Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
તેના અર્ધ. બળ સમાન બળ ઉત્પન્ન થાય છે.
જેમ કોઈ માણસને રોગના જોરથી બળ.ઉત્પન્ન થાય છે તેમજ અતૃપ્ત વાસનાને રાત્રિમાં ઊંઘમાં જ ઊઠી પૂર્ણ કરી આવે છે.
શાસ્ત્રમાં આ સંબંધે એક ઉદાહરણ આપ્યું છે તે આ પ્રમાણે—કોઈ એક સ્થળે થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળો સાધુ રહેતો હતો. તેને દિવસે કોઈ એક સ્થળે જતાં રસ્તામાં હાથીએ સ્ખલના કરી. તે હાથી ઉપર તે સાધુને ઘણો ગુસ્સો થયો, અને વૈર લેવાની ઇચ્છા થઈ. તે રાત્રે તેને થીણદ્ધિ નિદ્રા આવી, નિદ્રામાં જ ઊઠીને જ્યાં હાથી હતો ત્યાં જઈ તેના બે દાંત ઉખાડી પોતાના ઉપાશ્રયના બારણામાં ફેંકી સૂઈ ગયો. આ નિદ્રાના બળથી સાધુને હાથીના દંતૂશળ ખેંચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ અને વૈર લીધું.
વિશેષાવશ્યક ભાષ્યાદિ શાસ્ત્રોમાં બીજા પણ અનેક દાખલાઓ આપ્યા છે.
૨૭૭
નિદ્રાઓનો અર્થ કરતાં પ્રાચીન કર્મગ્રંથમાં કહ્યું છે કે—જેની અંદર સુખપૂર્વક પ્રબોધ જાગ્રત થાય તે નિદ્રા. દુ:ખપૂર્વક જેની અંદર પ્રબોધ થાય તે નિદ્રાનિદ્રા, બેઠેલા અને ઊભા રહેલાને નિદ્રા આવે તે પ્રચલા અને ચંક્રમણ કરતાં—ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. અતિ સંક્લિષ્ટ કર્મનો અનુભવ કરતાં થીણદ્ધિ નિદ્રા પ્રાપ્ત થાય છે તે મહા આકરી નિદ્રા છે અને તે પ્રાયઃ દિવસમાં કે રાત્રિમાં ચિંતવેલ અર્થને સાધનારી છે. થીણદ્ધિના વિપાકને અનુભવ કરાવનારી કર્મપ્રકૃતિ પણ કારણમાં કાર્યનો આરોપ કરી થીણદ્ધિ કહેવાય છે.
ચક્ષુર્દર્શનાવરણીયાદિ ચાર કર્મપ્રકૃતિઓ મૂળથી દર્શનલબ્ધિનો ઘાત કરે છે એટલે તેના ઉદયથી ચક્ષુર્દર્શનાદિ પ્રાપ્ત જ થતા નથી. અથવા તેઓના ક્ષયોપશમને અનુસરીને થાય છે. અને નિદ્રાઓ તો દર્શનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને દબાવે છે.
નિદ્રાઓને દર્શનાવરણીયમાં ગણવાનું કારણ નિદ્રાઓ છદ્મસ્થને જ હોય છે, છદ્મસ્થને પહેલાં દર્શન અને પછી જ જ્ઞાન થાય છે, એટલે નિદ્રાના ઉદયથી જ્યારે દર્શનલબ્ધિ દબાય એટલે જ્ઞાન તો દબાયું જ. તેથી જ તેને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શનાવરણીયમાં ગણેલી છે. ૪
આ પ્રમાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની ઉત્તરપ્રકૃતિનું વર્ણન કર્યું. જ્ઞાનાવરણાદિ ત્રણે ઘાતિકર્મ છે, તેથી ઘાતિકર્મના પ્રસંગથી હવે મોહનીય કર્મની ઉત્તરપ્રકૃતિઓ વર્ણવે છે—
सोलस कसाय नव नोकसाय दंसणतिगं च मोहणीयं । सुरनरतिरिनिरयाऊ सायासायं च नीउच्चं ॥५॥
षोडश कषाया नव नोकषाया दर्शनत्रिकं च मोहनीयम् । सुरनरतिर्यग्निरयायूंषि सातासातं च नीचोच्चम् ॥५॥
અર્થ—સોળ કષાય, નવ નકોષાય, અને દર્શનત્રિક એમ અઠ્યાવીસ ભેદે મોહનીય કર્મ છે. દેવાયુ, મનુષ્યાયુ, તિર્યગાયુ અને નરકાયુ એમ ચાર પ્રકારે આયુ કર્મ છે. સાતાવેદનીય અને