Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૬
પંચસંગ્રહ-૧
આવવામાં હેતુભૂત જે કર્મ તે પણ કારણમાં કાર્યનો આરોપ કરી નિદ્રા કહેવાય છે. નિદ્રા દર્શનાવરણીયકર્મ એ ઊંઘ આવવામાં કારણ છે, અને ઊંઘ એ કાર્ય છે.
જે નિદ્રાવસ્થામાં બેઠેલો અથવા ઊભો રહેલો ડોલાં ખાધા કરે, એટલે કે જેની અંદર બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં ઊંઘ આવે તે પ્રચલા. એવા પ્રકારના વિપાકનો અનુભવ કરાવનારી કર્મપ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે.
થીણદ્ધિ ત્રિકની અપેક્ષાએ આ બે નિદ્રાઓ મંદ છે. દર્શનાવરણીયનું ષક જયાં ગ્રહણ કરવામાં આવે ત્યાં દરેક સ્થળે ઉપરોક્ત છ પ્રકૃતિઓ ગ્રહણ કરવી.
આ દર્શનાવરણ ષટ્રકને બે વાર બોલાયેલ નિદ્રા અને પ્રચલા એટલે નિદ્રાનિદ્રા અને પ્રચલાપ્રચલા તથા થીણદ્ધિ સાથે ગણતાં દર્શનાવરણીય નવ પ્રકારે થાય છે..
તેમાં નિદ્રાથી ચડિયાતી જે નિદ્રા તે નિદ્રાનિદ્રા. તેની અંદર ચૈતન્ય અત્યંત અસ્કુટ થયેલું હોવાથી ઘણું ઢંઢોળવું, ઘણા સાદ પાડવા ઈત્યાદિ પ્રકારો વડે પ્રબંધ થાય છે. આ હેતુથી સુખપૂર્વક પ્રબોધ થવામાં હેતુભૂત નિદ્રા કર્મપ્રકૃતિની અપેક્ષાએ આ નિદ્રાનું ચડિયાતાપણું છે. તાત્પર્ય એ કે જેના ઉદયથી એવી ગાઢ ઊંઘ આવે કે ઘણા સાદ પાડવાથી કે ઘણું ઢંઢોળવાથી દુઃખપૂર્વક જાગ્રત થવાય તે નિદ્રાનિદ્રા કહેવાય છે. એવા પ્રકારની નિદ્રામાં હેતુભૂત કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે.
પ્રચલાથી ચડિયાતી જે નિદ્રા તે પ્રચલાપ્રચલા. આ નિદ્રા ચાલતાં ચાલતાં પણ પ્રાપ્ત થાય છે. એટલે કે જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા કહેવાય છે. અને તેથી એક સ્થળે બેઠા કે ઊભા રહેલાને પ્રાપ્ત થતી પ્રચલાની અપેક્ષાએ આ નિદ્રાનું ચડિયાતાપણું છે.
પિંડરૂપે થયેલી છે. આત્મશક્તિ અથવા વાસના જે સ્વાપાવસ્થામાં તે સ્થાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ' કહેવાય છે. કારણ કે જ્યારે આ નિદ્રા આવે છે ત્યારે પ્રથમ સંઘયણીને જે વાસુદેવ
૧. થીણદ્ધિનિદ્રા માટે લોકપ્રકાશ સર્ગ દસમાના શ્લોક ૧૪૯માં નીચે પ્રમાણે લખ્યું છે—
'स्त्यानद्धिर्वासुदेवार्धबलार्हश्चितितार्थकृत् ॥ स्त्याना संघातीभूता गृद्धिर्दिनचिन्तितार्थविषयातिकांक्षा यस्यां सा स्त्यानगृद्धिः इति तु कर्मग्रन्थावचूर्णौ । आद्यसंहननापेक्षमिदमस्या बलं मतम् । अन्यथा तु वर्तमानयुवभ्योऽष्टगुणं भवेत् ।।
अयं कर्मग्रन्थवृत्त्याद्यभिप्रायः । जितकल्पवृत्तौ तु-यदुदये अतिसंक्लिष्टपरिणामात् दिनदृष्टमर्थमुत्थाय प्रसाधयति केशवार्धबलश्च जायते तदनुदयेऽपि च स शेषपुरुषेभ्यस्त्रिचतुर्गुणो भवति, इयं च प्रथमसंहनिन एव भवति ।
પ્રથમ સંઘયણી સ્વાનદ્ધિ નિદ્રાવાળાને વાસુદેવનું અર્ધબળ ઉત્પન્ન થાય છે, અને શેષ સંઘયણવાળાને વર્તમાન યુવાનોથી આઠગણું બળ ઉત્પન્ન થાય છે એ કર્મગ્રંથની ટીકા.આદિમાં કહ્યું છે.
અને જિતકલ્પવૃત્તિમાં તો થીણદ્ધિનિદ્રા પ્રથમ સંઘયણીને જ હોય, અને તેને જયારે તે નિદ્રા આવે ત્યારે વાસુદેવનું અર્ધબળ અને નિદ્રા ન આવેલી હોય ત્યારે પણ શેષ પુરષોથી ત્રણ ચારગણું બળ હોય એમ કહ્યું છે.
થીણદ્ધિ નિદ્રાવાળો નિદ્રામાં જ દિવસ કે રાત્રિમાં ચિંતવેલ કાર્યન–અનુપ્ત વાસનાને નિદ્રામાં જ ઊઠી ઉત્પન્ન થયેલા બળ વડે કરી આવે છે અને પાછો સૂઈ જાય છે, પ્રાત:કાળે જાગ્રત થાય ત્યારે તેને મને આવું સ્વપ્ન આવ્યું એમ થાય છે. જો કે તે તો સાક્ષાતુ કાર્ય કરી આવ્યો છે.