________________
૩૦૪
પંચસંગ્રહ-૧
धुवबंधि धुवोदय सव्वघाइ परियत्तमाणअसुभाओ । पंच य पडिवक्खा पगई य विवागओ चहा ॥१४॥
ध्रुवबन्धिधुवोदयसर्वघातिपरावर्त्तमानाशुभाः ।
पञ्च च सप्रतिपक्षाः प्रकृतयश्च विपाकतश्चतुर्द्धा ॥१४॥
સમજવી.
અર્થ—કર્મપ્રકૃતિઓ ધ્રુવબંધિની, ધ્રુવોદયી, સર્વઘાતિની, પરાવર્તમાન અને અશુભ એ પાંચ પ્રતિપક્ષ સહિત કરતાં દશ ભેદે થાય છે, અને વિપાક આશ્રયી ચાર ભેદે થાય છે.
ટીકાનુ—અહીં સામાન્યથી ભેદની સંખ્યાનો વિચાર કરતાં પ્રકૃતિઓ દશ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે—ધ્રુવબંધિની, ધ્રુવોદયી, સર્વઘાતિની, પરાવર્તમાન, અને અશુભ એ પાંચેને અવબંધિ આદિ પ્રતિપક્ષ પ્રકૃતિ સહિત કરતાં દશ ભેદ થાય છે.
અહીં પન્નુ ય એ પદમાં મૂકેલ ‘‘ચ' શબ્દ વડે સપ્રતિપક્ષ ધ્રુવસત્તા પ્રકૃતિઓ પણ
તેમાં બંધવિચ્છેદ કાળપર્યંત દરેક સમયે દરેક જીવોને જેઓનો બંધ હોય તે ધ્રુવબંધિની. બંધ વિચ્છેદ કાળ સુધીમાં પણ સર્વ કાલાવસ્થાયી જેઓનો બંધ ન હોય તે અવબંધિની.
ઉદયવિચ્છેદ કાળ પર્યંત દરેક સમયે જીવોને જે જે પ્રકૃતિઓનો વિપાકોદય હોય તે ધ્રુવોદયી. અને ઉદયવિચ્છેદ કાળ સુધીમાં પણ જેઓના ઉદયનો નિયમ ન હોય તે અશ્રુવોદયી.
પોતાના વડે હણી શકાય એવા જ્ઞાનાદિ ગુણોનો જે સર્વથા ઘાત કરે તે સર્વધાતિની અને જ્ઞાનાદિ ગુણોનો જે ઘાત ન કરે તે અઘાતિની. અથવા સર્વઘાતિપ્રતિભાગા-સર્વઘાતિ સરખી. અહીં સર્વઘાતિની પ્રતિપક્ષ પ્રકૃતિમાં દેશઘાતિ અને અઘાતિ એ બંનેનું ગ્રહણ છે. તેમાં પોતાના વડે હણી શકાય એવા જ્ઞાનાદિ ગુણોના એક દેશને જેઓ હણે તે દેશઘાતિની. અને સર્વઘાતિ પ્રકૃતિઓના સંસર્ગથી સર્વાતિપ્રકૃતિઓનું સાદૃશ્ય જે પ્રકૃતિઓમાં હોય તે સર્વઘાતિપ્રતિભાગા. તાત્પર્ય એ કે—સ્વરૂપે અઘાતિ હોવા છતાં પોતાનામાં જ્ઞાનાદિ ગુણને દબાવવાની શક્તિ નહિ હોવા છતાં જેઓ સર્વઘાતિ પ્રકૃતિઓના સંસર્ગથી પોતાનો અતિદારુણ વિપાક બતાવે છે, તેઓ સર્વઘાતિ પ્રકૃતિઓ સાથે વેદાતાં દારુણવિપાક બતાવતી હોવાથી તેઓના સાદશ્યને પ્રાપ્ત કરે છે માટે સર્વઘાતિ પ્રતિભાગા કહેવાય છે.
જે પ્રકૃતિઓનો બંધ અથવા ઉદય બીજી કોઈ બંધાતી અથવા વેદાતી પ્રકૃતિ વડે પ્રકાશ વડે જેમ અંધકાર રોકાય તેમ રૂંધાય—રોકાય તે પરાવર્તમાન કહેવાય. એટલે કે જે જે કાળે પ્રતિપક્ષ પ્રકૃતિઓના બંધ અને ઉદયનો સંભવ હોય તે તે કાળે બંધ અને ઉદય આશ્રયી જેઓ પરાવર્તન ભાવ પામે, અને ફરી યથયોગ્ય રીતે પોતાના બંધ અને ઉદયના હેતુઓ મળવાથી બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય. આ પ્રમાણે બંધ અને ઉદયથી પરાવર્તન થતું હોવાથી તેઓ પરાવર્તમાન કહેવાય છે. તથા જેઓનો બંધ અથવા ઉદય અન્ય વેદાતી કે બંધાતી પ્રકૃતિઓ વડે પ્રતિપક્ષ પ્રકૃતિઓ નહિ હોવાથી રોકાતો નથી તે અપરાવર્તમાન કહેવાય છે.
જે પ્રકૃતિનો વિપાક-ફળ શુભ ન હોય તે અશુભ-પાપ અને જેઓનો વિપાક શુભ હોય