Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયકાર-પ્રશ્નોત્તરી
૨૬૯
પ્રશ્ન-૫૦. મતાન્તર એટલે જણાવેલ મતથી ભિન્ન મત એટલે કે અન્ય મત, તો તે મૂળમતથી સર્વથા ભિન્ન જ હોય કે અપેક્ષાએ તેનો સમન્વય પણ થઈ શકે ?
ઉત્તર–જે અપેક્ષામાત્રથી ભિન્ન રીતે બતાવેલ હોય પણ બીજી કોઈ અપેક્ષાએ સમન્વય થઈ શકે તેને મતાન્તર કહેવાય નહિ. કારણ કે જુદા જુદા ગ્રંથોમાં અથવા એક જ ગ્રંથમાં જુદા જુદા મતો હોય અને જેનો કોઈ અપેક્ષાએ તેઓએ તે અથવા અન્ય ગ્રંથમાં સમન્વય ન કર્યો હોય તે જ મતાન્તર કહેવાય.
ક્યારેક કેટલાક ભિન્ન-ભિન્ન ગ્રંથોમાં ભિન્ન-ભિન્ન મતોનો તે તે ગ્રંથના ટીકા આદિ કરનાર અન્ય આચાર્યો પોતાની બુદ્ધિને અનુસાર સમન્વય કરતા જણાય છે પણ તે સમન્વય મૂળ ગ્રંથકારના આશયને અનુરૂપ જ થાય છે? અગર અન્ય રીતે થાય છે? તે અતિશય જ્ઞાનીઓ વિના અન્ય કોઈથી કહી શકાય નહિ, તેથી જ કેટલાંક સ્થળોએ તેવા સમન્વયો કરી “તત્ત્વ તું, વતિનો વિન્તિ' ઇત્યાદિ લખેલું જોવા મળે છે.
પ્રશ્ન-૫૧. પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણે વેદવાળાઓનું અલ્પબદુત્વ શી રીતે છે?
ઉત્તર–પુરુષવેદી સર્વથી થોડા, તે થકી સ્ત્રીવેદી અને નપુંસકવેદી અનુક્રમે અસંખ્યાતગુણ છે.
પ્રશ્ન–પર. અભવ્યો વધારે કે સમ્યક્તથી પતિત મિથ્યાષ્ટિઓ વધારે ? ઉત્તર–અભવ્યો કરતાં સમ્યક્તથી પતિત મિથ્યાત્વીઓ અનંતગુણ છે.
પ્રશ્ન-પ૩. અભવ્યો અને સિદ્ધો બને અનંતા છે તો તેમાં ઓછું કોણ અને વધારે કોણ ?
ઉત્તર–અભવ્યો ચોથા અનંત અને સિદ્ધો પાંચમા અનંત છે, દિગંબરીય ગ્રંથોમાં તથા આપણામાં પણ કોઈ કોઈ સ્થળે આઠમા અનંતે સિદ્ધો કહ્યા છે. તેથી અભવ્યો કરતાં સિદ્ધો અનંતગુણ છે.
પ્રશ્ન–૧૪. ઉપશમશ્રેણિમાં સમ્યક્ત કયા ભાવે હોય? તેમજ ક્ષપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનક સુધી કયા ભાવનું ચારિત્ર હોય ?
ઉત્તર–ઉપશમશ્રેણિમાં સમ્યક્ત ઔપથમિક અથવા ક્ષાયિક ભાવે હોય અને ક્ષપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનક સુધી ચારિત્ર ક્ષયોપશમ ભાવનું હોય.
પ્રશ્ન-૫૫. કયા અપર્યાપ્ત જીવોમાં પાંચે ભાવો ઘટી શકે ? ઉત્તર–સંજ્ઞી-અપર્યાપ્ત જીવોમાં.