Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૬
પંચસંગ્રહ-૧
જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય તે સુભગ નામકર્મ.
તેનાથી વિપરીત જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ જીવોને અપ્રિય થાય તે દુર્ભગ નામકર્મ. શાસ્ત્રમાં કહ્યું છે કે –“જે જીવ ઉપકાર નહિ કરવા છતાં પણ ઘણાને પ્રિય થાય તેને સૌભાગ્યનો ઉદય હોય છે, અને ઉપકાર કરવા છતાં પણ અપ્રિય થાય તેને દૌર્ભાગ્યનો ઉદય છે.
સૌભાગ્ય નામકર્મના ઉદયવાળો પણ કોઈ જીવ જો કે કોઈને આશ્રયી અપ્રિય થાય તો તે તેના દોષે થાય છે. જેમ અભવ્યને તીર્થકર અપ્રિય થાય છે. તેમાં સૌભાગ્યના ઉદયવાળાનો કંઈ દોષ નથી.”
જે કર્મના ઉદયથી જે પ્રવૃત્તિ કરે જે બોલે તે સર્વને લોકો પ્રમાણ કરે, અને દેખવા પછી તરત જ અભુત્થાન–સામે જવું આદિ સત્કાર કરે તે દેય' નામકર્મ.
તેનાથી વિપરીત અનાદેય નામકર્મ. જે કર્મના ઉદયથી યુક્તિયુક્ત બોલવા છતાં પણ લોકો તેનું વચન માન્ય કરે નહિ, તેમજ ઉપકાર કરવા છતાં પણ અભ્યસ્થાનાદિ આચરે નહિ તે.
તપ, શૌર્ય અને ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે લોકોમાં જે પ્રશંસા થવી–વાહવાહ બોલાવવી તે યશકીર્તિ અથવા યશ એટલે સામાન્યથી ખ્યાતિ, અને કીર્તિ એટલે ગુણના વર્ણનરૂપ પ્રશંસા અથવા સર્વ દિશામાં પ્રસરનાર, પરાક્રમથી ઉત્પન્ન થયેલી અને સર્વ મનુષ્યો વડે પ્રશંસનીય જે કીર્તિ તે યશ, અને એક દિશામાં પ્રસરનારી, દાન પુણ્યથી થયેલી જે પ્રશંસા તે કીર્તિ, તે યશ અને કીર્તિ જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય તે યશકીર્તિ નામકર્મ.
તેનાથી વિપરીત અયશકીર્તિ નામકર્મ. જે કર્મના ઉદયથી મધ્યસ્થ મનુષ્યોને પણ અપ્રશંસનીય થાય તે.
આ રીતે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રવૃતિઓ કહી. આ સપ્રતિપક્ષ ત્રસાદિ પ્રવૃતિઓનું આ ક્રમથી જે કથન કર્યું છે, તે આ પ્રકૃતિઓના સંજ્ઞાદિ દ્વિક જણાવે છે. તે આ પ્રમાણે –
ત્રસાદિ દશ પ્રકૃતિઓ ત્રસાદિ દશક કહેવાય, સ્થાવરાદિ દશ પ્રકૃતિઓ સ્થાવરાદિ દશક કહેવાય. તેમ અન્યત્ર જયાં ત્રસાદિનું ગ્રહણ કર્યું હોય ત્યાં આ જ ત્રસાદિ દશ પ્રકૃતિઓ સમજવી અને સ્થાવરાદિ દશનું જ્યાં ગ્રહણ કર્યું હોય ત્યાં ત્રસાદિની પ્રતિપક્ષ સ્થાવરાદિ દશ પ્રવૃતિઓ સમજવી.
તથા ત્રસાદિ દશ અને સ્થાવરાદિ દશ પ્રકૃતિઓ બંને ક્રમપૂર્વક પરસ્પર વિરોધી છે. જેમ કે–ત્રસ વિરુદ્ધ સ્થાવર, બાદર વિરુદ્ધ સૂક્ષ્મ તથા ત્રસચતુષ્ક, સ્થાવરચતુષ્ક, સ્થિરષદ્ધ, અસ્થિરષક આદિ સંજ્ઞામાં કહેલી પ્રકૃતિઓ આ જ ગાથામાંથી લેવાની છે. ૮
૧. જેના દર્શન માત્રથી શ્રદ્ધેયપણું થાય એવો શરીરનો ગુણ = પ્રભાવ જે કર્મના ઉદયથી થાય તે આદેય નામકર્મ એમ તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે જ્યારે “જે કર્મના ઉદયથી પ્રતિભાયુક્ત શરીર મળે તે આદેય નામકર્મ અને પ્રતિભા રહિત શરીર મળે તે અનાદેય નામકર્મ' એમ રાજવાર્તિકકાર કહે છે.