Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૦
પંચસંગ્રહ-૧ વૈક્રિય વૈક્રિય બંધન, વૈક્રિય તૈજસ બંધન, વૈક્રિય કાર્પણ બંધન, આહારક આહારક બંધન, આહારક તૈજસ બંધન, આહારક કાર્પણ બંધન, ઔદારિક ઔદારિક બંધન, ઔદારિક તૈજસ બંધન, ઔદારિક કાર્પણ બંધન.
તેમાં પૂર્વે ગ્રહણ કરાયેલાં વૈક્રિય પુગલોનો ગ્રહણ કરાતાં વૈક્રિય પુદ્ગલો સાથે જે સંબંધ તે વૈક્રિય વૈક્રિય બંધન, અને એવા પ્રકારનો સંબંધ થવામાં હેતુભૂત જે કર્મ તે વૈક્રિય વૈક્રિય બંધન નામકર્મ. એ પ્રમાણે દરેક બંધન નામકર્મ માટે સમજવું.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિય પુદ્ગલોનો ગ્રહણ કરાયેલાં અને ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલો સાથે જે સંબંધ તે વૈક્રિય તૈજસ બંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિય પુગલોનો ગ્રહણ કરાયેલાં અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ તે વૈક્રિયકાર્પણબંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં આહારક પુલોનો ગ્રહણ કરતાં આહારક પુદ્ગલો સાથે જે સંબંધ તે આહારક આહારક બંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદ્ગલો સાથે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલોનો જે સંબંધ તે આહારક તૈજસ બંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુગલોનો પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ તે આહારક કાર્મણ બંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનો ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલો સાથે જે સંબંધ તે ઔદારિક ઔદારિક બંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તે જ ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલો સાથે જે સંબંધ તે ઔદારિક તૈજસ બંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ તે ઔદારિક કાર્પણ બંધન.
તથા ઇતર–તૈજસ અને કાર્પણ બંનેના સમૂહ સાથે જોડાયેલાં તે ત્રણ શરીરનાં ત્રણ બંધન થાય છે તે આ પ્રમાણે–વૈક્રિય તૈજસ કાર્પણ બંધન, આહારક તૈજસ કાર્મણ બંધન, અને ઔદારિક તૈજસ કાર્પણ બંધન.
તેમાં પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિયતૈજસ અને કાર્મણ એ ત્રણેનાં પુગલોનો પરસ્પર જે સંબંધ તૈ વૈક્રિયતૈજસકાર્પણબંધન. એ પ્રમાણે આહારક તૈજસ કાર્પણ બંધન અને ઔદારિક તૈજસકાર્પણબંધન પણ સમજવા.
પૂર્વોક્ત નવ બંધન સાથે આ ત્રણ બંધન જોડતાં કુલ બાર થાય છે.
તથા તૈજસ અને કાર્યણના પરસ્પર જોડવાથી ત્રણ બંધન થાય છે. તે આ પ્રમાણે– તૈજસતૈજસબંધન, તૈજસકાર્પણબંધન, અને કાર્યકર્મણબંધન.