Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
Fa
દ્વિતીયદ્વાર-પ્રશ્નોત્તરી
પ્રશ્ન–૩૪. અત્તકૃત કેવલી એટલે શું?
ઉત્તર–અંતર્મુહૂર્ત આયુ બાકી હોતે છતે જેઓને કેવલજ્ઞાન થાય તે અત્તકૃત કેવલી કહેવાય.
પ્રશ્ન-૩૫. છઠ્ઠા આદિ ગુણસ્થાનકે એક સમય રહી જીવ સાતમા આદિ ગુણસ્થાનકે જાય કે નહિ ?
ઉત્તરન જ જાય. પ્રશ્ન-૩૬. જો ન જાય તો તેમનો એક સમય જઘન્ય કાળ કેમ ઘટે ?
ઉત્તર–વિવક્ષિત ગુણસ્થાનકે એક સમય રહી કાળ કરી અવિરતિપણાને જ પામે, તેથી જ એક સમય કાળ ઘટે, અન્યથા નહિ.
પ્રશ્ન-૩૭, અસાંવ્યવહારિક રાશિમાંથી જીવો સાંવ્યવહારિક રાશિમાં ક્યારે આવે ? અને કેટલા આવે ? .
ઉત્તર–જે સમયે જેટલા જીવો મોક્ષમાં જાય તે સમયે તેટલા જીવો અસાંવ્યવહારિક રાશિમાંથી સાંવ્યવહારિક રાશિમાં આવે.
પ્રશ્ન-૩૮. જગતમાં કોઈપણ વિવક્ષિત જીવ સતત કેટલો કાળ પુરુષવેદપણામાં રહી - શકે ?
ઉત્તર–કેટલાંક વર્ષો અધિક સાગરોપમ શતપૃથક્વ.
પ્રશ્ન–૩૯. ભાવવેદ પ્રતિ અંતર્મુહૂર્વે બદલાય છે અને ભવાન્તરમાં જતાં આકૃતિરૂપ દ્રવ્યવેદ હોતો નથી તો પુરુષવેદપણે આટલો દીર્ઘ કાળ કેમ ઘટે ?
ઉત્તર–આગામી ભવમાં જે વેદ થવાનો હોય તે વેદ ભવાંતરમાં જતાં ન હોવા છતાં તેની વિવક્ષા કરી દ્રવ્યવેદની અપેક્ષાએ તેટલો કાળ કહ્યો છે. નપુંસક અને સ્ત્રીવેદ માટે પણ આ પ્રમાણે સમજવાનું છે.
પ્રશ્ન-૪૦, જીવ નિરંતર શ્રોત્રેન્દ્રિયપણે કેટલા સમય સુધી પ્રાપ્ત કરે ? ઉત્તર–કેટલાંક વર્ષ અધિક એક હજાર સાગરોપમ. પ્રશ્ન-૪૧. જીવ નિરંતર રસનેન્દ્રિયપણે કેટલો કાળ પ્રાપ્ત કરે ? ઉત્તર–કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ.
પ્રશ્ન-૪૨. સામાન્યથી નિગોદની તેમજ બાદર સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત નિગોદની સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી કેટલી હોય ?
ઉત્તર–સામાન્યથી નિગોદની અઢી પુલ પરાવર્તન, બાદર નિગોદની સિત્તેર કોડાકોડી સાગરોપમ, સૂક્ષ્મ નિગોદની અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, પર્યાપ્ત તથા અપર્યાપ્ત નિગોદની સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
પ્રશ્ન-૪૩. સાસ્વાદનાદિ આઠ અનિત્ય ગુણસ્થાનકો અનેક જીવ આશ્રયી જગતમાં