Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૫
તૃતીયદ્વાર
અર્થ-ચક્ષુ, અચક્ષુ, અવધિ, અને કેવળદર્શન વિષયક દર્શનાવરણીય કર્મ ચાર ભેદે છે. નિદ્રા અને પ્રચલા સાથે છ ભેદે છે અને બે વાર બોલાયેલ નિદ્રા અને પ્રચલા તથા થીણદ્રિ નવ ભેદો થાય છે.
ટીકાનુ–અહીં દર્શનાવરણીય કર્મ બંધ ઉદય અને સત્તામાં કોઈ વખતે ચાર પ્રકારે, કોઈ વખતે છ પ્રકારે, અને કોઈ વખતે નવ પ્રકારે એમ ત્રણ રીતે સંભવે છે. તે ચાર, છે અને નવ પ્રકારે કઈ રીતે સંભવે તેને બતાવતાં પહેલા ચાર પ્રકાર બતાવે છે.
ચક્ષુ, અચલુ, અવધિ અને કેવળદર્શન વિષયક દર્શનાવરણીય કર્મ ચાર ભેદ છે. તાત્પર્ય એ કે જ્યારે દર્શનાવરણીય કર્મના બંધ, ઉદય અને સત્તામાં ચાર ભેદની વિવક્ષા કરવામાં આવે ત્યારે તે ચાર ભેદ આ પ્રમાણે સમજવાચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
તેમાં ચક્ષુ દ્વારા ચલુના વિષયનું જે સામાન્ય જ્ઞાન તે ચક્ષુર્દર્શન, અને તેને આવરનારું જે કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ.
ચક્ષુ વિના શેષ સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિય અને મન વડે તે તે ઇન્દ્રિયના વિષયનું જે સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન, અને તેને આવરનારું જે કર્મ તે અચક્ષુદર્શનાવરણીય કર્મ. અચકુર્દર્શનાવરણીયમાં સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયાવરણ અને મનની ઇન્દ્રિયાવરણ એમ પાંચ આવરણોનો સમાવેશ થાય છે.
ઈન્દ્રિય અને મનની સહાય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન અને તેને આવરનારું જે કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ.
રૂપી અરૂપી દરેક પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે કેવળદર્શન, અને તેને આવરનારું જે કર્મ તે કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય છે. : - તે જ દર્શનાવરણીયનું ચતુષ્ક નિદ્રા પ્રચલા સાથે ગણતાં છ ભેદ થાય છે. નિદ્રા એ સર્વઘાતિની પ્રકૃતિ છે. આત્માની ચૈતન્યશક્તિને દબાવી શરીર ઉપર પણ અસર કરે છે કે જેને લઈ આંખોનું ઘેરાવું, ડોલાં આવવાં, શરીર ભારે થવું, ઈત્યાદિ ચિહનો થાય છે. '
હવે નિદ્રાનો શબ્દાર્થ કહે છે—જે અવસ્થામાં ચૈતન્ય અવશ્ય અસ્પષ્ટ થાય તે નિદ્રા કહેવાય. જયારે નિદ્રા આવે છે ત્યારે કોઈપણ ઇન્દ્રિયના વિષયનું કે અન્ય કોઈપણ પ્રકારનું જ્ઞાન થતું નથી. તે નિદ્રાના તીવ્ર મંદાદિ ભેદે પાંચ પ્રકાર થાય છે. તે આ પ્રમાણેનિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, અને થિણદ્ધિ.
તેમાં એવા પ્રકારની મંદ નિદ્રા આવે કે જેની અંદર નખટ્ઝોટિકા-ચપટી વગાડવી, એકાદ શબ્દ કરવો એ આદિ દ્વારા સુખપૂર્વક જાગ્રત થાય તે નિદ્રા. એવા પ્રકારની નિદ્રા ઊંઘ
૧. અહીં ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ ન કહેતાં સામાન્ય માત્ર ઇન્ડિયાવરણ કહેવામાં આવે તો બધાં આવરણોનો સમાવેશ થાય છે. પરંતુ લોકમાં આ વસ્તુ મેં જોઈ, હું આ દેખું છું એવો વ્યવહાર ચક્ષુના સંબંધમાં જ થાય છે. તેથી તથા વિગ્રહગતિમાં કોઈપણ દર્શન ન હોય ત્યારે અચકુદર્શન તો હોય છે જ તે જણાવવા ચક્ષુર્દર્શન અને અચકુર્દર્શન અલગ અલગ કહ્યાં છે.