________________
તૃતીયદ્વાર
૨૯૧
વડે મહારાજાઓની સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યોને ત્રાસ ઉત્પન્ન કરે ક્ષોભ પેદા કરે અને પ્રતિવાદિ–સામાપક્ષની પ્રતિભાને દબાવે તે પરાઘાતનામકર્મ.'
જે કર્મના ઉદયથી ઉચ્છવાસ-નિચ્છવાસલબ્ધિ ઉત્પન્ન થાય તે ઉચ્છવાસ-નિચ્છવાસ નામકર્મ
જે કર્મના ઉદયથી જીવોનાં શરીરો સ્વરૂપે ઉષ્ણ નહિ છતાં ઉષ્મપ્રકાશરૂપ આતપ કરે તે આતપ નામકર્મ. તેનો ઉદય સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે, અગ્નિકાય જીવોને હોતો નથી. કારણ કે સિદ્ધાન્તમાં તેનો ઉદય નિષેધ્યો છે. તે જીવોના શરીરમાં જે ઉષ્ણતા છે તે ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. અને જે પ્રકાશકત્વ છે તે ઉત્કટ રક્તવર્ણ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું છે.
જે કર્મના ઉદયથી જંતુઓનાં શરીરો શીત પ્રકાશરૂપ ઉદ્યોત કરે તે ઉદ્યોતનામકર્મ. તેનો ઉદય યતિ અને દેવતાના ઉત્તરવૈક્રિય શરીરમાં, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનની નીચે રહેલા પૃથ્વીકાયના શરીરમાં, તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં હોય છે.
જે કર્મના ઉદયથી જંતુઓનાં શરીરોમાં પોતપોતાની જાતિને અનુસારે અંગ પ્રત્યંગની નિયતસ્થાનવર્તિતા–વ્યવસ્થા જે સ્થળે જે અંગ, ઉપાંગ કે અંગોપાંગ જોઈએ તેની ત્યાં ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુતાર જેવું છે. જેમ સુતાર પૂતળી વગેરેમાં હાથ વગેરે અવ
- ' ૧. જે કર્મના ઉદયથી અન્યને હણે તે પરાઘાત નામકર્મ. એ પ્રમાણે શતકચૂર્ણિમાં જણાવેલ છે અને રાજવાર્તિકકાર કહે છે કે જે કર્મના ઉદયથી ફલક આદિનું આવરણ નજીકમાં હોવા છતાં પણ અન્ય વડે કરાયેલ શસ્ત્રાદિનો આઘાત થાય તે પરાઘાત નામકર્મ. - ૨. અહીં એમ શંકા થાય કે સઘળી લબ્ધિઓ ક્ષાયોપથમિક ભાવે એટલે કે વિયતરાય કર્મના ક્ષયોપશમ થવાથી કહી છે, તો શ્વાસોચ્છવાસ લબ્ધિમાં શ્વાસોચ્છવાસ નામકર્મનો ઉદય માનવાનું શું પ્રયોજન? તેના ઉત્તરમાં સમજવું કે, કેટલીક લબ્ધિઓમાં કે જેની અંદર લોકમાં રહેલાં પુદ્ગલો ગ્રહણ કરવાનાં હોય અને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસાદિ રૂપે પરિણાવવાનાં હોય ત્યાં કર્મનો ઉદય પણ માનવો પડે છે. કારણ કે કર્મના ઉદય વિના લોકમાં રહેલાં પુદ્ગલો ગ્રહણ કરી પરિણમાવી શકાતાં નથી. જેમ કે, આહારક લબ્ધિ ' જેને થઈ હોય તેને જ્યારે આહારક કરવું હોય ત્યારે લોકમાં રહેલી આહારકવર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ ન કરી તેને આહારકપણે પરિણાવે છે. આ ગ્રહણ અને પરિણામ કર્મના ઉદય વિના થતો નથી. જો કે
તદનુકૂળ વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ તો થવો જ જોઈએ. જો તે ન હોય તો લબ્ધિ ફોરવી શકે જ નહિ. . જેમ કે વૈક્રિય શરીર નામકર્મની લગભગ દરેક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને સત્તા હોય છે, છતાં સઘળા
મનુષ્ય તિર્યચક્રિય શરીર કરી શકતા નથી. પરંતુ જેને તદનુકુળ ક્ષયોપશમ થયો હોય તે જ કરી શકે છે. તેમ અહીં પણ શ્વાસોચ્છવાસ પુદગલોનું ગ્રહણ તેમજ પરિણમન કરવાનું હોવાથી શ્વાસોચ્છવાસ નામકર્મ માનવાની આવશ્યકતા રહે છે.
૩. આતપનું લક્ષણ અગ્નિમાં ઘટતું નહિ હોવાથી પણ તેને આતપનો ઉદય હોતો નથી. આપનું લક્ષણ-પોતે અનુષ્ણ હોઈ દૂર રહેલી વસ્તુ ઉપર ઉષ્ણ પ્રકાશ કરે એ છે. જ્યારે અગ્નિ સ્વયં ઉષ્ણ છે, અને માત્ર થોડે દૂર રહેલ વસ્તુ પર જ ઉષ્ણ પ્રકાશ કરી શકે છે. - ૪. જેના ઉદયથી અંગોપાંગોની સમાપ્તિ થાય અર્થાત જેનો ઉદય જાતિનામકર્મને અનુસાર તે તે સ્થળે તે તે પ્રમાણવાળાં ચક્ષ આદિ બનાવે તે નિર્માણ નામકર્મ એમ રાજવાર્તિકકાર કહે છે.