________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
- પર્યાપ્ત સૂક્ષ્મથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે; તે થકી ભવ્યજીવો, બાદર સૂક્ષ્મ નિગોદના જીવો અને સર્વ વનસ્પતિ જીવો ઉત્તરોત્તર વિશેષાધિક છે.
૨૬૧
પ્રશ્ન—બાદર-સૂક્ષ્મ નિગોદમાં અનંતા અભવ્યજીવો પણ છે અને સૂક્ષ્મ-બાદર નિગોદની બહાર રહેલ ભવ્ય જીવો પણ અસંખ્યાતા છે છતાં ભવ્ય જીવો કરતાં બાદર સૂક્ષ્મ નિગોદના જીવો સંખ્યાત કે અસંખ્યાતગુણ ન કહેતાં વિશેષાધિક જ કેમ કહ્યા ?
ઉત્તર—બાદર-સૂક્ષ્મ નિગોદમાં ભવ્ય જીવો કરતાં અનંતા અભવ્યો વધુ હોવા છતાં તેમજ ભવ્યજીવોમાંથી નિગોદ બહાર રહેલ અસંખ્ય ભવ્યજીવો ઓછા થવા છતાંય નિગોદમાં રહેલ ભવ્ય જીવો કરતાં શેષ સર્વ ભવ્યજીવો અને અભવ્યો અનંતમા ભાગ સમાન જ હોવાથી ભવ્યજીવો કરતાં બાદર-સૂક્ષ્મ નિગોદના જીવો વિશેષાધિક જ થાય, સંખ્યાત ગુણાદિ ન જ થાય.
સર્વ વનસ્પતિ જીવોથી એકેન્દ્રિયો, તિર્યંચો, ચારે ગતિના મિથ્યાર્દષ્ટિઓ, અવિરતિ જીવો, સકષાયી, છદ્મસ્થો, યોગવાળા જીવો, સંસારી જીવો અને સર્વ જીવો અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક છે.
ગુણસ્થાનક આશ્રયી અલ્પબહુત્વ
ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકવાળા જીવો ઉત્કૃષ્ટ પદે હવે પછી કહેવાતા ગુણસ્થાનકે રહેલ ઉત્કૃષ્ટ સંખ્યાવાળા જીવોની અપેક્ષાએ અલ્પ છે અને આ ચારે ગુણસ્થાનકે જીવો પરસ્પર સમાન હોય છે. તે થકી ક્ષપક અપૂર્વકરણાદિ ત્રણ ક્ષીણમોહ તથા ભવસ્થ અયોગી ગુણસ્થાનકે ઉત્કૃષ્ટપદે રહેલ જીવો શતપૃથક્ક્સ પ્રમાણ હોવાથી સંખ્યાત છે અને આ પાંચે ગુણસ્થાનકોમાં પરસ્પર સમાન હોય છે.
તે થકી સયોગી-કેવળીઓ સંખ્યાતગુણા છે કેમ કે તેઓ જઘન્યથી પણ બે ક્રોડ હોય છે. તેઓથી અપ્રમત્ત અને પ્રમત્ત ગુણસ્થાનકવાળા જીવો અનુક્રમે સંખ્યાતગુણ છે, કારણ કે ઉત્કૃષ્ટપદે તેઓ અનુક્રમે બે હજારક્રોડ અને કોટિસહસ્ર પૃથક્ત્વ પ્રમાણ હોય છે.
પ્રમત્ત સંયતો થકી ઉત્કૃષ્ટપદે વર્તતા દેશવિરતિ, સાસ્વાદની, મિશ્રર્દષ્ટિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવો ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણા છે અને તે થકી સિદ્ધો અનંતગુણ છે.
આ અલ્પબહુત્વ જ્યારે દરેક ગુણસ્થાનકે જીવો ઉત્કૃષ્ટપદે હોય ત્યારે જ સમજવું, પણ હંમેશ નહિ, કારણ કે પ્રથમ જણાવેલ સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકે જીવો ક્યારેક નથી પણ હોતા. ક્યારેક એક-બે આદિ હોય, એટલે તે અપેક્ષાએ અનિયત ગુણસ્થાનકોમાં જીવો ન પણ હોય અને કેટલીકવાર જણાવેલ સંખ્યાથી વિપરીત પણ હોય, પરંતુ જ્યારે દરેક ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે જણાવ્યા મુજબ અલ્પબહુત્વ હોય છે.
જો કે દેશવિરતિ આદિ ચારે ગુણસ્થાનકવાળા જીવો સામાન્યથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણ કહ્યા છે, તોપણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અનુક્રમે અસંખ્યગુણ મોટો મોટો લેવાનો છે. એથી અસંખ્યાતગુણ કહેવામાં વિરોધ આવતો નથી. સર્વ અવિરતિ સમ્યગ્દષ્ટિજીવોથી તિર્યંચ સિવાય ત્રણ ગતિમાં રહેલ મિથ્યાદષ્ટિઓ