________________
દ્વિતીયાર
૨૧૧
નિર્ગમન કરી ઉત્પન્ન થાય છે.
જીવાભિગમ સૂત્રમાં તો ભવનપતિથી આરંભી સહસ્રાર દેવલોક સુધીના દેવોમાં જઘન્ય અંતર અંતર્મુહૂર્ત કહ્યું છે અને આનતકલ્પથી આરંભી સર્વાર્થસિદ્ધ મહાવિમાન વર્જી શેષ વિજયાદિ ચાર વિમાન સુધીના દેવોમાં વર્ષપૃથક્વે કહ્યું છે. તથા ઉત્કૃષ્ટ અંતર રૈવેયક સુધીના દેવોમાં વનસ્પતિનો અસંખ્યયુગલ પરાવર્તનરૂપ કાળ અને વિજયાદિ ચારમાં સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કાળ કહ્યો છે.
તે ગ્રંથના પાઠનો અર્થ આ પ્રમાણે “ભવનપતિથી આરંભી સહસ્રાર સુધીના દેવપુરુષોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિનો કાયસ્થિતિકાળ છે. હે પ્રભો ! આનતદેવ પુરુષોમાં કેટલું અંતર છે? હે ગૌતમ ! જઘન્ય વર્ષપૃથક્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિનો કાયસ્થિતિકાળ છે. એ પ્રમાણે રૈવેયક દેવોમાં પણ છે. અનુત્તરૌપપાતિક દેવોમાં જઘન્ય અંતર વર્ષ પૃથક્વ, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમ છે.” તત્ત્વ કેવળી મહારાજ જાણે.
નરકોમાં પણ આ જ અનુમાન વડે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર સમજવું. એટલે કે કોઈપણ નરકમાંથી અવી ફરી તે તે નરકમાં ઉત્પત્તિનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. અંતર્મુહૂર્તના આયુવાળો કોઈ સંક્લિષ્ટ પરિણામને યોગે નરકયોગ્ય કર્મ ઉપાર્જન કરી નરકમાં જાય છે. જેમ અંતર્મુહૂર્તના આયુવાળો તંદુલીયો મચ્છ સાતમી નરકમાં જાય છે. ઉત્કૃષ્ટ અંતર સ્થાવરનો અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિકાળ છે. ઉત્કૃષ્ટથી એટલો કાળ વનસ્પતિઆદિમાં રખડી તે તે નરકમાં જઈ શકે છે. ૬૦ હવે ગુણસ્થાનકોમાં એક જીવાશ્રિત અંતરનો વિચાર કરે છે –
पलियासंखो सासायणंतरं सेसयाण अंतमुहू । . मिच्छस्स बे छसट्ठी इयराणं पोग्गलद्धंतो ॥६१॥
पल्यासंख्यः सासादनस्यान्तरं शेषकानामन्तर्मुहूर्तम् ।
मिथ्यात्वस्य द्वे षट्पष्टी इतरेषां पुद्गलार्द्धान्तः ॥६१॥ તે અર્થ–સાસ્વાદનનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અને શેષ ગુણસ્થાનકોનું અંતર્મુહૂર્ત કાળ છે. તથા મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર બે છાસઠ સાગરોપમ, અને શેષ ગુણસ્થાનકોનું કંઈક ન્યૂન અર્ધ પુલ પરાવર્તન કાળ છે.
ટીકાનુ–કોઈપણ ગુણસ્થાનકેથી પડી ફરી તે તે ગુણસ્થાનક ઓછામાં ઓછા કે વધારેમાં વધારે કેટલા કાળે પ્રાપ્ત કરે તે કહે છે.
સાસ્વાદનભાવનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. એટલે કે કોઈ
' ૧. વિજયાદિમાંથી વેલો આત્મા નરક કે તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. વધારેમાં વધારે બે સાગરોપમ કાળ મનુષ્ય અને સૌધર્માદિ દેવ ભવોમાં ગુમાવી વિજયાદિમાં ઉત્પન્ન થઈ મોક્ષમાં જાય છે. વિજયાદિમાં ગયેલો ફરી વિજયાદિમાં જાય જ એવો કંઈ નિયમ નથી. મોક્ષમાં ન જાય અને વિજયાદિમાં જાય તો ઉપરોક્ત ઉત્કૃષ્ટ અંતર સંભવે છે.