________________
તૃતીયદ્વાર
૨૯૭
આ પ્રમાણે નામકર્મની ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ કહ્યું. હવે પૂર્વોક્ત ગતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિઓમાં જેના જેટલા પેટા ભેદો થાય છે, અને સરવાળે જેટલા ભેદો થાય છે તેનું પ્રતિપાદન કરે છે
गईयाईयाण भेया चउ पण पण ति पण पंच छ छक्कं । पण दुग पणट्ठ चउदुग पिंडुत्तरभेय पणसट्ठी ॥९॥ गत्यादीनां भेदाश्चत्वारः पञ्च पञ्च त्रयः पञ्च पञ्च षट् षट् ।
पञ्च द्वौ पञ्च अष्टौ चत्वारः द्वौ पिण्डोत्तरभेदाः पञ्चषष्टिः ॥९॥
અર્થ–ગતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિઓના ઉત્તરભેદો અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, છ, જ, પાંચ, બે, પાંચ, આઠ, ચાર, અને બે, સરવાળે પાંસઠ થાય છે.
ટીકાનુ–ગતિ, જાતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિઓના અનુક્રમે ચારથી બે પર્યત ઉત્તરભેદો થાય છે. તે આ પ્રમાણે–ગતિના ચાર ભેદ, જાતિ નામના પાંચ, શરીર નામના પાંચ, અંગોપાંગ નામના ત્રણ, બંધન નામના પાંચ, સંઘાતન નામના પાંચ, સંઘયણ નામના છે, સંસ્થાન નામના છે, વર્ણ નામના પાંચ, ગંધ નામના બે, રસ નામના પાંચ, સ્પર્શ નામના આઠ, આનુપૂર્વી નામના ચાર, અને વિહાયોગતિ નામના બે.
- આ ગતિ આદિ પિંડપ્રકૃતિઓના સઘળા ઉત્તર ભેદો પહેલાં ગતિ આદિના સ્વરૂપને કહેવાના અવસરે ક્રમપૂર્વક વિસ્તારથી કહ્યા છે, માટે અહીં ફરીથી કહેતા નથી.
સઘળા મળી ચૌદ પિંડ પ્રકૃતિના પાંસઠ ઉત્તર ભેદો થાય છે. અને પ્રત્યેક પ્રવૃતિઓ સઘળી મળી અઠ્યાવીસ થાય છે. તે બંનેનો સરવાળો કરતાં નામકર્મની ત્રાણું ઉત્તર પ્રવૃતિઓ થાય છે. આ આચાર્ય મહારાજ બંધન નામકર્મના પાંચ ભેદો જ માને છે, એટલે ઉક્ત સંખ્યા જ થાય છે. આ
અહીં બંધમાં એકસો વીસ ઉત્તર પ્રવૃતિઓનો અધિકાર છે, ઉદયમાં એકસો બાવીસ, અને સત્તામાં એકસો અડતાળીસ, અથવા એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓનો અધિકાર છે. તેથી જે વિવક્ષાએ કે કારણે બંધાદિમાં આવું વૈચિત્ર્ય જણાય છે તેના પ્રતિપાદન માટે કહે છે–
ससरीरंतरभूया बंधण संघायणा उ बंधुदए । वण्णाइ विगप्पावि हु बंधे नो सम्ममीसाइं ॥१०॥ स्वशरीरान्तर्भूतानि बन्धनसंघातनानि तु बन्धोदये ।
वर्णादिविकल्या अपि हु बन्धे नो सम्यक्त्वमिश्रे ॥१०॥ અર્થ–બંધ અને ઉદયમાં બંધન અને સંઘાતનને પોતાના શરીરની અંતર્ગત વિવિઠ્યા છે. અને વર્ણાદિના ઉત્તર ભેદો પણ બંધ અને ઉદયમાં વિવસ્યા નથી તથા સમ્યક્ત મોહનીય અને - મિશ્રમોહનીય બંધમાં હોતા જ નથી.
ટીકાનુબંધ અને ઉદયનો જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે બંધન નામના પાંચ પંચ૦૧-૩૮