Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૧
તૃતીયાર
. જે વડે અમુક અમુક ગતિમાં અમુક કાળ પર્યત આત્મા ટકી શકે, પોતે કરેલાં કર્મો વડે પ્રાપ્ત થયેલી નરકાદિ દુર્ગતિમાંથી નીકળવાની ઇચ્છા છતાં પણ જે અટકાવે, પ્રતિબંધકપણાને પ્રાપ્ત થાય તે આયુ: અથવા એક ભવમાંથી બીજા ભવમાં જતા આત્માઓને જેનો અવશ્ય ઉદય થાય તે આયુ.
જે કર્મ ગતિ જાતિ આદિ અનેક પર્યાયોનો આત્માને અનુભવ કરાવે તે નામકર્મ.
ઉચ્ચ અને નીચ શબ્દો વડે જે બોલાવાય એવો જે ઉચ્ચ અને નીચ કુળમાં ઉત્પન્ન થવા રૂપ આત્માનો પર્યાય વિશેષ તે ગોત્ર. તે પર્યાય પ્રાપ્ત થવામાં હેતુભૂત કર્મ પણ કારણમાં કાર્યનો આરોપ થવાથી ગોત્ર કહેવાય છે. અથવા જેનો ઉદય થવાથી આત્માનો ઉચ્ચ અને નીચ શબ્દો વડે વ્યવહાર થાય તે ગોત્ર કહેવાય છે.
જીવ અને દાનાદિકનું વ્યવધાન=અંતર કરવા જે કર્મ પ્રાપ્ત થાય, એટલે કે જેના ઉદયથી જીવો દાનાદિ ન કરી શકે તે અંતરાય કહેવાય છે.
આ જ આઠ મૂળ પ્રકૃતિઓ છે. અહીં પ્રકૃતિ શબ્દનો અર્થ ભેદ થાય છે. ભાષ્યકાર ભગવાનું કહે છે કે–અથવા પ્રકૃતિ એટલે ભેદ એટલે કર્મ આઠ ભેદે છે એ અર્થ થાય છે.
પ્રશ્ન–જ્ઞાનાવરણાદિ કર્મને આ ક્રમથી કંઈ પ્રયોજન છે? અથવા પ્રયોજન સિવાય જ આ ક્રમ પ્રવર્તેલો છે?
ઉત્તર–જે કમપૂર્વક જ્ઞાનાવરણાદિ આઠ કર્મો પૂર્વે કહ્યાં છે તે ક્રમપૂર્વક કહેવામાં પ્રયોજન છે, તે અમે કહીએ છીએ તે આ પ્રમાણે - અહીં જ્ઞાન અને દર્શન એ જીવનું સ્વરૂપ છે. કારણ કે જ્ઞાન અને દર્શનના અભાવે જીવત્વ હોઈ શકતું જ નથી. કેમ કે ચેતના એ જીવનું સ્વરૂપ છે. જો જીવમાં તે જ્ઞાન અને દર્શનનો જ અભાવ હોય તો તે જીવ કઈ રીતે હોઈ શકે? માટે જીવમાં તેના સ્વરૂપ રૂપ ચેતના-જ્ઞાન દર્શન હોવી જ જોઈએ. જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન એ મુખ્ય છે. કારણ કે સઘળાં શાસ્ત્રાદિ સંબંધી વિચાર જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. વળી જેવાચારણાદિ સઘળી લબ્ધિઓ જ્ઞાનોપયોગમાં વર્તમાન આત્માને જ થાય છે. દર્શનોપયોગમાં વર્તમાન આત્માને થતી નથી. કહ્યું છે કે
સાકારોપયોગી આત્માને સઘળી લબ્ધિઓ થાય છે, અનાકારોપયોગી આત્માને થતી
નથી.”
- તથા જે સમયે આત્મા સઘળાં કર્મ રહિત થાય છે, તે સમયે જ્ઞાનોપયોગી જ હોય છે પરંતુ દર્શનોપયોગી હોતા નથી. કેમ કે દર્શનોપયોગ બીજે સમયે હોય છે. તે હેતુથી જ્ઞાન એ પ્રધાન છે. તેને આવરના જ્ઞાનાવરણીય કર્મ હોવાથી તેને પહેલું કહ્યું છે, અને ત્યારપછી દર્શનને આવરના દર્શનાવરણીય કર્મ કહ્યું છે. કારણ કે જ્ઞાનોપયોગથી મૃત આત્માની દર્શનોપયોગમાં સ્થિરતા થાય છે.
૧. તેરમા ગુણસ્થાનકના પહેલે સમયે, ચૌદમા ગુણસ્થાનકના પહેલા સમયે, અને સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયે આત્મા જ્ઞાનના ઉપયોગમાં જ વર્તતો હોય છે.