Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયાર
૩૨૧
ખીર આદિનો સ્વાભાવિક–જેવો હોય તેવો ને તેવો જ રસ તે એકસ્થાનક–મંદ કહેવાય છે. બે ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે બેસ્થાનક-તીવ્રરસ કહેવાય છે. ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ત્રણસ્થાનક-તીવ્રરસ કહેવાય છે. અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ચારસ્થાનકતીવ્રતમરસ કહેવાય છે.
. એક સ્થાનક રસનાં પણ બિંદુ, ચળ, પસલી, અંજલિ, કરક, ઘડો, અને દ્રોણાદિ પ્રમાણ પાણી નાખવાથી મંદ અતિમંદ આદિ અનેક ભેદો થાય છે. એ પ્રમાણે બેસ્થાનક આદિના પણ અનેક ભેદો થાય છે. આ દષ્ટાંતે કર્મમાં પણ ચતુઃસ્થાનકાદિ રસ અને તે દરેકના અનંતભેદો સમજી લેવા.'
તથા એકસ્થાનક રસથી બે સ્થાનક રસ અનંતગુણ છે, તેનાથી ત્રણ સ્થાનક રસ અનંતગુણ છે, અને તેનાથી ચારસ્થાનક રસ અનંતગુણ તીવ્ર છે. આગળ ઉપર કહેશે કે એકસ્થાનક રસથી દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંત અનંત ગુણ તીવ્ર છે.”
તેમાં સર્વઘાતિ પ્રકૃતિઓના ચતુઃસ્થાનક રસ પદ્ધકો ત્રિસ્થાનેક રસસ્પદ્ધકો અને બે સ્થાનક રસ સ્પર્બેકો સર્વઘાતિ જ છે, અને દેશઘાતિ પ્રકૃતિઓના મિશ્ર છે. એટલે કે કેટલાક સર્વઘાતિ છે, કેટલાક દેશઘાતિ છે. અને એકસ્થાનક રસસ્પદ્ધકો સઘળા દેશઘાતિ જ છે. એકસ્થાનક રસસ્પદ્ધકો દેશવાતિ પ્રકૃતિઓના જ સંભવે છે, સર્વવાતિ પ્રકૃતિઓના સંભવતા નથી. ૨૮
આ પ્રમાણે રૂદ્ધકોનો વિચાર કર્યો. હવે જેવી રીતે ઔદયિકભાવ શુદ્ધ હોય છે, અને જે રીતે ક્ષયોપશમભાવ યુક્ત હોય છે, તે દેખાડે છે–
निहएसु सव्वघाइरसेसु फक्केसु देसघाईणं । जीवस्स गुणा जायंति ओहिमणचक्खुमाईया ॥२९॥ निहतेषु सर्वघातिरसेषु स्पर्द्धकेषु देशघातिनीनाम् ।
जीवस्य गुणा जायन्ते अवधिमनश्चक्षुरादयः ॥२९॥ અર્થ—દેશઘાતિ પ્રકૃતિઓના સર્વઘાતિ રસસ્પદ્ધકો નિહત થાય ત્યારે જીવને અવધિ અને
૧. અતિમંદ રસથી આરંભી ક્રમશઃ ચડતા ચડતા રસના અનંત ભેદો થાય છે. તેને જ્ઞાની મહારાજે ચાર ભેદમાં વહેંચી નાંખ્યા છે. અતિમંદથી અમુક હદ સુધીના અનંતભેદો એક સ્થાનકમાં, છે ત્યારપછીના ક્રમશઃ ચડતા ચડતા અનંતભેદો બે સ્થાનકમાં, ત્યારપછીના અનંતભેદો ત્રિસ્થાનકમાં, અને ત્યારપછીના અનંતભેદો ચતુઃસ્થાનકમાં સમાવ્યા છે. એટલે રસના એકસ્થાનકાદિ ચાર ભેદો કહ્યા છે. પાંચ સ્થાનકાદિ ભેદ ન કરતાં ચારમાં જ સમાવેશ કર્યો. તેનું કારણ કષાય ચાર છે એ છે. રસબંધમાં કારણ કષાયો છે, કષાય ચાર છે એટલે રસના અનંતભેદોનો ચારમાં સમાવેશ કર્યો છે.
૨. કર્મવર્ગણાઓમાં કષાયોદયજન્ય અધ્યવસાય વડે ઉત્પન્ન થયેલી જ્ઞાનાદિ ગુણોને આવરવાની અને સુખદુઃખાદિ ઉત્પન્ન કરવાની શક્તિને રસ કહે છે. ઓછામાં ઓછા કષાયોદયથી આરંભી વધારેમાં વધારે કષાયોદયથી ઉત્પન્ન થયેલ રસને ચાર ભાગમાં વહેંચી નાખ્યા છે. ૧. મંદ, ૨. તીવ્ર, ૩, તીવ્રતર, ૪. તીવ્રતમ, તેને જ એક સ્થાનકાદિ સંજ્ઞા આપી છે. તે દરેકના મંદ તીવ્ર આદિ અનંતભેદ થાય છે પંચ૦૧-૪૧