________________
દ્વિતીયદ્વાર
॥શા એ ગાથાની વ્યાખ્યા—
આઠ વરસની નીચેની ઉંમરવાળા મનુષ્યો પરિભવનું ક્ષેત્ર હોય છે. બાલ્યાવસ્થા હોવાથી જે તે વડે પરિભવને પ્રાપ્ત થાય છે—જે તે વડે દબાઈ જાય છે. તથા ચારિત્રનો પરિણામ પણ આઠ વરસથી નીચેની ઉંમરવાળાને પ્રાયઃ થતો નથી.
वणी छम्मासि छसु जयं माउए समन्नियं वंदे' પ્રકારનું શાસ્ત્રમાં જે સૂત્ર કહ્યું છે તે તો કોઈ કાળે જ થનાર ભાવોને કથન કરનારું છે. તે હેતુથી આઠ વરસની નીચેની ઉંમરવાળાને તેઓ પરિભવનું સ્થાન હોવાથી તથા તેઓને ચારિત્ર પરિણામ થતો નહિ હોવાથી દીક્ષા અપાતી નથી.” ૪૩.
હવે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકનો એક જીવ આશ્રયી કાળ કહે છે— समयाओ अंतमुहू पमत्त अपमत्तयं भयंति मुणी । देसूण पुव्वकोडि अन्नोनं चिट्ठहि भयंता ॥४४॥
૧૮૧
समयादन्तर्मुहूर्त्तं प्रमत्तत्तामप्रमत्ततां भजन्ते मुनयः । देशोनां पूर्व्वकोटिमन्योन्यं तिष्ठन्ति भजन्तः ॥ ४४ ॥
અર્થ સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત પ્રમત્તપણાને અથવા અપ્રમત્તપણાને મુનિઓ સેવે છે. અને પરસ્પર એ બંને ગુણસ્થાનકને દેશોનપૂર્વ કોટિ પર્યંત સેવે છે.
ટીકાનુ—મુનિઓ પ્રમત્તપણામાં અથવા અપ્રમત્તપણામાં સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત રહે છે, ત્યારપછી પ્રમત્ત હોય તે અવશ્ય અપ્રમત્તે જાય અને અપ્રમત્ત હોય તે પ્રમત્તે જાય છે. તેથી પ્રમત્ત અને અપ્રમત્ત એ એક એકનો જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ છે. એને જ વિચારે છે.
પ્રમત્તમુનિઓ અથવા અપ્રમત્તમુનિઓ જઘન્યથી તે તે અવસ્થામાં એક સમય રહે છે. ત્યારપછી મરણનો સંભવ હોવાથી અવિરતિપણામાં જાય છે. અહીં જઘન્યથી સમયનો કાળ મરનાર આશ્રયીને જ ઘટે છે. મરણ ન પામે તો અંતર્મુહૂર્તનો જ કાળ હોય છે. તથા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ છે. ત્યારપછી અવશ્ય પ્રમત્તને અપ્રમત્તપણું, દેશવિરતિપણું અથવા મરણ થાય છે. અને અપ્રમત્તને પ્રમત્તપણું કોઈપણ શ્રેણિ અથવા દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે.
હવે અહીં શંકા થાય છે કે—અંતર્મુહૂર્ત પછી પ્રમત્ત ગુણસ્થાનકેથી અપ્રમત્ત ગુણસ્થાનકે જાય અને અપ્રમત્ત ગુણસ્થાનકેથી પ્રમત્ત ગુણસ્થાનકે જાય એ કેમ જાણી શકાય ? શા માટે દેશવિરતિ આદિની જેમ દીર્ઘકાળ પર્યંત એ બે ગુણસ્થાનક ન હોય ?
એ શંકાનો ઉત્તર આપતાં જણાવે છે કે—જે સંક્લેશ સ્થાનકોમાં' વર્તતો મુનિ પ્રમત્ત હોય છે, અને જે વિશુદ્ધિ સ્થાનકોમાં વર્તતો મુનિ અપ્રમત્ત હોય છે, તે સંક્લેશ અને વિશુદ્ધિનાં
૧. અહીં જે સંક્લેશ સ્થાનકો કહ્યાં તે અપ્રમત્તની અપેક્ષાએ સમજવાં, દેશવિરતિની અપેક્ષાએ તો તે સઘળાં વિશુદ્ધિસ્થાનકો જ છે.