Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૩
તૃતીયદ્વાર
• વસુમ સંતડ માસ માહી નામં ારા - बन्धशुभसत्तोदयानासाद्यानेकथा नाम ॥१२॥ અર્થ–બંધ, શુભ, સત્તા અને ઉદયને આશ્રયી નામકર્મ અનેક પ્રકારે થાય છે.
ટીકાનુ—જેનું સ્વરૂપ દશમી ગાથામાં કહ્યું છે તે બંધ, શુભાશુભપણું, સત્તા અને ઉદયને આશ્રયી પૃથફ પૃથફ ભાવને પ્રાપ્ત થતું નામકર્મ અનેક પ્રકારે થાય છે. તે આ પ્રમાણે–
બંધ અને ઉદય આશ્રયી ત્રાણુંમાંથી વર્ણાદિ સોળ, બંધન પંચક, સંઘાતન પંચક, એ છવ્વીસ પ્રકૃતિ ઓછી કરતાં સડસઠ ઉત્તર પ્રવૃતિઓવાળું થાય છે.
શુભ અને અશુભપણાનો વિચાર કરતાં વર્ણાદિ ચતુષ્ક બે પ્રકારે ઘટે છે. ૧. શુભ, ૨. અશુભ. તેથી શુભ અને અશુભ કોઈ પણ પ્રકૃતિઓની સંખ્યામાં વર્ણાદિ ચતુષ્ક ઉમેરાય છે. માટે સઘળી શુભ અને અશુભ પ્રકૃતિઓ મળી એકોત્તેર થાય છે.
સત્તાનો જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે વર્ણાદિ વિસ, બંધન પંચક, સંઘાતન પંચક એ સઘળી પ્રવૃતિઓનું ગ્રહણ થતું હોવાથી ત્રાણું પ્રકૃતિઓ ગણાય છે. આ પ્રમાણે સંખ્યાના ભેદ આશ્રયી અનેક પ્રકાર નામકર્મ થાય છે. ૧૨
અહીં વર્ણાદિ ચતુષ્ક શુભ-પુણ્ય પ્રકૃતિઓ અને અશુભ-પાપ પ્રકૃતિઓ એ બંનેમાં આવે છે. એ પૂર્વની ગાથામાં કહ્યું છે. જે સ્વરૂપે વર્ણાદિ ચતુષ્ક પુણ્ય હોય તે જ સ્વરૂપે તે પાપ હોય એમ હોવું યોગ્ય નથી, કેમ કે પરસ્પર વિરોધ છે માટે. પરંતુ ઉત્તર પ્રવૃતિઓના વિભાગની અપેક્ષાએ શુભાશુભપણું ઘટે છે, તે માટે વિભાગ આશ્રયી ઉત્તર પ્રવૃતિઓની પ્રરૂપણા કરે છે –
नीलकसीणं दुगंधं तित्तं कडुअं गुरुं खरं रुक्खं । सीयं च असुभनवगं एगारसगं सुभं सेसं ॥१३॥ नीलं कृष्णं दुर्गन्धं तिक्तं कटुकं गुरु खरं रुक्षं ।
सीतं चाशुभनवकं एकादशकं शुभं शेषम् ॥१३॥ અર્થ–નીલ, કૃષ્ણ એ બે વર્ણ, દુરભિમન્ય, તિક્ત, કટુક, એ બે રસો; ગુરુ, ખર, રૂક્ષ અને શીત એ ચાર સ્પર્શ કુલ નવ અશુભ-પાપ છે, શેષ અગિયાર શુભ-પુણ્ય છે.
ટીકાનુ–વર્ણનામકર્મમાં નીલ અને કૃષ્ણવર્ણ નામકર્મ, ગંધ નામકર્મમાં દુરભિગંધ નામકર્મ, રસ નામકર્મમાં તિક્ત અને કટુક રસ નામકર્મ, સ્પર્શ નામકર્મમાં ગુરુ, બર, રૂક્ષ અને શીત સ્પર્શ નામકર્મ એ નવ પ્રકૃતિઓ અશુભ છે, અને શેષ શુક્લ, પીત અને રક્તવર્ણ નામકર્મ, સુરભિગંધ નામકર્મ, મધુર, અમ્લ-ખાટો અને કષાય-તૂરો રસ નામકર્મ અને લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શ નામકર્મ એ વર્ણાદિ અગિયાર પ્રકૃતિઓ શુભ છે. ૧૩ . આ પ્રમાણે સઘળા કર્મની ઉત્તર પ્રવૃતિઓ કહી. હવે તે પ્રકૃતિઓના યુવબંધિત્વ, અધુવબંધિત્વાદિ વિભાગનું પ્રતિપાદન કરવા માટે દ્વાર ગાથા કહે છે–