________________
પંચસંગ્રહ-૧
૩૧૦
ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ વિઘ્નપંચક તથા સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ સંજ્વલન ચતુષ્ક સઘળી મળી પચીસ પ્રકૃતિઓ દેશઘાતી છે.
દેશઘાતિ હોવાનું કારણ પૂર્વની ગાથામાં વિચારી ગયા છે. સર્વઘાતિ અને અઘાતિ પ્રકૃત્તિઓમાં આ દેશઘાતિરૂપ ત્રીજો પ્રકાર છે. મૂળદ્વારમાં તો માત્ર સર્વઘાતિ અને દેશઘાતિ એ બે જ ભેદ કહ્યા છે, તેથી આને ત્રીજો પ્રકાર કહે છે. ૧૯
આ પ્રમાણે સર્વઘાતિ દ્વાર કહ્યું. હવે પરાવર્તમાનદ્વા૨ કહે છે— नाणंतरायदंसणचउकं परघायतित्थउस्सासं ।
मिच्छभयकुच्छ धुवबंधिणीउ नामस्स अपरियत्ता ॥२०॥
ज्ञानान्तरायदर्शनचतुष्कं पराघाततीर्थोच्छ्वासम् ॥
मिथ्यात्वभयजुगुप्साः ध्रुवबन्धिन्यस्तु नाम्नोऽपरावर्त्ताः ॥२०॥
અર્થ—જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય ચતુષ્ક, પરાઘાત, તીર્થંકર, ઉચ્છ્વાસ, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા અને નામકર્મની ધ્રુવબંધિની પ્રકૃતિઓ એ અપરાવર્તમાન છે.
ટીકાનુ—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, પરાઘાતનામ, તીર્થંકરનામ, ઉચ્છ્વાસનામ, મિથ્યાત્વમોહનીય, ભય, જુગુપ્સા, મોહનીય, અગુરુલઘુ, નિર્માણ, તૈજસ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને કાર્યણ એ નામકર્મની નવ ધ્રુવબંધિની પ્રકૃતિઓ, સઘળી મળીને ઓગણત્રીસ પ્રકૃતિઓ બંધ અને ઉદય આશ્રયીને અપરાવર્તમાન છે.
કારણ કે આ પ્રકૃતિઓના બંધ ઉદય અથવા તે બંનેને બંધાતી કે ઉદય પ્રાપ્ત કોઈ પ્રકૃતિઓ રોકી શકતી નથી તેથી કોઈપણ પ્રકૃતિઓ વડે બંધ ઉદય રોકાયા વિના પોતાનો બંધ ઉદય બતાવે છે માટે તે અપરાવર્તમાન છે.
શેષ બંધ આશ્રયી ગણીએ તો એકાણું અને ઉદય આશ્રયી ગણીએ તો સમ્યક્ત્વ, મિશ્રમોહનીય સહિત ત્રાણું પ્રકૃતિઓ પરાવર્તમાન છે. કારણ કે તેઓમાંથી કેટલીકનો બંધ કેટલીકનો ઉદય અને કેટલીકના બંને બંધાતી કે અનુભવાતી અન્ય પ્રકૃતિઓ વડે રોકાય છે. ૨૦ પરાવર્તમાન દ્વાર કહ્યું. હવે શુભ અશુભ દ્વાર આશ્રયી કહે છે—
मणुयतिगं देवतिगं तिरियाऊसासअट्ठतणुयंगं । विहगइवण्णाइसुभं तसाइदसतित्थनिम्माणं ॥ २१ ॥ चउरंसउसभआयव पराघाय पर्णिदि अगुरुसाउच्चं । उज्जोयं च पसत्था सेसा बासीइ अपसत्था ॥ २२ ॥
मनुष्यत्रिकं देवत्रिकं तिर्यगायुरुच्छ्वासाष्टतन्वङ्गम् । विहायोगतिवर्णादिशुभं त्रसादिदशतीर्थनिर्माणम् ॥२१॥