Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૪
પંચસંગ્રહ-૧
આત્માને પણ વૈક્રિયનામકર્મ, તૈજસ શરીર, પંચેન્દ્રિયજાતિ વગેરે શુભ પ્રવૃતિઓ બંધમાં આવે છે. માટે તેના રસસ્થાનનો જરૂર વિચાર કરવો જોઈએ. તેના ઉત્તરમાં કહે છે કે નરકગતિ પ્રાયોગ્ય બાંધતા અતિસંક્લિષ્ટ પરિણામી આત્માનો પણ તથાસ્વભાવે તે પ્રકૃતિઓનો બેઠાણિયો રસબંધ જ થાય છે. પુણ્ય પ્રકૃતિઓનો એકઠાણિઓ રસબંધ જ થતો નથી. આ વસ્તુને આચાર્ય મહારાજ સ્વયમેવ જ આગળ ઉપર કહેશે. અહીં તો પ્રસંગને અનુસરીને જ કહ્યું છે.
આ રીતે શેષપ્રકૃતિઓના એક સ્થાનક રસબંધનો સંભવ નહિ હોવાથી ઠીક જ કહ્યું છે કે સત્તર સિવાયની શેષ પ્રકૃતિઓ બે, ત્રણ અને ચાર એમ ત્રિસ્થાન પરિણત છે. ૩૦
આ પ્રમાણે વિભાગ પૂર્વક પ્રકૃતિઓનાં રસસ્થાનકો કહ્યાં. હવે જે રસસ્થાનકો જે કષાયોથી બંધાય છે તે કહે છે
उप्पलभूमिवालुयजलरेहासरिससंपराएसुं । चउठाणाई असुभाण सेसयाणं तु वच्चासो ॥३१॥ उपलभूमिवालुकाजलरेखासदृशसंपरायैः ।
चतुःस्थानादयोऽशुभानां शेषकाणां तु व्यत्यासः ॥३१॥ અર્થ–પથ્થરમાં કરેલી રેખા, ભૂમિમાં કરેલી રેખા, રેતીમાં કરેલી રેખા અને જળમાં કરેલી રેખા સમાન કષાયો વડે અશુભ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનકાદિ રસબંધ થાય છે, અને શેષશુભ પ્રકૃતિઓનો વિપરીત થાય છે એમ સમજવું.
ટીકાનુ–અશુભ પ્રકૃતિઓના ચોઠાણિયા, ત્રણઠાણિયા, બેઠાણિયા અને એક ઠાણિયા રસનો બંધ અનુક્રમે પથ્થર, ભૂમિ, રેતી અને જળમાં કરેલી રેખા સમાન કષાયો વડે બંધાય છે. એટલે કે પથ્થરમાં કરેલી રેખા સરખા અનંતાનુબંધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિઓનો ચોઠાણિયો રસબંધ થાય છે. સૂર્યના તાપ વડે સુકાયેલા તળાવમાં પડેલી રેખા સરખા અપ્રત્યાખ્યાનાવરણીય કષાય વડે ત્રણઠાણિયો રસબંધ થાય છે. રેતીના સમૂહમાં પડેલી રેખા સરખા પ્રત્યાખ્યાનાવરણીય કષાય વડે બેઠાણિયો રસબંધ થાય છે. અને પાણીમાં કરેલી રેખા સરખા સંજવલન કષાય વડે એક સ્થાનક રસબંધ થાય છે.
ચોથા પદમાંનો ‘તુ' શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી પૂર્વોક્ત સત્તર પ્રવૃતિઓનો જ એકસ્થાનક રસબંધ થાય છે, સઘળી અશુભ પ્રકૃતિઓનો થતો નથી, એટલું વિશેષ સમજવું.
તથા શેષ શુભ પ્રકૃતિઓનો રસબંધ વિપરીત જાણવો. તે આ પ્રમાણે–પથ્થરમાં કરેલી રેખા સમાન કષાયના ઉદય વડે પુણ્ય પ્રકૃતિઓનો બેઠાણિયો રસબંધ, સૂર્યના તાપથી સુકાયેલ તળાવમાં પડેલી રેખા સરખા કષાય વડે ત્રણ ઠાણિયો અને રેતીમાં કરેલી સરખા તથા પાણીમાં કરેલી રેખા સરખા કષાયો વડે ચોઠાણિયો રસબંધ થાય છે. એટલું વિશેષ છે કે સંજ્વલન કષાયો વડે તીવ્ર ચોઠાણિયો રસ બંધાય છે.
રસબંધનો આધાર કષાય પર છે. જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ પાપપ્રકૃતિઓમાં રસબંધની તીવ્રતા અને પુણ્યપ્રકૃતિઓના રસબંધની મંદતા તથા જેમ જેમ કષાયની મંદતા તેમ