Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
૩૨૫
તેમ પાપપ્રકૃતિઓના રસબંધમાં મંદતા અને પુણ્યપ્રકૃતિઓના રસબંધમાં તીવ્રતા થાય છે. ગમે તેવા સંક્લિષ્ટ પરિણામ થવા છતાં જીવસ્વભાવે પુણ્ય પ્રકૃતિઓનો બેઠાણિયો રસબંધ જ થાય છે, એકઠાણિયો રસબંધ થતો જ નથી. આત્મા સ્વભાવે નિર્મળ છે. સંક્લિષ્ટ પરિણામની તેના ઉપર ગમે તેટલી અસર થાય છતાં એટલી નિર્મળતા રહે છે કે જે વડે પુણ્ય પ્રકૃતિઓ ઓછામાં ઓછી બેઠારિયા રસે જ બંધાય છે. ૩૧ હવે શુભાશુભ પ્રકૃતિઓના રસના સ્વરૂપને જ ઉપમા દ્વારા પ્રરૂપે છે
घोसाडइ निबुवमो असुभाण सुभाण खीरखंडुवमो । एगट्ठाणो उ रसो अणंतगुणिया कमेणियरे ॥३२॥ घोषातकीनिम्बोपमोऽशुभानां शुभानां क्षीरखण्डोपमः ।
एकस्थानस्तु रसोऽनन्तगुणिताः क्रमेणेतरे ॥३२॥ અર્થ-અશુભ પ્રકૃતિઓનો એકઠાણિયો રસ ઘોષાતકી અને લીંબડાની ઉપમાવાળો છે, અને શુભ પ્રકૃતિઓનો ખીર અને ખાંડની ઉપમાવાળો છે. તે એક સ્થાનક રસથી ઇતર દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણ સમજવા.
ટીકાનુ અશુભ પ્રકૃતિઓનો એકઠાણિયો રસ ઘોષાતકી-કડવા તુરીયા અને લીંબડાના રસની ઉપમાવાળો અને વિપાકમાં અતિ કડવો હોય છે. તથા શુભ પ્રકૃતિઓનો એકસ્થાનક રસના જેવો શરૂઆતનો બેઠાણિયો રસ ખીર અને ખાંડના રસની ઉપમાવાળો, ચિત્તની અત્યંત પ્રસન્નતાનું કારણ અને વિપાકમાં મિષ્ટ હોય છે.
શુભ પ્રકૃતિઓનો એકસ્થાનક રસ હોતો નથી એ પહેલાં જ કહ્યું છે. એ હેતુથી જો કે ગામાં શુભ અશુભ બંનેમાં એક સ્થાનક રસ એ પ્રમાણે સામાન્યતઃ કહ્યું છે. છતાં શુભ પ્રકૃતિઓમાં એક સ્થાનક રસની તુલ્ય પ્રાથમિક બેઠાણિયો રસ એકસ્થાનક શબ્દથી કહેલો છે એમ
સમજવું.
તથા તે એકસ્થાનક રસથી ઇતર દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણા સમજવા. તે આ પ્રમાણે એકસ્થાનક રસથી કિસ્થાનક રસ અનંતગુણ તીવ્ર સમજવો. તેનાથી ત્રિસ્થાનક રસ અનંતગુણ તીવ્ર સમજવો. અને તેનાથી ચતુઃસ્થાનક રસ અનંતગુણ તીવ્ર સમજવો. તાત્પર્ય એ કે–એકસ્થાનક રસના પણ મંદ અતિમંદાદિ અનંત ભેદ થાય છે. એમ દ્રિસ્થાનકાદિ દરેકના પણ અનંત ભેદ થાય છે. એ પહેલાં સવિસ્તર કહ્યું છે. " તેમાં અશુભ પ્રકૃતિઓનો જે સર્વજઘન્ય એકસ્થાનક રસ છે તે લીંબડો અને ઘોષાતકીના સ્વાભાવિક રસની ઉપમાવાળો છે, અને જે શુભ પ્રકૃતિઓનો સર્વજઘન્ય બેઠાણિયો રસ છે તે ખીર અને ખાંડના સ્વાભાવિક રસની ઉપમાવાળો છે. શેષ અશુભ પ્રવૃતિઓના એકસ્થાનક રસયુક્ત જે સ્પદ્ધકો છે અને શુભ પ્રકૃતિઓના દ્રિસ્થાનક રસયુક્ત જે સ્પદ્ધકો છે તે અનુક્રમે અનંતગુણ શક્તિવાળા છે એ એમ સમજવું. તેનાથી પણ અશુભપ્રકૃતિઓનાં દ્રિસ્થાન, ત્રિસ્થાન અને ચતુઃસ્થાનક રસવાળા સ્પર્ધકો, અને શુભ પ્રકૃતિઓના ત્રણ અને ચાર સ્થાનક રસવાળા