Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૮
પંચસંગ્રહ-૧ સાદિપારિણામિક. (૨) જીવત્વ, ભવ્યત્વ, ધર્માસ્તિકાયત્વ આદિ અનાદિ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવના અનેક ભેદો કહી શકાય પરંતુ અહીં જીવમાં જ ઘટે એવા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ જીવના અનાદિ પારિણામિક ભાવના ભેદો છે.
આ પાંચ મૂળ ભાવોમાંથી કદાપિ જીવ કોઈપણ એક ભાવ યુક્ત હોતો નથી, પરંતુ બેથી આરંભી પાંચ સુધીના ભાવોથી યુક્ત હોય છે અને તેથી જ “બેથી પાંચ સુધીના ભાવોનું મળવું' તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
આ સાન્નિપાતિક ભાવના દ્વિસંયોગી દસ, ત્રિસંયોગી દસ, ચતુઃસંયોગી પાંચ અને પંચસંયોગી એક એમ કુલ છવ્વીસ ભેદો થાય છે. પણ તે બધા જ જીવમાં ઘટી શકતા નથી. એથી પ્રરૂપણામાત્રની દૃષ્ટિએ છવ્વીસ ભેદો છે.
સિદ્ધના જીવોમાં ક્ષાયિક અને પારિણામિક એ રૂપ એક દ્વિસંયોગી ભંગ ઘટે છે, કેમ કે સિદ્ધોને ક્ષાયિકભાવે જ્ઞાનાદિક અને પરિણામિક ભાવે જીવત્વ હોય છે.
ભવસ્થ કેવળી-ભગવંતોને ક્ષાયિક ભાવે જ્ઞાનાદિ, ઔદયિક ભાવે મનુષ્યગતિ, શુક્લલેશ્યાદિ અને પારિણામિક ભાવે જીવત્વ ભવ્યત્વ હોવાથી ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક રૂપ ત્રિસંયોગી ભંગ ઘટે છે.
ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમન્વીને પંચસંયોગી ભંગ ઘટે છે. તેઓને ઉપશમભાવે ચારિત્ર, ક્ષાયિકભાવે સમ્યક્ત, ક્ષાયોપથમિકભાવે મત્યાદિ જ્ઞાન વગેરે, ઔદયિકભાવે મનુષ્યગતિ આદિ અને પારિણામિકભાવે જીવત્વ, ભવ્યત્વ હોય છે.
એકથી સાત ગુણસ્થાનક સુધી સર્વ સંસારી જીવોને ભાયોપથમિક, ઔદયિક અને પરિણામિક રૂપ ત્રિસંયોગી ભંગ ઘટે છે. ત્યાં લાયોપથમિક ભાવે ઇન્દ્રિયો તેમજ મતિજ્ઞાનાદિ, અથવા મતિઅજ્ઞાનાદિ, ઔદયિકભાવે નરકાદિ ગતિ, કષાયો વગેરે અને પારિણામિક ભાવે જીવત, તથા ભવ્યત્વ અગર અભવ્યત્વ હોય છે.
ઔપથમિક સમ્યક્તી ચારે ગતિના જીવોને ઉપશમસંહિત ચતુઃસંયોગી ભંગ અને ક્ષાયિક સમ્યક્તી ચતુર્ગતિક જીવોને ક્ષાયિક સહિત ચતુસંયોગી ભંગ એમ આ ત્રણ ભંગ ચારે ગતિમાં ઘટતા હોવાથી ગતિ આશ્રયી એકેકના ચાર ભેદ થવાથી ૩ ૪ ૪ = ૧૨ અને પ્રથમના ત્રણ મળી કુલ ૧૨+૩ = ૧૫ અને મૂલભેદની અપેક્ષાએ છ સાન્નિપાતિક ભેદો જીવોમાં ઘટે છે, શેષ વીસ ભેદ ઘટતા નથી.
સત્યદાદિ ધારો (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય પ્રમાણ (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાલ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અલ્પબદુત્વ પ્રરૂપણા. આ સત્પદાદિ નવ ધારો અનુયોગદ્વાર પણ કહેવાય છે.
(૧) વિદ્યમાન પદોનો જે વિચાર તે સત્પદ પ્રરૂપણા. સૂક્ષ્મ પર્યાપ્ત, અપર્યાપ્ત તથા બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત એમ ચાર પ્રકારે પૃથ્વીકાય,