________________
તૃતીયદ્વાર
તે શુભ-પુણ્ય કહેવાય છે.
તથા વિચ્છેદ કાળ પહેલાં જે પ્રકૃતિઓની દરેક સમયે દરેક જીવને સત્તા હોય તે ધ્રુવસત્તાક, અને વિચ્છેદ કાળ પહેલાં પણ જેઓની સત્તાનો નિયમ ન હોય તે અશ્રુવસત્તાક પ્રકૃતિઓ કહેવાય છે.
૩૦૫
ધ્રુવબંધિની આદિ કઈ કઈ પ્રકૃતિઓ છે તે હવે પછી કહેવામાં આવશે.
વિપાક આશ્રયીને પ્રકૃતિઓ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—પુદ્ગલવિપાકિની, ભવવિપાકિની, ક્ષેત્રવિપાકિની અને જીવવિપાકિની.
વિપાક એટલે કર્મ પ્રકૃતિઓના ફળનો અનુભવ કરવો તે. પુદ્ગલ, ભવ, ક્ષેત્ર અને જીવ દ્વારા પ્રકૃતિઓના ફળનો અનુભવ થતો હોવાથી તેઓ પુદ્ગલવિપાકાદિ કહેવાય છે. ૧૪ હવે ધ્રુવબંધિની આદિ પ્રકૃતિઓને કહેવા ઇચ્છતાં પહેલાં ધ્રુવબંધિની પ્રકૃતિઓ કહે છે— नाणंतरायदंसण धुवबंधि कसायमिच्छभयकुच्छा । अगुरुलघु निमिण तेयं उवघायं वण्णचउकम्मं ॥१५॥
ज्ञानान्तरायदर्शनानि ध्रुवबन्धिन्यः कषायमिथ्यात्वभयजुगुप्साः । अगुरुलघु निर्माणं तैजसमुपघातं वर्णचतुः कार्मणम् ॥१५॥
અર્થ—જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય, કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અગુરુલઘુ, નિર્માણ, તૈજસ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને કાર્યણ એ ધ્રુવબંધિની પ્રકૃતિઓ છે. ટીકાનુ—જેનો શબ્દાર્થ ઉપર કહી આવ્યા ધ્રુવબંધિની પ્રકૃતિઓ સુડતાળીસ છે. તે
આ પ્રમાણે—
ગાથામાં જ્ઞાનાવરણીયનો સામાન્યથી જ નિર્દેશ કરેલો હોવાથી તેના પાંચે ભેદો લેવાના છે. એ પ્રમાણે અંતરાય અને દર્શનાવરણીય માટે પણ સમજવું. એટલે જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય નવ, કષાય સોળ, મિથ્યાત્વમોહનીય, ભય અને જુગુપ્સા એ આડત્રીસ ઘાતિકર્મની ધ્રુવબંધિની પ્રકૃતિઓ છે.
હવે નામકર્મની ધ્રુવબંધિની પ્રકૃતિઓ કહે છે—અગુરુલઘુ, નિર્માણ, તૈજસ, ઉપઘાત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ વર્ણાદિચતુષ્ક, અને કાર્યણ એમ નવ છે.
આ પ્રકૃતિઓનો પૃથક્ નિર્દેશ જ્યાં નામકર્મની ધ્રુવબંધિની પ્રકૃતિઓ લેવાનું કહેવામાં આવે ત્યાં આ પ્રકૃતિઓ સુખપૂર્વક લઈ શકાય એ માટે છે. સઘળી મળી સુડતાળીસ પ્રકૃતિઓ ધ્રુવબંધિની છે.
હવે કઈ પ્રકૃતિઓ કયા ગુણસ્થાનક સુધી નિરંતર બંધાય છે, તે કહે છે—
મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક પર્યંત મિથ્યાત્વમોહનીય નિરંતર બંધાય છે. ત્યારપછી મિથ્યાત્વના ઉદય રૂપ હેતુનો અભાવ હોવાથી બંધાતી નથી. મિથ્યાત્વ મોહનીય જ્યાં સુધી વેદાય છે ત્યાં સુધી બંધાય છે. કહ્યું છે કે—જ્યાં સુધી વેદાય છે ત્યાં સુધી બંધાય છે.' મિથ્યાદૃષ્ટિ પંચ૰૧-૩૯