Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
૩૦૧
.
તેમાં પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદ્ગલોનો ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલો સાથે પરસ્પર જે સંબંધ તે તૈજસતૈજસબંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં કાર્પણ પુદ્ગલો સાથે જે સંબંધ તે તૈજસકાર્મણબંધન.
પૂર્વે ગ્રહણ કરેલ કાર્પણ પુદ્ગલોનો ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે પરસ્પર જે સંબંધ તે કાર્મણ કાર્મણબંધન.
પૂર્વોક્ત બાર બંધનો સાથે આ ત્રણ બંધનો જોડતાં કુલ પંદર બંધન થાય છે. તે તે બંધનોના હેતુભૂત કર્મના પણ પંદર ભેદો થાય છે. આ પ્રમાણે જેઓ પંદર બંધન માને છે તેમને મતે પંદર બંધનનું સ્વરૂપ કહ્યું. ૧૧
હવે જે આચાર્યો પંદર બંધનની વિવક્ષા કરતા નથી પરંતુ પાંચ જ માને છે તેમના મતે પાંચબંધન `અને તેના સમાન વક્તવ્ય હોવાથી પાંચ સંઘાતનનું વ્યાખ્યાન કરે છે— ओरालियाइयाणं संघाया बंधणाणि य सजोगे ।
औदारिकादीनां संघाताः बन्धनानि च स्वयोगे ।
અર્થઔદારિકાદિ શરીરનાં સંઘાતનો અને બંધનો પોત-પોતાનાં યોગ્ય પુદ્ગલોના યોગે થાય છે.
ટીકાનુ—ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાર્યણ શરીરોનો પોતપોતાના યોગ્ય પુદ્ગલો સાથે યોગ થાય ત્યારે તેનો સંઘાત અને બંધન થાય છે. પર પુદ્ગલો સાથે યોગ છતાં તેની વિવક્ષા થતી નહિ હોવાથી સંઘાત કે બંધન થતાં નથી.
તાત્પર્યાર્થ આ પ્રમાણે—જો કે ઔદારિકાદિ પુદ્ગલોનો પર-તૈજસાદિ પુદ્ગલો સાથે સંયોગ થાય છે, અને સંયોગ એ જ અહીં બંધન કહેવાય છે. બંધન સંઘાત સિવાય થતું નથી. ‘અસંહત પુદ્ગલોનો બંધ થતો નથી' એવો ન્યાય છે માટે તોપણ પર પુદ્ગલો સાથે થતા સંયોગની અહીં વિવક્ષા કરતા નથી. માટે પાંચ જ બંધન અને પાંચ જ સંઘાતન થાય છે.
ઔદારિકાદિ પુદ્ગલોનો સ્વપુદ્ગલો સાથે જેમ યોગ થાય છે તેમ બીજા તૈજસાદિ પુદ્ગલો સાથે પણ યોગ થાય છે. તે યોગની વિવક્ષા કરી શિવશર્મસૂરિ આદિ આચાર્યોએ પંદર બંધન માન્યા છે. અને તે યોગની અવિવક્ષા કરી માત્ર સ્વ સ્વ યોગ્ય પુદ્ગલો સાથેના યોગની જ વિવક્ષા કરી આ આચાર્ય મહારાજે પાંચ બંધન માન્યા છે.
પ્રશ્ન—જેઓ પંદર બંધન માને છે તેમના મતે ‘અસંહત પુદ્ગલોનો બંધ થતો નથી.' એવો ન્યાય હોવાથી સંઘાતનો પણ પંદર હોવાં જોઈએ, કેમ કે જેવા જેવા પ્રકારનો પુદ્ગલોનો પિંડ થાય તે પ્રમાણે તેનું બંધન થાય. હવે પંદર માનવામાં આવે તો પૂર્વાપર વિરોધ કેમ ન આવે? કેમ કે સંઘાતનો તો કોઈ પંદર માનતા જ નથી. સઘળા આચાર્યો પાંચ જ માને છે.
ઉત્તર—ઉપરોક્ત દોષ ઘટતો નથી. કારણ કે તેઓએ સંઘાતનનું લક્ષણ જ બીજું કર્યું છે. સંઘાતન નામકર્મના લક્ષણનું તેઓ આ પ્રમાણે વર્ણન કરે છે—