________________
૨૯૨
પંચસંગ્રહ-૧ યવોની વ્યવસ્થા કરે છે. જો આ કર્મ ન હોય તો તેના નોકર જેવાં અંગોપાંગ નામકર્મ આદિ વડે થયેલા મસ્તક અને ઉદરાદિ અવયવોની નિયત સ્થળે રચના થવામાં કોઈ નિયમ ન રહે, તેથી નિયત સ્થળે રચના થવામાં નિર્માણનામકર્મ કારણ છે.
જે કર્મના ઉદયથી અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ ચોત્રીસ અતિશયો ઉત્પન્ન થાય તે તીર્થકર નામકર્મ.
ગાથામાં વદ્દ ગડ એમ બે સંખ્યા લખી છે તે ક્રમપૂર્વક આ પ્રમાણે લેવાની છે.. પૂર્વોક્ત ગાથામાં ચૌદ પિંડપ્રકૃતિઓ કહી છે, અને આ ગાથામાં આઠ પ્રત્યેક પ્રવૃતિઓ કહી છે. આ પ્રમાણે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ કહી. હવે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ કહે છે.
तसबायरपज्जत्तं पत्तेय थिरं सुभं च नायव्वं । सुस्सरसुभगाइज्जं जसकित्ती सेयरा वीसं ॥८॥ त्रसबादरपर्याप्तकं प्रत्येकं स्थिरं शुभं च ज्ञातव्यम् ।
सुस्वरसुभगादेयं यशःकीर्तिः सेतरा विंशतिः ॥८॥ અર્થ–ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, સુભગ, આદેય, અને યશકીર્તિ એ ઇતર ભેદ-સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત સાધારણ, અસ્થિર, અશુભ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય અને અયશકીર્તિ સાથે સપ્રતિપક્ષ વીસ પ્રકૃતિઓ જાણવી.' - ટીકાનુ તાપ આદિથી પીડિત થયા છતાં જે સ્થાને રહ્યા છે તે સ્થાનથી ઉદ્વેગ પામે અને છાયા આદિના સેવન માટે અન્ય સ્થળે જાય તે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે ત્રસનામકર્મ.
તેનાથી વિપરીત સ્થાવર નામકર્મ. ઉષ્ણતા આદિથી તપ્ત થવા છતાં પણ તે સ્થાનનો ત્યાગ કરવા માટે જેઓ અસમર્થ છે તે પૃથ્વી, અ, તેલ, વાઉ અને વનસ્પતિ સ્થાવર કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે સ્થાવર નામકર્મ.
જે કર્મના ઉદયથી જીવો બાદર થાય તે બાદર નામકર્મ. બાદરપણું તે એક પ્રકારનો પરિણામ વિશેષ છે, કે જેના વશથી પૃથ્વીકાયાદિ એક એક જીવનું શરીર ચક્ષુ દ્વારા ગ્રહણ થતું નથી છતાં પણ ઘણા જીવોના શરીરનો જ્યારે સમૂહ થાય ત્યારે તે ચક્ષુ દ્વારા ગ્રહણ થાય છે. તેના હેતુભૂત જે કર્મ તે બાદર નામકર્મ.
૧. બાદર નામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિ છે. એટલે જીવનો કંઈક બાદર પરિણામ ઉત્પન્ન કરી પુદગલ ઉપર અસર કરે છે. જેને લઈ એક અથવા અસંખ્ય શરીરનો પિંડ ચક્ષનો વિષય થાય છે. જીવવિપાકી પ્રકૃતિ પુદ્ગલ ઉપર પણ જરૂર અસર કરે છે. જેમ ક્રોધ, નિદ્રા વગેરે જીવવિપાકી છતાં તેની અસર પુદ્ગલ પર થાય છે તેમ બાદર અને સૂક્ષ્મ જીવવિપાકી છતાં પુદ્ગલ પર અસર થાય છે. એમ ન હોય તો બાદરનું પણ ઔદારિક શરીર છે, સૂક્ષ્મનું પણ ઔદારિક શરીર છે. બંનેનાં શરીર અનંતાનંત વર્ગણાનાં બનેલાં છે છતાં ગમે તેટલા સૂક્ષ્મ જીવોનાં શરીરો એકઠા થવા છતાં તે દેખાય જ નહિ અને બાદર જીવોના એક અથવા અસંખ્ય શરીરનો પિંડ દેખાય તેનું કારણ શું? કારણ એ જ કે બાદર અને સૂક્ષ્મનામકર્મ જીવ પર પોતાની અસર ઉત્પન્ન કરી પુદગલ પર અસર કરે છે. તેથી એવો અર્થ કરવામાં આવ્યો છે કે