Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૬૮
ઉત્કૃષ્ટથી કેટલા સમય સુધી સતત હોય ?
ઉત્તર—સાસ્વાદન અને મિશ્ર અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને શેષ છ ગુણસ્થાનકો અંતર્મુહૂર્ત કાળ સુધી સતત હોય છે.
પંચસંગ્રહ-૧
પ્રશ્ન—૪૪. ઉપરોક્ત આઠ ગુણસ્થાનકો સંપૂર્ણ જગતમાં કોઈ પણ જીવને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન હોય ?
ઉત્તર—સાસ્વાદન અને મિશ્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી, ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ચાર વર્ષ પૃથક્ક્સ અને ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ, ક્ષીણમોહ અને અયોગી છ માસ સુધી ન હોય.
થાય ?
પ્રશ્ન—૪૫. ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સતત કયા કયા ભાવો પ્રાપ્ત થાય ? ઉત્તર—સર્વવિરતિ ચારિત્ર અને સિદ્ધપણું.
પ્રશ્ન—૪૬. નિરંતર પ્રતિસમયે અનંતા ઉત્પન્ન થાય એવા જીવો કયા કયા ઉત્તર—એકેન્દ્રિય, વનસ્પતિ અને સાધારણ વનસ્પતિકાયના જીવો.
પ્રશ્ન—૪૭. જીવ એકેન્દ્રિયપણાનો ત્યાગ કરી પુનઃ ઉત્કૃષ્ટથી કેટલા કાળે એકેન્દ્રિય
ઉત્તર—કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ કાળે.
પ્રશ્ન—૪૮. જગતમાં મુનિઓ સર્વદા હોય છે, વળી તે પ્રતિ અંતર્મુહૂર્વે છઠ્ઠથી સાતમે અને સાતમાથી છઠ્ઠ ગુણસ્થાનકે જાય છે તો ગાથા ૬૩માં સર્વવરિત અન્તર્ગત પ્રમત્ત અને અપ્રમત્તનો અનેક જીવાશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ પંદર દિવસનો કેમ કહ્યો ?
ઉત્તર—અવિરતિ કે દેશવિરતિમાંથી પ્રમત્તે કે અપ્રમત્તે જાય તે અપેક્ષાએ તે ગાથામાં ઉત્કૃષ્ટ વિરહ પંદર દિવસનો કહ્યો છે, પરંતુ છઢે સાતમે પરાવર્તન કરતા મુનિઓની અપેક્ષાએ નહિ.
પ્રશ્ન—૪૯. જૈન-આગમો અને પંચસંગ્રહાદિ ગ્રંથો સર્વક્ષમૂલક કહેવાય છે તો તેમાં મતાન્તર કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર—વાત સત્ય છે, પરંતુ પૂર્વે આગમો મુનિભગવંતો કંઠસ્થ રાખતા હતા, તે પછી કેટલાક કાળે મોટા મોટા દુષ્કાળો પડવાથી અને સ્મરણશક્તિ આદિ ઘટી જવાથી આગમો બરાબર કંઠસ્થ રહ્યા નહિ, ત્યારબાદ જે આગમો જે મુનિઓને જે રીતે કંઠસ્થ હતા તે રીતે તપાસી વાચના દ્વારા વ્યવસ્થિત કર્યા છતાં કેટલાક મુનિઓને ભિન્ન ભિન્ન રીતે યાદ રહેલ પાઠોનો સમન્વય ન થવાથી તેમાં કયા પાઠો સત્ય છે કે અસત્ય ? તેનો નિર્ણય તે કાળના અતિશયશ્રુતસંપન્ન આચાર્યો પણ ન કરી શકવાથી તે પાઠો આગમો પુસ્તકારૂઢ કરતી વખતે મતાન્તર રૂપે લેવામાં આવ્યા, તેમજ તે પછી પણ લહિયા વગેરેના લેખનદોષના કારણે પણ પાઠો ભિન્ન-ભિન્ન રૂપે થયા. એથી સર્વજ્ઞમૂલક આગમોમાં મતાન્તરો જણાય છે.