________________
૨૫૪
પંચસંગ્રહ-૧
ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ છે.
રત્નપ્રભા આદિ પ્રત્યેક નરકમાં ઉત્પત્તિ આશ્રયી અનુક્રમે ચોવીસ મુહૂર્ત, સાત દિવસ, પંદર દિવસ, એક માસ, બે માસ, ચાર માસ અને છ માસ ઉત્કૃષ્ટ વિરહકાળ છે.
વિકસેન્દ્રિય અને અસંજ્ઞી-પંચેન્દ્રિય તિર્યંચમાં અંતર્મુહૂર્ત અને ગર્ભજ તિર્યંચમાં બાર મુહૂર્ત પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહકાળ છે.
ગર્ભજ મનુષ્યોમાં બાર મુહૂર્ત અને સંમૂચ્છિમ મનુષ્યોમાં ચોવીસ મુહૂર્ત પ્રમાણ ઉત્કૃષ્ટ - વિરહકાળ છે.
સામાન્યથી સર્વ દેવોમાં ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહૂર્ત પ્રમાણ છે. દસે પ્રકારના ભવનપતિ, આઠ પ્રકારના વ્યંતર તથા વાણવ્યંતર, પાંચ પ્રકારના જ્યોતિષીઓ, સૌધર્મ તથા ઈશાન દેવલોકમાં પ્રત્યેકનો જુદો જુદો ઉત્કૃષ્ટથી વિરહકાળ ચોવીસ મુહૂર્ત પ્રમાણ છે.
સનકુમારમાં નવ દિવસ વીસ મુહૂર્ત, મહેન્દ્રમાં બાર દિવસ દસ મુહૂર્ત, બ્રહ્મકલ્પમાં સાડા બાવીસ દિવસ, લાન્તકમાં પિસ્તાળીસ, મહાશુક્રમાં એંશી અને સહસ્રારમાં સો દિવસનો ઉત્કૃષ્ટ વિરહકાળ છે.
આનત-પ્રાણતમાં વર્ષથી ન્યૂન એવા સંખ્યાત માસ અને આરણ-અમ્રુતમાં સૌથી જૂન એવા સંખ્યાત વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહકાળ છે, પરંતુ આનત કરતાં પ્રાણતમાં અને આરણ કરતાં અશ્રુતમાં વિરહકાળ વધારે સમજવો.
પ્રથમની ત્રણ સૈવેયકમાં હજારથી ઓછા એવા સંખ્યાતા સો વર્ષ, મધ્યમની ત્રણ રૈવેયકમાં લાખથી ન્યૂન એવાં સંખ્યાતા હજાર વર્ષ અને ઉપરની ત્રણ રૈવેયકમાં ક્રોડથી ઓછાં એવાં સંખ્યાતા લાખ વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહ કાળ છે.
વિજયાદિ ચાર અનુત્તરમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં સંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહ કાળ છે.
ઉપરોક્ત સર્વ જીવોમાં ઉત્પત્તિ આશ્રયી જઘન્ય વિરહકાળ એક સમય છે. શેષ જીવોમાં ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ નથી.
હવે એક જીવ આશ્રયી અન્તર કહે છે.
કોઈ પણ એક જીવ ત્રસપણાનો ત્યાગ કરી જયાં સુધી ફરીથી ત્રસપણું પ્રાપ્ત કરે નહિ ત્યાં સુધીનો કાળ ત્રસનું અત્તર કહેવાય.
અહીં ત્રસાદિ ભાવના પ્રતિપક્ષી સ્થાવરાદિ ભાવની જેટલી સ્વકાયસ્થિતિ હોય તેટલા કાળ પ્રમાણ ત્રસાદિ ભાવનું અત્તર થાય.
ત્રસનું ઉત્કૃષ્ટ અત્તર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ અસંખ્ય પુલ પરાવર્તન રૂપ સ્થાવરની સ્વકાયસ્થિતિ સમાન છે.
સ્થાવરનું ઉત્કૃષ્ટ અન્તર ત્રસની સ્વકાયસ્થિતિ તુલ્ય કેટલાંક વર્ષો અધિક બે હજાર સાગરોપમ છે.