Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૩
તૃતિયદ્વાર અંતરાય કર્મ કહ્યું છે. ૧ આ પ્રમાણે મૂળ પ્રકૃતિઓ કહી, હવે ઉત્તર પ્રવૃતિઓને સંખ્યા બતાવવા દ્વારા કહે છે –
पंच नव दोन्नि अट्ठावीसा चउरो तहेव बायाला । दोन्नि य पंच य भणिया पयडीओ उत्तरा चेव ॥२॥ पञ्च नव द्वे अष्टाविंशतिः चतस्त्रः तथैव द्वाचत्वारिंशत् ।
द्वे च पञ्च च भणिताः प्रकृतय उत्तराश्चैव ॥२॥ અર્થ–પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, તેમજ બેતાળીસ, બે, અને પાંચ એ આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ છે.
ટીકાનુ–અહીં અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા કહી છે, તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણીયની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે, એ પ્રમાણે દર્શનાવરણીયની નવ, વેદનીયની બે, મોહનીયની અઠ્યાવીસ, આયુની ચાર, તેમજ નામકર્મની બેતાળીસ, ગોત્રની બે અને અંતરાયની પાંચ ઉત્તરપ્રકૃતિઓ પૂર્વાચાર્ય મહારાજાઓએ કહી છે. ૨
જે ક્રમપૂર્વક કહેવાની પ્રતિજ્ઞા કરી હોય તે ક્રમપૂર્વક કથન કરવું જોઈએ, એવો ન્યાય : હોવાથી પહેલાં જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓનું વ્યાખ્યાન કરે છે–
मइसुयओहिमणकेवलाण आवरणं भवे पढमं ॥
मतिश्रुतावधिमन केवलानामावरणं भवेत् प्रथमम् ।
અર્થ–મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનું જે આવરણ તે પહેલું જ્ઞાનાવરણ કર્મ છે.
ટીકાનુ–પહેલું જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, અને કેવળ જ્ઞાનાવરણ.
મતિ-શ્રુતાદિ જ્ઞાનનું સ્વરૂપ પહેલા દ્વારમાં વિસ્તારપૂર્વક કહ્યું છે એટલે ફરી અહીં કહેતા નથી. - મતિજ્ઞાન અને તેના પેટા ભેદોને આવરનારું જે કર્મ તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાન અને તેના પેટા ભેદોને આવરનારું શ્રુતજ્ઞાનાવરણ આ રીતે પાંચે આવરણો સમજવાં.
જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાનગુણને દબાવે છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીયની ઉત્તરપ્રવૃતિઓ કહી. હવે તેના સરખા જ ભેદવાળી અને સમાન સ્થિતિવાળી અંતરાય કર્મની ઉત્તરપ્રવૃતિઓ કહે છે–
दाणलाभभोगोवभोगविरयंतराययं चरिमं ॥३॥
दानलाभभोगोपभोगवीर्यांतरायकं चरिमम् ॥३॥ પંચ૦૧-૩૫