ કે ઉદય ન હોય ત્યારે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો જ સંભવ નથી. માટે ઉદય છતાં જ ક્ષાયોપશમિકભાવ હોય તેમાં કંઈ વિરોધ નથી.
વળી ‘જો ઉદય હોય તો ક્ષયોપશમ કેમ હોઈ શકે ?' એ પ્રકારે જે વિરોધ ઉપસ્થિત