Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૪
પંચસંગ્રહ-૧ અર્થ–દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્યને દબાવનારું છેલ્લું અંતરાય કર્મ છે.
ટીકાનુ–દાનાદિ ગુણોને દબાવનારું દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, અને વીર્યંતરાયના ભેદે છેલ્લું અંતરાયકર્મ પાંચ પ્રકારે છે.
તેમાં પોતાનું સ્વત્વ ઉઠાવી અન્યને અધીન કરવું તે દાન કહેવાય. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના દાનની ઇચ્છા ન થાય, પોતાના ઘરમાં વૈભવ છતાં ગુણવાન પાત્ર મળવા છતાં આ મહાત્માને દેવાથી મહાનું ફળની પ્રાપ્તિ થાય તેમ જાણવા છતાં દેવાનો ઉત્સાહ ન થાય તે દાનાંતરાય કર્મ કહેવાય છે.
લાભ એટલે વસ્તુની પ્રાપ્તિ, જે કર્મના ઉદયથી વસ્તુને પ્રાપ્ત ન કરી શકે, દાન ગુણ વડે પ્રસિદ્ધ દાતારના ઘરમાં દેવાયોગ્ય વસ્તુ હોવા છતાં પણ તે વસ્તુને ભિક્ષા માગવામાં કુશળ અને ગુણવાન યાચક હોવા છતાં પણ પ્રાપ્ત ન કરી શકે તે લાભાંતરાયકર્મ કહેવાય.
જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહારાદિ વસ્તુની સામગ્રી મળવા છતાં પણ અને પ્રત્યાખ્યાન-ત્યાગનો પરિણામ અથવા વૈરાગ્ય ન હોવા છતાં પણ માત્ર કૃપણતાથી તે વસ્તુઓને ભોગવવા સમર્થ ન થાય તે ભોગાંતરાય કર્મ કહેવાય છે.
એ પ્રમાણે ઉપભોગાંતરાય કર્મ પણ સમજવું. ભોગ અને ઉપભોગ એટલે લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત સામગ્રીનો ઉપયોગ કરવો તે. પરંતુ તે બંનેમાં આ વિશેષ છે જે એક વાર ભોગવાય તે ભોગ, અને વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય છે. એક વાર ભોગવવા યોગ્ય વસ્તુ જેના ઉદયથી ન ભોગવી શકે તે ભોગાંતરાય અને વારંવાર ભોગવવા યોગ્ય વસ્તુ જેના ઉદયથી ન ભોગવી શકે તે ઉપભોગવંતરાય કહેવાય છે. કહ્યું છે કે – '
એક વાર જે ભોગવાય તે આહાર અને પુષ્પ આદિ ભોગ, અને વારંવાર જે ભોગવાય તે વસ્ત્ર અને સ્ત્રી આદિ ઉપભોગ કહેવાય છે.”
વીર્ય એટલે આત્માની અનંતશક્તિ, તેને આવરનારું જે કર્મ તે વયતરાય. જે કર્મના ઉદયથી શરીર રોગ રહિત હોવા છતાં અને યુવાવસ્થામાં વર્તતાં છતાં પણ અલ્પબળવાળો થાય, અથવા શરીર બળવાન હોવા છતાં કોઈ સિદ્ધ કરવાલાયક કાર્ય આવી પડવા વડે હીન સત્ત્વપણાને લઈ તે કાર્ય સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરી શકે નહિ, તે વીર્યંતરાય કર્મ કહેવાય છે. ૩
આ પ્રમાણે અંતરાય કર્મની ઉત્તરપ્રવૃતિઓ કહી. હવે સમાન સ્થિતિવાળી હોવાથી અને ઘાતિ કર્મ હોવાથી જ્ઞાનાવરણીયની નજીકની બીજા દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રવૃતિઓ કહે છે–
नयणेयरोहिकेवल दसणआवरणयं भवे चउहा । निद्दापयलाहिं छहा निद्दाइदुरुत्तथीणद्धी ॥४॥
नयनेतरावधिकेवल-दर्शनावरणं भवेच्चतुर्दा । निद्राप्रचलाभ्यां षोढा निद्रादिद्विरुक्तस्त्यानद्धिभिः ॥४॥