Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૦
પંચસંગ્રહ-૧ થઈ શકે છે. તેમાં કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયનો તો ક્ષયોપશમ થતો જ નથી, કારણ કે તે ક્ષાયિકભાવની છે.
તથા દેશઘાતિની પ્રકૃતિઓનો રસોદય હોય ત્યારે જ તે ગુણને દબાવનારી થાય છે, પ્રદેશોદય હોય ત્યારે નહિ. અને સર્વઘાતિની પ્રકૃતિઓનો પ્રદેશોદય પણ કંઈક અંશે વિઘાત કરનાર હોય છે. ૨૭
અહીં પ્રકૃતિઓમાં ઔદયિકભાવ બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે–શુદ્ધ અને ક્ષાયોપથમિકભાવયુક્ત. એના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે પહેલાં સ્પર્ધ્વકની પ્રરૂપણા કરે છે–
चउतिट्ठाणरसाइं सव्वघाईणि होति फड्डाइं । दुट्ठाणियाणि मीसाणि देसघाईणि सेसाणि ॥२८॥ चतुस्त्रिस्थानरसानि सर्वघातीनि भवन्ति स्पर्द्धकानि ।
द्विस्थानकानि मिश्राणि देशघातीति शेषाणि ॥२८॥
અર્થ ચાર સ્થાનિક અને ત્રણ સ્થાનક રસવાળા સઘળા સ્પર્ધકો સર્વઘાતિ છે, બે સ્થાનક રસવાળા મિશ્ર છે, અને શેષ સ્પદ્ધકો દેશઘાતિ છે.
ટીકાનું–રસસ્પદ્ધકનું સ્વરૂપ કર્મપ્રકૃતિ સંગ્રહમાં બંધન કરણના અધિકારમાં અનુભાગબંધનું સ્વરૂપ કહેવાના પ્રસંગે કહેશે. તે સ્પર્ખકો તીવ્રમંદાદિ રસના ભેદે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–એકસ્થાનક, ક્રિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક
રસમાં એકસ્થાનકપણું, બેસ્થાનકપણું એ શું છે? તે પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે શુભ પ્રકૃતિઓનો ખીર અને ખાંડના રસની ઉપમાવાળો મિષ્ટ રસ છે, એ અશુભપ્રકૃતિઓનો લીંબડો અને કડવા પટોળના રસની ઉપમાવાળો કડવો રસ છે. આગળ ઉપર આ જ હકીકત કહેશે કે—કડવા તુરીયા અને લીંબડાની ઉપમાવાળો અશુભપ્રકૃતિઓનો તથા ખીર અને ખાંડની ઉપમાવાળો શુભ પ્રકૃતિઓનો રસ છે.
કરવો અને સત્તાગત દલિકોને અધ્યવસાયાનુસાર હીનશક્તિવાળા કરી સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મૂકવાં. પહેલો અર્થ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં લાગુ થાય છે. તેઓનાં ઉદયપ્રાપ્ત દલિકોને ક્ષય કરે છે અને સત્તાગત દલિકોને પરિણામોનુસાર હીનશક્તિવાળાં કરી તેનો સ્વરૂપે અનુભવ કરે છે. સ્વરૂપે અનુભવ કરવા છતાં પણ તે ગુણના વિઘાતક થતા નથી, કારણ કે તેમાંથી શક્તિ ઓછી કરેલી છે. તેથી હવે તે પુદ્ગલોમાં જેટલા પ્રમાણમાં શક્તિ છે તે પ્રમાણમાં ગુણને દબાવે છે. અને જેટલા પ્રમાણમાં શક્તિ ઓછી કરી તેટલા પ્રમાણમાં ગુણ પ્રકટ થાય છે. મોહનીયકર્મમાં બીજો અર્થ લાગુ પડે છે. તેના ઉદયપ્રાપ્ત દલિકોનો ક્ષય કરી સત્તાગત દલિકોમાંથી પરિણામોનુસાર હીનશક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેનો સ્વરૂપે ઉદય ન થાય, જેમ કે મિથ્યાત્વ અને અનંતાબંધિ આદિ બાર કષાયોનાં ઉદયપ્રાપ્ત દલિકોનો ક્ષય કરી સત્તાગત દલિકોને હીનશક્તિવાળાં કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેનો સ્વરૂપે ઉદય ન થાય ત્યારે સમ્યક્તાદિ ગુણો પ્રગટ થાય છે. જ્યાં સુધી આ પ્રવૃતિઓનો રસોદય હોય
ત્યાં સુધી સ્વાવાર્ય ગુણને પ્રગટ થવા દેતા નથી કેમ કે તે સઘળી પ્રવૃતિઓ સર્વઘાતિની છે. મોહનીયકર્મની દેશઘાતિની પ્રવૃતિઓમાં પહેલો અર્થ જ લાગુ થાય છે.