Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
મિથ્યાત્વ મોહનીય કર્મને શુદ્ધ કરે છે. જે સર્વથા શુદ્ધ કરાય છે તે સમ્યક્ત્વ મોહનીય કર્મ, અલ્પ વિશુદ્ધ કરાય છે તે મિશ્ર મોહનીય કર્મ, અને જે શુદ્ધ કરાતા જ નથી, જેવા હોય તેવા જ રહે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે.'
૨૯૯
આ રીતે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય સમ્યક્ત્વ ગુણ વડે સત્તામાં જ શુદ્ધ થયેલા મિથ્યાત્વ મોહનીય કર્મનાં પુદ્ગલો હોવાથી તેઓનો બંધ થતો નથી, પરંતુ મિથ્યાત્વ મોહનીયનો જ બંધ થાય છે.
તેથી બંધના વિચાર પ્રસંગે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય વિના મોહનીય કર્મની છવ્વીસ, અને બંધન પાંચ, સંઘાતન પાંચ અને વર્ણાદિ સોળ વિના નામકર્મની સડસઠ પ્રકૃતિઓ ગ્રહણ કરાય છે. શેષ કર્મની પ્રકૃતિઓની સંખ્યામાં વધઘટ નથી એટલે સર્વ પ્રકૃતિઓની સંખ્યાનો સરવાળો કરતાં બંધમાં એકસો વીસ ઉત્તર પ્રકૃતિઓ થાય છે.
ઉદયના વિચારપ્રસંગે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો પણ ઉદય થતો હોવાથી તેની વૃદ્ધિ કરતાં એકસો બાવીસ ઉત્તર પ્રકૃતિઓ થાય છે.
સત્તામાં બંધ ઉદયમાં નહિ વિવક્ષેલ પાંચ બંધન, પાંચ સંઘાતન અને વર્ણાદિ સોળનું પણ ગ્રહણ થતું હોવાથી સરવાળે એકસો અડતાળીસ ઉત્તર પ્રકૃતિઓ થાય છે.
કર્મસ્તવમાં કહ્યું છે કે—જે પરમાત્માએ સત્તામાંથી એકસો અડતાળીસ પ્રકૃતિઓ ખપાવી તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.'
જ્યારે શ્રીમાન્ ગર્ગર્ષિ અને શ્રી શિવશર્માચાર્યાદિ અન્ય આચાર્ય મહારાજાઓના મતે સત્તામાં એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓ ગણવામાં આવે ત્યારે બંધનો પંદર વિવક્ષાય છે—ગણવામાં આવે છે. તેથી એકસો અડતાળીસ પ્રકૃતિઓમાં પાંચ બંધન તો ગણાયાં જ છે અને વધારાનાં દશ બંધન અધિક કરીએ એટલે એકસો અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિઓ થાય છે. ૧૦
હવે પંદર બંધન શી રીતે થાય છે એવી શિષ્યની શંકા કરીને તેના ઉત્તરમાં પંદર બંધનની પ્રરૂપણા અર્થે કહે છે—
वेउव्वाहारोरालियाण सगतेयकम्मजुत्ताणं ।
नव बंधणाणि इयरदुजुत्ताणं तिन्नि तेसिं च ॥११॥ वैक्रियाहारकौदारिकाणां स्वकतैजसकार्मणयुक्तानाम् ।
नव बन्धनानि इतरद्वियुक्तानां त्रीणि तयोश्च ॥१९॥
અર્થ—પોતાના જ નામ સાથે, તૈજસ સાથે, અને કાર્પણ સાથે જોડાતાં વૈક્રિય, આહારક અને ઔદારિકનાં નવ બંધન થાય છે. તૈજસ કાર્યણ બંને સાથે યુક્ત કરતાં ત્રણ બંધન થાય છે, અને તૈજસ કાર્મણ એ બે શરીરનાં ત્રણ બંધન થાય છે. કુલ પંદર બંધન થાય છે.
ટીકાનુ—પોતાના નામ સાથે, તૈજસ સાથે અને કાર્પણ સાથે વૈક્રિય આહારક અને ઔદારિકને જોડતાં નવ બંધન થાય છે. તે આ પ્રમાણે—