Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૨
પંચસંગ્રહ-૧
કરવા છતાં તેઓનું વર્જન કર્યું છે. તથા ત્રણ અંગોપાંગ, ઉદ્યોત, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ, કાર્મણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અગુરુલઘુ એ બાર નામ ધુવોદયી, ઉપઘાત, પરાઘાત, પ્રત્યેક અને સાધારણ એ છત્રીસ પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે.
આ સઘળી પ્રવૃતિઓ પોતપોતાનો વિપાક-ફળ-શક્તિનો અનુભવ ઔદારિકાદિ નામ કર્મના ઉદયથી ગ્રહણ કરેલાં પુદ્ગલોમાં બતાવે છે. કેમ કે તેવા પ્રકારનો તેનો વિપાક સ્પષ્ટપણે જણાય છે. આ હેતુથી તે સઘળી પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે.
ભાવ આશ્રયી વિચાર કરતાં ઉપરોક્ત સઘળી પ્રકૃતિઓ ઔદયિક ભાવે છે. ઉદય એ જ ઔદયિક, તે છે સ્વભાવ જેઓનો તે પ્રકૃતિઓ ઔદયિક ભાવે કહેવાય છે. તાત્પર્ય એ કે ફળનો અનુભવ કરાવવા રૂપ સ્વભાવ જેઓનો હોય તે પ્રકૃતિઓ ઔદયિક ભાવે કહેવાય
જો કે સઘળી પ્રવૃતિઓ પોતાના ફળનો અનુભવ કરાવે જ છે. કારણ કે વિપાકનો જ્યાં વિચાર કરવામાં આવે ત્યાં ઔદયિકભાવ જ ઉપયોગી છે. કેમ કે ઉદય સિવાય વિપાક સંભવતો જ નથી. વિપાકનો અર્થ જ ફળનો અનુભવ છે. તેથી અહીં આ સઘળી પ્રવૃતિઓ ઔદયિક ભાવે છે એવું જે ગાથામાં વિશેષણ મૂક્યું છે તે માત્ર પ્રકૃતિઓનું સ્વરૂપ છે તેને કહેવા પૂરતું જ છે. વ્યવચ્છેદક-પૃથફ કરનાર નથી.
વળી આ વિશેષણ એવો નિર્ણય કરતું નથી કે આ પુગલવિપાકી પ્રકૃતિઓ ઔદયિક ભાવે જ છે, અન્ય ભાવે નથી. કારણ કે આગળ ઉપર તેમાં ક્ષાયિક અને પારિણામિક એ બે ભાવ પણ કહેવાશે. ૨૩ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ કહી. હવે ભવવિપાકી કર્મપ્રકૃતિઓ કહે છે.
आउ भवविवागीणि ।
आयूंषि भवविपाकीनि । અર્થ ચાર આયુ ભવવિપાકી છે. ટીકાનુ—ચારે ગતિના આયુ ભવવિપાકી છે.
જે કર્મપ્રકૃતિઓ નારકાદિરૂપ પોતપોતાને યોગ્ય ભવમાં ફળનો અનુભવ કરાવતી હોય તે કર્મપ્રકૃતિઓ ભવવિપાકી કહેવાય.
કારણ કે બે ભાગ આદિ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ જયાં સુધી પૂર્વભવનો ક્ષય થવા વડે ઉત્તર સ્વયોગ્ય ભવ પ્રાપ્ત થયો હોતો નથી ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી. માટે તે ભવવિપાકી છે. હવે ક્ષેત્રવિપાકી પ્રકૃતિઓ કહે છે.
खेत्तविवागणुपुव्वी ।
क्षेत्रविपाकिन्य आनुपूर्व्यः । અર્થ ચાર આનુપૂર્વી ક્ષેત્રવિપાકી છે.