Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
બાદરનું અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અને સૂક્ષ્મનું સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ અત્તર છે.
૨૫૫
સાધારણનું અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અને અસાધારણ=પ્રત્યેકનું સાધારણની સ્વકાર્યસ્થિતિ તુલ્ય અઢીપુદ્ગલપરાવર્તન અંતર છે.
અસંજ્ઞીનું સંજ્ઞીના કાળ સમાન કેટલાંક વર્ષો અધિક સાગરોપમ શતપૃથક્ક્સ પ્રમાણ અને સંશીનું આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિ પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન ઉત્કૃષ્ટ અંતર છે.
નપુંસકવેદનું પૂર્વક્રોડ પૃથક્ત્વ અધિક સો પલ્યોપમ સહિત કેટલાંક વર્ષો અધિક સાગરોપમ શત પૃથક્ક્સ, સ્રીવેદનું કેટલાંક વર્ષો યુક્ત સાગરોપમ શત પૃથક્ક્સ અધિક અસંખ્ય પુદ્ગલ પરાવર્તન અને પુરુષવેદનું પૂર્વક્રોડ પૃથક્વ અધિક શત પલ્યોપમ સહિત અસંખ્ય પુદ્ગલ પરાવર્તન ઉત્કૃષ્ટ અન્તર છે.
વનસ્પતિનું અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અને અવનસ્પતિનું અસંખ્ય પુદ્ગલ પરાવર્તન ઉત્કૃષ્ટ અન્તર છે.
પંચેન્દ્રિયનું અસંખ્ય પુદ્ગલ પરાવર્તન યુક્ત વિકલેન્દ્રિયના સ્વકાયસ્થિતિ કાળ તુલ્ય અને અપંચેન્દ્રિયનું કેટલાંક વર્ષો અધિક એક હજાર સાગરોપમ ઉત્કૃષ્ટ અન્તર છે.
મનુષ્યનું સાધિક અસંખ્ય પુદ્ગલ પરાવર્તન અને અમનુષ્યનું પૂર્વક્રોડ પૃથક્ક્સ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ અન્તર છે.
આ સર્વ ભાવોનું જઘન્ય અન્તર અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
ઈશાન સુધીનો કોઈપણ દેવ કાળ કરી ગર્ભજ મનુષ્ય આદિમાં ઉત્પન્ન થઈ સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી જાતિ સ્મરણ જ્ઞાનાદિ કોઈ વિશિષ્ટ કારણથી દેવાયુનો બંધ કરી અંતર્મુહૂર્તમાં કાળ કરી ઈશાન દેવલોક સુધીના કોઈ પણ દેવમાં ઉત્પન્ન થઈ શકે છે માટે આ દેવોનું જઘન્ય અત્તર અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
ક્રમશઃ ઉ૫૨-ઉ૫૨ના દેવોમાં જવા માટે અધિક-અધિક વિશુદ્ધ અધ્યવસાયની આવશ્યકતા રહે છે અને વિશુદ્ધ અધ્યવસાયનો આધાર મનની દઢતા ઉપર હોય છે, સામાન્યથી ઉમ્મરની વૃદ્ધિ સાથે મનની દઢતા વધે છે. તેથી સનત્કુમારથી સહસ્રાર સુધીના દેવોનું નવ દિવસ, આરણથી અચ્યુત સુધીના દેવોનું નવમાસ જઘન્ય અંતર છે.
પ્રકૃષ્ટ ચારિત્રની પ્રાપ્તિ વિના ત્રૈવેયકાદિમાં જઈ શકાતું નથી અને પ્રકૃષ્ટ ચારિત્રની પ્રાપ્તિ જઘન્યથી પણ નવ વર્ષની ઉમ્મરવાળાને જ થાય છે, તેથી નવ ત્રૈવેયક તથા વિજયાદિ ચારનું જઘન્ય અંતર નવ વર્ષનું છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવી મનુષ્યમાં આવી તે જ ભવે મોક્ષે જતા હોવાથી ત્યાં અન્તર પ્રરૂપણા નથી.
જીવાભિગમસૂત્રના મતે સહસ્રાર સુધીના દેવોનું જઘન્ય અન્તર અંતર્મુહૂર્ત અને સર્વાર્થસિદ્ધ વર્જિત આનતાદિ સર્વ દેવોનું જઘન્ય અત્તર વર્ષ પૃથક્ક્સ છે.