Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૬
પંચસંગ્રહ-૧
રૈવેયક સુધીના સર્વદેવોનું ઉત્કૃષ્ટ અત્તર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય સમયરાશિ તુલ્ય અસંખ્ય પુગલ પરાવર્તન પ્રમાણ છે. વિજયાદિ ચાર અનુત્તર દેવો મનુષ્ય અને દેવમાં જ જતા હોવાથી ઉત્કૃષ્ટ અત્તર બે સાગરોપમ પ્રમાણ છે અને જીવાભિગમ સૂત્રના મતે સંખ્યાતા સાગરોપમ પ્રમાણ છે.
સાતમાંથી કોઈ પણ નરકનો જીવ કાળ કરી તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થઈ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ તંદુલિયા મત્સ્ય આદિની જેમ સંક્લિષ્ટ અધ્યવસાયથી નરકાયુનો બંધ કરી અંતર્મુહૂર્ત કાળમાં જ પુનઃ નરકમાં જઈ શકે છે માટે જઘન્ય અન્તર અંતર્મુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
ગુણસ્થાનકોમાં એકજીવ આશ્રયી અત્તર સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમ સમ્યક્તથી પડતાં જ આવે છે અને સાસ્વાદનથી નિયમા મિથ્યાત્વે જ જાય છે, વળી તે મિથ્યાષ્ટિ ફરીથી ઉપશમ સમ્યક્ત પામે તો જ સાસ્વાદને પામે. શાસ્ત્રમાં નિયમ છે કે–મિથ્યાષ્ટિ મોહનીયની છવ્વીસની સત્તાવાળો હોય તો જ ઉપશમ સમ્યક્ત પામે, તેમજ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરેલ જીવને મોહનીયની અઠ્યાવીસની જ સત્તા હોય છે, વળી તે ઉપશમ સર્વી સાસ્વાદને થઈ જે સમયે મિથ્યાત્વે આવે છે તે જ સમયથી સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયની ઉદ્વલના શરૂ કરે છે. ઉદ્વલના દ્વારા તે બન્નેનો ક્ષય કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ થાય છે, ત્યારબાદ ફરીથી ઉપશમ સમ્યક્ત પામી પડતાં સાસ્વાદને આવે, આથી સાસ્વાદન ગુણસ્થાનકનો ત્યાગ કરી તે જીવ ફરીથી સાસ્વાદન ગુણસ્થાનક જઘન્યથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પછી જ પામી શકે, માટે સાસ્વાદનનું જઘન્ય અન્તર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.
મિથ્યાષ્ટિ અને મિશ્રથી ઉપશાન્ત મોહ સુધીના દરેક ગુણસ્થાનકનું જઘન્ય અત્તર અન્તર્મુહૂર્ત છે, કેમ કે વિવણિત ગુણસ્થાનકનો ત્યાગ કરી અન્યગુણસ્થાનકે અન્તર્મુહૂર્ત રહી ફરીથી વિવક્ષિત ગુણસ્થાનકે આવી શકે છે. માટે આ દસે ગુણસ્થાનકનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્ત છે.
- મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અન્તર છ પૂર્વક્રોડ વર્ષ અધિક એકસો બત્રીસ સાગરોપમ છે. જો કે ટીકામાં છ પૂર્વક્રોડ વર્ષ અધિક લખેલ નથી. પરંતુ એકસો બત્રીસ સાગરોપમની દૃષ્ટિએ તે તદ્દન અલ્પ હોવાથી તેની અવિવક્ષા કરી હોય એમ લાગે છે છતાં અન્યસ્થળે જણાવેલ હોવાથી અમે અહીં આ પ્રમાણે જણાવેલ છે.
સાસ્વાદનાદિ શેષ દસ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અન્તર દેશોના પુદ્ગલ પરાવર્તન કાળ પ્રમાણ છે. કારણ કે ઉપશાન્તમોહ સુધી ગયેલ જીવ વિવણિત ગુણસ્થાનકથી પડી વધુમાં વધુ દેશોના પુદ્ગલ પરાવર્તન પ્રમાણ કાળ સુધી સંસારમાં રખડે છે, પછી અવશ્ય મોક્ષે જાય છે, તેથી તેટલા કાળે ફરીથી આ બધાં ગુણસ્થાનકનો સંભવ હોવાથી વિવણિત ગુણસ્થાનકોનો સંભવ હોવાથી વિવલિત ગુણસ્થાનકની પ્રાપ્તિની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી આટલું અત્તર ઘટી શકે છે.