Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૦
પંચસંગ્રહ-૧
અશુભવિહાયોગતિ નામકર્મ. ૬
આ પ્રમાણે ચૌદ પિંડપ્રકૃતિઓનું સ્વરૂપ કહ્યું. જેના અવાંતર ભેદો થઈ શકતા હોય તેનું નામ પિંડપ્રકૃતિ. આ ચૌદે પિંડપ્રકૃતિઓના અવાંતર પાંસઠ ભેદો થાય છે.
હવે પ્રત્યેક પ્રકૃતિઓ કહે છે, તેના બે ભેદ છે : ૧. સપ્રતિપક્ષ, ૨. અપ્રતિપક્ષ.
જેની વિરોધિની પ્રવૃતિઓ હોય પરંતુ અવાંતર ભેદો થઈ શકતા ન હોય તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. જેમ કે–ત્રસ, સ્થાવર વગેરે.
જેની વિરોધિની પ્રકૃતિઓ ન હોય તેમ અવાંતર ભેદો પણ ન થઈ શકતા તે હોય તે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. જેમ કે અગુરુલઘુ આદિ. તેમાં અલ્પ વક્તવ્ય હોવાથી પહેલાં અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓનું સ્વરૂપ કહે છે.
अगुरुलघु उवघायं परघाउस्सासआयवुज्जोयं । निम्माणतित्थनामं च चोइस अड पिंडपत्तेया ॥७॥ अगुरुलघूपघातं पराघातोच्छ्वासातपोद्योतम् ।
निर्माणं तीर्थनाम, च चतुर्दशाष्टौ पिण्डाः प्रत्येकाः ७॥ ' અર્થ—અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ અને તીર્થંકરનામ એ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ છે, અને પૂર્વ ગાથામાં કહેલ ચૌદ પિંડપ્રકૃતિઓ છે.
ટીકાનુ—જે કર્મના ઉદયથી જીવોનું શરીર ને ભારે ન લઘુ કે ન ગુરુલઘુ થાય પરંતુ અગુરુલઘુ પરિણામ પરિણત થાય તે અગુરુલઘુનામકર્મ.'
જે કર્મના ઉદયથી શરીરની અંદર વધેલા પ્રતિજિલ્લા–જીભ ઉપર થયેલી બીજી જીભ, ગલવૃદલક-રસોળી, અને ચોરદંતદાંતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત એ આદિ પોતાના જ અવયવ વડે હણાય–દુઃખી થાય અથવા પોતે કરેલ ઉલ્લંધન–ઝાડ ઉપર ઊંધે માથે લટકવું, ભૈરવપ્રપાત–પર્વત ઉપરથી ઝંપાપાત કરવો એ આદિ વડે હણાય તે ઉપઘાત નામકર્મ.
જે કર્મના ઉદયથી ઓજસ્વી–પ્રતાપી આત્મા પોતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતા
૧. અગુરુલઘુ નામકર્મનો સંપૂર્ણ શરીરાશ્રિત વિપાક છે. તેના ઉદયથી સંપૂર્ણ શરીર લોઢાના ગોળા જેવું ભારે નહિ, રૂ જેવું હલકું નહિ, અગર શરીરનો અમુક ભાગ ગુરુ કે અમુક ભાગ લઘુ એમ પણ નહિ પરંતુ નહિ ભારે નહિ હળવું એવા અગુરુલઘુ પરિણામવાળું થાય છે. સ્પર્શનામકર્મમાં ગુરુ અને લઘુ એ બે સ્પર્શ કહ્યા છે. પરંતુ તેઓ શરીરના અમુક અમુક અવયવમાં જ પોતાની શક્તિ બતાવે છે. જેમ તે હાડકાં વગેરેમાં ગુરતા, વાળ વગેરેમાં લઘુતા થાય છે. તે બેનો વિપાક આખા શરીરાશ્રિત નથી. એ તફાવત છે.
૨. કહેવાયેલ સ્વરૂપવાળાં અંગો અને ઉપાંગો જે કર્મના ઉદયથી બીજા વડે હણાય તે ઉપઘાત નામકર્મ, આ પ્રમાણે તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે, જયારે તત્ત્વાર્થ ભાષ્યમાં-પોતાનાં પરાક્રમ તથા વિજય વગેરેનો નાશ કરનાર જે કર્મ તે ઉપઘાત નામકર્મ એમ જણાવેલ છે. તથા વિજય પામવા છતાં અન્ય સ્થાને વિજય નથી પામ્યો ઇત્યાદિ કથન જે કર્મના ઉદયથી થાય તે ઉપઘાત નામકર્મ, એ પ્રમાણે પણ અન્ય આચાર્યો કહે છે.