Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૨
પંચસંગ્રહ-૧
મન:પર્યવ જ્ઞાનાદિ ગુણો ઉત્પન્ન થાય છે.
ટીકાનુ–અવધિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ કર્મપ્રકૃતિઓના સર્વઘાતિ રસસ્પદ્ધકો તથાપ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના બળ વડે નિહત–દેશાતિરૂપે પરિણામ પામે ત્યારે અને અતિસ્નિગ્ધ રસવાળા દેશઘાતિ રસસ્પદ્ધકો પણ અલ્પરસવાળા કરાય ત્યારે તેમાંના ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કેટલાક રસસ્પર્ધકનો ક્ષય થયે છતે અને શેષરૂદ્ધકોનો વિપાકોદયના રોકાવારૂપ ઉપશમ થયે છતે જીવને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને ચક્ષુર્દર્શનાદિ ક્ષયોપશમભાવના ગુણો ઉત્પન્ન થાય છે.
તાત્પર્ય એ કે–અવધિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ કર્મપ્રકૃતિઓના સર્વઘાતિ રસસ્પદ્ધકોનો જ્યારે રસોદય હોય ત્યારે તો કેવળ ઔદયિકભાવ જ હોય છે, ક્ષયોપશમભાવ હોતો નથી. કારણ કે સર્વઘાતિ રૂદ્ધકો સ્વાવાર્ય ગુણને સર્વથા દબાવે છે. પરંતુ જ્યારે દેશઘાતિ રસસ્પદ્ધકનો ઉદય હોય ત્યારે તે દેશઘાતિ સ્પદ્ધકોનો ઉદય હોવાથી ઔદયિકભાવ, અને કેટલાક દેશઘાતિરસસ્પદ્ધક સંબંધી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશનો ક્ષય થયે છતે અને અનુદિત અંશનો ઉપશમ થયે છતે ક્ષાયોપથમિક એમ બંને ભાવ હોવાથી ક્ષાયોપશમિકાનુવિદ્ધ-ક્ષાયોપશમિકભાવ યુક્ત ઔદયિકભાવ હોય છે.
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને અંતરાય એટલી કર્મપ્રકૃતિઓનો તો હંમેશાં દેશઘાતિ રસસ્પદ્ધકોનો ઉદય હોય છે. સર્વઘાતિ રસસ્પદ્ધકોનો ઉદય હોતો નથી તેથી તે કર્મપ્રકૃતિઓનો હંમેશાં ઔદયિક લાયોપથમિક' એમ મિશ્રભાવ હોય છે, કેવળ ઔદયિકભાવ હોતો નથી. ૨૯
અહીં પહેલાં રસના ચતુઃસ્થાનકાદિ ભેદો કહ્યા. હવે તે પ્રસંગને અનુસરી જે પ્રકૃતિઓના બંધ આશ્રયી જેટલા પ્રકારના રસસ્પદ્ધકો સંભવે છે, તે કહે છે
आवरणमसव्वग्धं पुंसंजलणंतरायपयडीओ । . चउट्ठाणपरिणयाओ दुतिचउठाणाओ सेसाओ ॥३०॥
आवरणमसर्वघ्नं पुंसंज्वलनान्तरायप्रकृतयः । રંતુ થાનપરિતા તિરિવાજાના શેષા: રૂ
૧. દેશઘાતિની સઘળી કર્મપ્રકૃતિઓ બંધાતી વખતે સર્વઘાતિ રસે જ બંધાય છે અને ઉદયમાં મતિશ્રુત જ્ઞાનાવરણ અચકુર્દર્શનાવરણ અને અંતરાય એટલી પ્રકૃતિઓનો હંમેશાં દેશઘાતિરસ જ હોય છે, અને શેષ પ્રકૃતિઓનો સર્વાતિ રસ પણ ઉદયમાં હોય છે, દેશઘાતિ પણ હોય છે. જયારે જ્યારે સર્વઘાતિ રસ ઉદયમાં હોય ત્યારે ત્યારે તે રસ સ્વાવાર્ય ગુણને સર્વથા દબાવતો હોવાથી ચક્ષુર્દર્શન, અવધિજ્ઞાનાદિ ગુણો ખુલ્લા હોતા નથી, દેશઘાતિ રસરૂદ્ધકનો ઉદય હોય ત્યારે જ ગુણો ઉઘાડા થાય છે. તેથી જયા સર્વઘાતિ રસસ્પદ્ધકનો ઉદય હોય ત્યારે કેવળ ઔદયિકભાવ જ પ્રવર્તે છે. તથા સર્વઘાતિ રસસ્પદ્ધકોને અધ્યવસાય વડે દેશઘાતિ રૂપે કરી અને તેને પણ હીન શક્તિવાળા કરે અને તેનો અનુભવ કરે ત્યારે ઔદયિક અને ક્ષયોપશમ એ બંને ભાવો પ્રવર્તે છે માટે ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ પ્રવર્તે છે એમ કહેવાય છે.