Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
મલકાવે તે હાસ્યમોહનીય કર્મ.
જે કર્મના ઉદયથી બાહ્ય કે અત્યંતર વસ્તુના વિષયમાં હર્ષ ધારણ કરે, ઇષ્ટ સંયોગ મળવાથી સારું થયું. આ ઇષ્ટ વસ્તુ મળી એવો આનંદ થાય તે રિત મોહનીય.
૨૮૧
જે કર્મના ઉદયથી બાહ્ય કે અત્યંતર વસ્તુના વિષયમાં અપ્રીતિ ધારણ કરે, અનિષ્ટ સંયોગ મળવાથી ક્યાંથી આવી વસ્તુનો મને સંયોગ થયો તેનો વિયોગ થાય તો ઠીક એ પ્રમાણે ખેદ થાય તે અતિમોહનીય.
જે કર્મના ઉદયથી પ્રિય વસ્તુના વિયોગાદિ કારણે છાતી કૂટવી, આક્રંદ કરવો, જમીન પર આળોટવું, દીર્ઘ નિઃશ્વાસ લેવા વગેરેરૂપ દિલગીરી થાય તે શોકમોહનીય. છાતી ફૂટવી વગેરે દિલગીરીના સૂચક છે.
જે કર્મના ઉદયથી સનિમિત્ત કે નિમિત્ત વિના સંકલ્પમાત્રથી જ ભય પામે તે ભયમોહનીય.
જે કર્મના ઉદયથી શુભ કે અશુભ વસ્તુના સંબંધમાં જુગુપ્સા ધારણ કરે—ઘૃણા થાય તે જુગુપ્સામોહનીય.
આ પ્રમાણે ચારિત્રમોહનીયની પચીસ પ્રકૃતિઓ કહી. હવે દર્શનમોહનીય કહે છે. તે ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે—૧. મિથ્યાત્વમોહનીય ૨. મિશ્રમોહનીય ૩. સમ્યક્ત્વમોહનીય.
જે કર્મના ઉદયથી જિનેશ્વરોએ કહેલ તત્ત્વો પર અશ્રદ્ધા થાય, આત્માના સ્વરૂપનું યથાર્થ ભાન ન થાય. તે મિથ્યાત્વમોહનીય.
જે કર્મના ઉદયથી જિનેશ્વરોએ કહેલ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા ન થાય તેમ અશ્રદ્ધા પણ ન થાય, રુચિ કે અરૃિચ બેમાંથી એક પણ ન હોય તે મિશ્રમોહનીય.
જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા થાય, યથાર્થ રુચિ ઉત્પન્ન થાય તે સમ્યક્ત્વમોહનીય.
આ પ્રમાણે મોહનીયકર્મની ઉત્તર પ્રકૃતિઓનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ કર્મના ક્રમ પ્રમાણે આયુકર્મની ઉત્તરપ્રકૃતિઓ બતાવે છે.
આયુકર્મની ચાર ઉત્તર પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે—દેવાયુ, મનુષ્યાયુ, તિર્થગાયુ અને
નરકાયુ.
જે કર્મના ઉદયથી આત્માનો દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકપર્યાય અમુક નિયત કાલપર્યંત ટકી શકે તે દેવાયુ, મનુષ્યાયુ, તિર્યગાયુ અને નરકાયુ કર્મ કહેવાય છે.
આયુકર્મ અમુક ગતિમાં અમુક કાલપર્યંત આત્માની સ્થિતિ થવામાં તેમજ તે તે ગતિને
૧. સનિમિત્તમાં બાહ્ય નિમિત્તો લેવાનાં છે અને અનિમિત્તમાં સ્મરણ રૂપ અત્યંતર નિમિત્ત લેવાનાં છે. જેમ કે કોઈ હસાવે અને હસીએ કે એવું જ કંઈક દેખવામાં આવે અને હસીએ તે બાહ્ય નિમિત્ત અને પૂર્વાનુભૂત હસવાનાં કારણો યાદ આવે અને હસીએ તે અત્યંતર નિમિત્ત કહેવાય છે એમ સમજવું.
પંચ૰૧-૩૬