Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર-પ્રશ્નોત્તરી
૨૬૫
પ્રશ્ન—૧૭. બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિ જીવોની અપેક્ષાએ બાદર પર્યાપ્ત તેઉકાય જીવો તદ્દન અલ્પ કેમ ?
ઉત્તર——બાદર પર્યાપ્ત તેઉકાય જીવો માત્ર અઢીદ્વીપમાં જ હોય છે જ્યારે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિક તેથી બહાર પણ આખા લોકમાં અમુક અમુક સ્થાનોએ હોય છે માટે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિકથી તે અત્યંત અલ્પ છે.
પ્રશ્ન—૧૮. ચાર નિકાયના દેવોનું પરસ્પર અલ્પબહુત્વ જણાવો !
ઉત્તર—વૈમાનિકદેવો સર્વથી અલ્પ, તે થકી ભવનપતિ અને વ્યંતર અનુક્રમે અસંખ્યાતગુણ તે થકી જ્યોતિષીઓ સંખ્યાતગુણ છે.
પ્રશ્ન—૧૯. ત્રણ પ્રકારના મનુષ્યોમાંથી જગતમાં કયા પ્રકારના મનુષ્યો હંમેશાં હોય ? ઉત્તર્—ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો હંમેશ હોય, શેષ બંને અપર્યાપ્તા અનિયત હોય. પ્રશ્ન—૨૦. બંને પ્રકારના અપર્યાપ્ત મનુષ્યો કાયમ ન હોય તેમ શી રીતે સમજી શકાય ? તે કેટલા કાળ સુધી ન હોય ?
ઉત્તર—બંને પ્રકારના અપર્યાપ્ત મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અંતર્મુહૂર્તનું હોય છે અને ગર્ભજ મનુષ્યોનો તેમજ સંમૂચ્છિમ મનુષ્યોનો ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ અનુક્રમે બાર અને ચોવીસ મુહૂર્ત પ્રમાણ છે એટલે જ્યારે ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહ પડે ત્યારે વિરહના પૂર્વ સમયે ઉત્પન્ન થયેલ બંને પ્રકારના અપર્યાપ્ત મનુષ્યો અંતર્મુહૂર્ત પછી ન હોય તેથી ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યો સાધિક અગિયાર મુહૂર્ત અને સંમૂર્ચ્છિમ મનુષ્યો સાધિક તેવીસ મુહૂર્ત સુધી સંપૂર્ણ જગતમાં ન હોય એવું પણ બને છે.
પ્રશ્ન—૨૧. ક્ષેત્ર અને સ્પર્શનામાં શું વિશેષતા છે ?
ઉત્તર—જે જીવો જેટલા ક્ષેત્રમાં રહ્યા હોય તે તેઓનું ક્ષેત્ર કહેવાય અને સ્પર્શનામાં જેમાં રહેલ હોય તે ક્ષેત્ર તથા ઉપર નીચે અને ચારે તરફ સ્પર્શ કરાયેલું ક્ષેત્ર પણ આવે તેથી ક્ષેત્ર કરતાં સ્પર્શના અધિક થાય.
પ્રશ્ન—૨૨. કયા સમુદ્દાતમાં તે જ નિમિત્તે અધિક નવીન કર્મોનું અવશ્ય ગ્રહણ
થાય ?
ઉત્તર—કષાય સમુદ્ધાતમાં.
પ્રશ્ન—૨૩. કેવળી સમુદ્દાતમાં કેવળીભગવંત પોતાના આત્મપ્રદેશોથી કયા સમયે કેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત હોય ?
ઉત્તર—પહેલા, બીજા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે લોકના અસંખ્યાતમા ભાગમાં, ત્રીજા અને પાંચમા સમયે લોકના અસંખ્યાતા ભાગોમાં, તેમજ ચોથા સમયે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત હોય.
પ્રશ્ન—૨૪. અવિરતિ સમ્યગ્દષ્ટિને સ્પર્શના કયા કયા મતે કેટલા રાજની હોય ?
પંચ ૧-૩૪