Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૫૭
ક્ષીણમોહ આદિ ત્રણ ગુણસ્થાનકો ભવચક્રમાં એક જ વાર પ્રાપ્ત થતાં હોવાથી તેનું અત્તર નથી.
અનેક જીવાશ્રિત ગુણસ્થાનકોમાં અત્તર સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકો જગતમાં અનેક જીવાશ્રયી ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતાં, એ વાત પૂર્વે કહેવાઈ ગયેલ છે. હવે જો તે ગુણસ્થાનકો જગતમાં કોઈ પણ જીવને ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન હોય તેનો અહીં વિચાર કરે છે.
સાસ્વાદનાદિ આઠે ગુણસ્થાનકનું જઘન્ય અન્તર એક સમય છે અને ઉત્કૃષ્ટ અત્તર સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનકનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ, ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ઉપશાંત મોહ એ ચારનું વર્ષ પૃથક્વ, ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ, ક્ષીણમોહ અને અયોગી-ગુણસ્થાનકનું છ માસ પ્રમાણ છે.
કોઈ વખત સંપૂર્ણ જગતમાં કોઈ પણ જીવ નવીન સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ આ ત્રણ ગુણો જો પ્રાપ્ત ન કરે તો ઉત્કૃષ્ટથી અનુક્રમે સાત, ચૌદ અને પંદર દિવસ સુધી ન કરે, પછી તો અવશ્ય પ્રાપ્ત કરે જ. આથી આ ત્રણ ગુણોનું ઉત્કૃષ્ટ અત્તર સાત, ચૌદ અને પંદર દિવસનું કહેલ છે. દરેકનું જઘન્ય અત્તર એક સમયનું છે. એ જ પ્રમાણે સયોગીગુણસ્થાનકનું જર્ધન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છ માસ પ્રમાણ અન્તર છે.
(૭) ભાગદ્વાર આ દ્વારનો અલ્પબદુત્વ દ્વારમાં સમાવેશ થઈ જતો હોવાથી અહીં જુદું બતાવેલ નથી.
(૮) ભાવ દ્વાર પર્યાપ્ત-અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રય સિવાય શેષ બાર જીવસ્થાનકમાં ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક આ ત્રણ ભાવો હોય છે, કારણ કે ઔપથમિક અને ક્ષાયિક ભાવ ચોથા ગુણસ્થાનકથી જ સંભવે છે. જ્યારે અહીં તો માત્ર મિથ્યાત્વ તથા કેટલાક લબ્ધિ પર્યાપ્ત એકેન્દ્રિયાદિને કરણ-અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, પરંતુ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકો હોતાં નથી તેથી બે ભાવો સંભવતા નથી.
- અપર્યાપ્ત સંજ્ઞીમાં પૂર્વોક્ત ત્રણ તેમજ લબ્ધિ પર્યાપ્ત કોઈકને કરણ-અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિક સમ્યક્ત પણ હોય છે અને સપ્તતિકા ચૂર્ણિના મતે ઉપશમ સમ્યક્તી ઉપશમશ્રેણિમાં કાળ કરી ઉપશમ સમ્યક્ત સહિત અનુત્તર વિમાને જાય છે તેથી તે મને કોઈકને ઉપશમ સમ્યક્ત પણ હોય છે તેથી અનેક જીવાશ્રયી પાંચે ભાવો પણ ઘટે છે.
પર્યાપ્તસંજ્ઞીમાં સામાન્યથી પાંચે ભાવો ઘટી શકે છે.
ત્યાં એક અથવા અનેક જીવાશ્રયી મિથ્યાત્વાદિ પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકે ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક એ ત્રણ અને સયોગી-તથા અયોગી-કેવળી ગુણસ્થાનકે ઔદયિક, સાયિક અને પરિણામિક એ ત્રણ ભાવો હોય છે.
લયોપશમ સમ્યગ્દષ્ટિ જીવને અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે પંચ૦૧-૩૩